નવરાત્રિ બગાડશે વરસાદ! Ambalal Patel એ કરી 'ચક્રવાત' ની આગાહી, આ વિસ્તારોને ગંભીર અસર!
- રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી Ambalal Patel ની આગાહી
- નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની શકયતાઓ : અંબાલાલ પટેલ
- અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ : અંબાલાલ પટેલ
- વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે : અંબાલાલ પટેલ
Rain Gujarat : રાજ્યમાં હવે નવરાત્રિનો (Navratri 2024) પર્વ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે મેઘરાજા નવરાત્રિની મજા ન બગાડે તેવી પ્રાર્થના માઈભક્તો અને ગરબા પ્રેમીઓ કરી રહ્યા છે. જો કે, ખેલૈયાઓ માટે નવરાત્રિ પહેલા મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) વરસાદને લઈ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની શકયતાઓ છે.
આ પણ વાંચો - Gir-Somnath : મેગા ડિમોલિશનને લઈ HC માં બંને પક્ષની સામસામી ધારદાર દલીલ, વાંચો સમગ્ર અહેવાલ
7થી10 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં પડે શકે વરસાદ : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના (Ambalal Patel) જણાવ્યા મુજબ, નવરાત્રિનાં પર્વ દરમિયાન રાજ્યમાં વરસાદ પડી શકે છે. જ્યારે આજે બપોર બાદ રાજ્યનાં કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવનાઓ છે. અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે, 7 થી 10 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદ પડવાની શક્યતાઓ છે. સાથે જ મધ્ય ગુજરાતનાં કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે.
- રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી
- નવરાત્રિ દરમિયાન વરસાદની શકયતાઓ : અંબાલાલ પટેલ
- 7 થી 10 ઓક્ટો. દ. ગુજરાતમાં પડે શકે વરસાદ : અંબાલાલ પટેલ
- અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ : અંબાલાલ
- વરસાદી સિસ્ટમ ચક્રવાતનું રૂપ ધારણ કરી શકે : અંબાલાલ…— Gujarat First (@GujaratFirst) October 1, 2024
આ પણ વાંચો - Navsari : હોટેલમાં શરીર સંબંધ બાંધતા સમયે પ્રેમિકાનાં મોત મામલે મોટો ઘટસ્ફોટ! પ્રેમીની એક ભૂલે જીવ લીધો!
વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે : અંબાલાલ પટેલ
હવામાન જાણકાર અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે, અરબી સમુદ્રમાં (Arabian Sea) વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ સેવાઈ રહી છે, જેના કારણે રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. 10 થી 14 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં આ સિસ્ટમ બની શકે છે. આ વરસાદી સિસ્ટમ ચક્રવાતનું (Cyclone) સ્વરૂપ ધારણ કરી શકે છે. જ્યારે 28 ઓક્ટોબર સુધીમાં સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે. અંબાલાલ પટેલે કહ્યું કે, સૌરાષ્ટ્ર સહિતનાં ભાગોમાં વરસાદની અસર થઈ શકે છે.
આ પણ વાંચો - Ahmedabad : SG હાઇવે પર ફરી એકવાર 'Hit and Run', શ્રમિકનું ઘટના સ્થળ પર જ મોત