Weather News: હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી, જાણો કયા પડશે વરસાદ અને ઠંડી
- Weather News: ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદનું જોખમ
- દેશના મોટા ભાગના વિસ્તારમાં ઠંડીનું જોર વધશે
- ગાઢ ધુમ્મસ સાથે ઠંડા પવનોનું રોદ્રસ્વરૂપ દેખાશે
Weather News: હવામાન વિભાગે બેવડી ઋતુની આગાહી કરી છે. જેમાં ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદનું જોખમ છે. તથા દેશના મોટા ભાગના વિસ્તારમાં ઠંડીનું જોર વધશે. ગાઢ ધુમ્મસ સાથે ઠંડા પવનોનું રોદ્રસ્વરૂપ દેખાશે. દક્ષિણના રાજ્યોમાં પણ વરસાદ ચિંતા વધારશે. તથા લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો પારો ગગડતા અને શીત લહેરો ફૂંકાવાના કારણે ગુજરાત(Gujarat)માં ઠંડી વધી છે.
મોટાભાગના શહેરોમાં ધ્રુજાવી દે તેવી ઠંડીનો અહેસાસ
અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ધ્રુજાવી દે તેવી ઠંડીનો અહેસાસ થયો હતો. જેમાં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 5 દિવસ તાપમાનમાં કોઇ ફેરફાર થશે નહીં એટલે કે હજી પાંચ દિવસ આ જ પ્રકારનું હવામાન રહેતા ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. જોકે ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે અને ઠંડીનું જોર ઘટી શકે છે. 7 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12.5 અને મહત્તમ તાપમાન 24.6 ડિગ્રી નોંધાયું હતું.
Weather News: લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી
હવામાન વિભાગના વેધર નોટિફિકેશન પ્રમાણે, રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. એટલે કે જે પ્રકારની ઠંડી અનુભવાઇ રહી છે. તે જ પ્રકારનું વાતાવરણ આગામી પાંચ દિવસ દરમિયાન જોવા મળી શકે છે. જોકે ત્યારબાદ ધીમે-ધીમે રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધઇ શકે છે. આ વધારો 2થી 3 ડિગ્રી સુધીનો હોઇ શકે છે. જેના પગલે ઠંડીમાં થોડી રાહત રહી શકે છે.
અમદાવાદમાં 24.6, ઓખામાં 24.6, ગાંધીનગરમાં 24.5 ડિગ્રી મહત્તમ તાપમાન
ગુજરાતમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો સુરતમાં 30.8 ડિગ્રી, રાજકોટમાં 30.5, મહુવામાં 29.4, પોરબંદરમાં 28.8, કેશોદમાં 28.5, ભુજમાં 28.3, ડીસામાં 28, નલિયામાં 28, વેરાવળમાં 27.8, કંડલા પોર્ટમાં 27.6, વડોદરામાં 27.4, દ્વારકામાં 27.3, સુરન્દ્રેનગરમાં 27.3, ભાવનગરમાં 26.2, વલ્લભ વિદ્યાનગરમાં 25.7, અમદાવાદમાં 24.6, ઓખામાં 24.6, ગાંધીનગરમાં 24.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો:Ahmedabad સહિત રાજ્યમાં ઠંડીનું જોર, જાણો કયા શહેરમાં છે સૌથી નીચું તાપમાન


