Weather Forecast : હવામાન વિભાગ, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કરી આગાહી
- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અખાત્રીજના પવન આધારે કરી આગાહી (Weather Forecast)
- હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ કરી કમોસમી વરસાદની આગાહી
- કેટલાક વિસ્તારમાં કરા સાથે વરસાદી પડવાની કરી આગાહી
- 3 થી 6 મે સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
Weather Forecast : રાજ્યમાં હાલ લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. મોટા ભાગનાં જિલ્લાઓમાં પારો 44 ડિગ્રીની નજીક નોંધાયો છે. ત્યારે હીટવેવ (Heatwave) અને ભીષણ ગરમીનાં માહોલ વચ્ચે હવામાન વિભાગ (Meteorological Department), હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ (Ambalal Patel) અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ (Paresh Goswami) માવઠાને લઈ મોટી આગાહી કરી છે. આવનારા દિવસોમાં ગુજરાતનાં હવામાનમાં પલટો આવવાની પ્રબળ શક્યતાઓ છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે અખાત્રીજના પવનને જોતા વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીએ કરી આ આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) અખાત્રીજના પવનને જોતા વરસાદની આગાહી કરતા કહ્યું કે, વરસાદ સાનુકૂળ રહેવાની શક્યતા છે. હોળી અને અખાત્રીજનો પવનો વરસાદ માટે સાનુકુળ રહ્યા છે. વરસાદ માટેની પ્રિ-મોન્સૂન એક્ટિવિટી (Pre-monsoon Activity) પણ શરૂ થઈ શકે છે. બીજી તરફ હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ (Paresh Goswami) આગાહી કરતા કહ્યું કે, 3 થી 10 મે દરમિયાન રાજ્યમાં માવઠું પડવાની શક્યતાઓ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. જ્યારે કેટલાક વિસ્તારમાં કરા સાથે વરસાદની આગાહી છે.
3 થી 6 મે સુધી કમોસમી વરસાદની આગાહી : હવામાન વિભાગ
હવામાન વિભાગની (Meteorological Department) વાત કરીએ તો વિભાગે 3 થી 6 મે સુધી કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરી છે. કાળઝાળ ગરમી બાદ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરતા વિભાગે જણાવ્યું કે, 3 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, ડાંગ, વલસાડ, દમણમાં વરસાદ પડવાની (Weather Forecast) આગાહી છે.
4 મેના રોજ:
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
5 મેના રોજ :
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દિવમાં વરસાદની આગાહી
6 મેના રોજ :
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર, હવેલી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી