Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Weather News : ગુજરાતના તાપમાનમાં મોટાપ્રમાણમાં થશે ઘટાડો, જાણો શું છે હવામાન નિષ્ણાતની આગાહી

ઉત્તર ભારત પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે તાપમાનમાં ઘટાડો થશે
weather news   ગુજરાતના તાપમાનમાં મોટાપ્રમાણમાં થશે ઘટાડો  જાણો શું છે હવામાન નિષ્ણાતની આગાહી
Advertisement
  • આગામી દિવસમાં ગરમીમાંથી લોકોને મળશે રાહત
  • આવનારા દિવસમાં હવામાનમાં મોટો પલટો આવશે
  • ઉત્તર ભારત પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે થશે ઘટાડો

Weather News : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં આગામી દિવસમાં ગરમીમાંથી લોકોને રાહત મળશે. તેમજ આવનારા દિવસમાં હવામાનમાં મોટો પલટો આવશે. ઉત્તર ભારત પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે તાપમાનમાં ઘટાડો થશે. જેમાં ગુજરાતમાં તાપમાનમાં મોટાપ્રમાણમાં ઘટાડો થશે. તેમાં 10 એપ્રિલથી બેથી ત્રણ ડીગ્રી તાપમાનમાં ઘટાડો થશે. તેમજ 11 એપ્રિલથી 15 એપ્રિલ સુધીમાં તાપમાનમાં ઘટાડો થશે. 15 એપ્રિલ બાદ ફરી એકવાર તાપમાનમાં વધારો થશે. 15 એપ્રિલ બાદ હિટવેવનો નવો એક રાઉન્ડ શરૂ થશે.

ગુજરાતના કંડલામાં તાપમાનનો પારો 45.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો

બુધવારે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ગરમીના મોજા વચ્ચે ઓછામાં ઓછા 26 હવામાન મથકોએ મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ નોંધ્યું હતું. ગુજરાતના કંડલામાં તાપમાનનો પારો 45.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો, જે આ દિવસે દેશનું સૌથી વધુ તાપમાન હતું. રાજકોટમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 44 ડિગ્રી સેલ્સિયસ અને સુરેન્દ્રનગરમાં 43ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Advertisement

Advertisement

અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું

દરિયાકાંઠાના શહેર પોરબંદરમાં, તાપમાનનો પારો અસામાન્ય રીતે વધીને 43 ડિગ્રી સેલ્સિયસ થયો, જે સામાન્ય કરતા 8.8 ડિગ્રી વધારે છે. રાજ્યના ડીસા અને અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. રાજસ્થાનમાં, પિલાનીમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ, ફલોદી અને ચુરુમાં અનુક્રમે 43 ડિગ્રી સેલ્સિયસ અને 43.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે બિકાનેર અને જયપુરમાં મહત્તમ તાપમાન અનુક્રમે 43.4 ડિગ્રી સેલ્સિયસ અને 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આમાંના ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતા છ થી આઠ ડિગ્રી વધારે હતું.

આ પણ વાંચો: GATE GCCI Annual Trade Expo 2025 : ગુજરાત ચેમ્બરના ટ્રેડ એક્સ્પોનું સહકાર મંત્રી અમિતભાઈ શાહે ઉદ્ધાટન કર્યું

Tags :
Advertisement

.

×