Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

West Bengal માં પરિવર્તનની લહેર, ભાજપના વિજયને ગુજરાતમાં વસતા બંગાળી સમાજે ઉત્સાહભેર વધાવ્યો

પશ્ચિમ બંગાળમાં ભાજપના ભવ્ય વિજયથી ગુજરાતના સુરત, વડોદરા અને રાજકોટમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સુરતના બંગાળી સમાજે સત્તા પરિવર્તનને આવકારી રોજગારી અને વિકાસની આશા વ્યક્ત કરી છે, જ્યારે વડોદરા અને રાજકોટમાં ભાજપ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને ઝાલમુડી ખાઈને આ જીતની ભવ્ય ઉજવણી કરી છે.
west bengal માં પરિવર્તનની લહેર  ભાજપના વિજયને ગુજરાતમાં વસતા બંગાળી સમાજે ઉત્સાહભેર વધાવ્યો
Advertisement
  • West Bengal માં ભાજપની ભવ્ય જીત સાથે સત્તા પરિવર્તન
  • સુરતના બંગાળી સમાજમાં ખુશી અને વિકાસની આશા
  • મમતા સરકારના શાસન અને રોજગારીના અભાવ સામે રોષ

West Bengal Election Victory Celebration in Gujarat: પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની ચૂંટણીનું આજે પરિણામ આવી ગયું છે. જેમાં ભાજપે (BJP) ભવ્યો વિજય મેળવતાં રાજકીય ક્ષેત્રે નવી દિશા ખૂલી છે. આ જીતને માત્ર બંગાળમાં જ નહીં, પરંતુ ગુજરાતમાં વસતા બંગાળી સમાજ (Bengali Community) દ્વારા પણ હર્ષોલ્લાસ સાથે વધાવવામાં આવી છે. સુરતમાં વસતા બંગાળી પરિવારોનું માનવું છે કે બંગાળમાં સત્તા પરિવર્તન અત્યંત અનિવાર્ય હતું. લાંબા સમયથી મમતા બેનર્જીના શાસનમાં જનતા ત્રાસ અનુભવી રહી હતી અને વહીવટીતંત્રમાં સુધારાની પ્રબળ માંગ હતી. ખાસ કરીને સામાજિક સ્તરે વિવિધ વર્ગો વચ્ચે જે વર્ગવિગ્રહ જોવા મળતો હતો, તેનાથી રાજ્યની શાંતિ જોખમાઈ હતી. હવે ભાજપની સરકાર આવતા સુશાસન સ્થાપિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

વિકાસ અને રોજગારીના નવા દ્વાર

બંગાળી સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે અગાઉના શાસનમાં સામાન્ય લોકોને કેન્દ્રીય સરકારી યોજનાઓનો (Government Schemes) સીધો લાભ મળતો નહોતો, જેના કારણે પાયાની સુવિધાઓથી વંચિત રહેવું પડતું હતું. સૌથી ગંભીર સમસ્યા રોજગારીનો અભાવ (Lack of Employment) હતી, જેને કારણે બંગાળના હજારો યુવાનોએ અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવું પડતું હતું. ભાજપની નવી સરકાર પાસે હવે લોકોની ઘણી અપેક્ષાઓ છે. ઔદ્યોગિક વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે નવા રોકાણો આવશે તો સ્થાનિક સ્તરે જ રોજગારીની તકો ઊભી થશે. સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા બંગાળી કારીગરોમાં પણ આ જીતને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.west bengal election_gujarat celebration_gujaratfirst. 135

Advertisement

ગુજરાતના શહેરોમાં ભવ્ય વિજયી જશ્ન

બંગાળની આ જીતનો જશ્ન (Celebration) ગુજરાતના મુખ્ય શહેરોમાં પણ જોવા મળ્યો હતો. વડોદરામાં ડેરી ડેન સર્કલ પાસે શહેર ભાજપ દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ (Activists) હાજર રહ્યા હતા. કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને બંગાળી સંસ્કૃતિની ઓળખ સમાન 'ઝાલમુડી' ખવડાવી હતી.

Advertisement

west bengal election_gujarat celebration_gujaratfirst. 112

રાજકોટમાં પણ ઝાલમૂડી ખાઈ ઉજવણી

રાજકોટમાં પણ કિશાનપરા ચોક ખાતે શહેર ભાજપ દ્વારા વિજય સરઘસ અને ઉજવણી કરવામાં આવી હતી. આ જીતથી કાર્યકર્તાઓમાં નવો જોમ અને ઉત્સાહ (Enthusiasm) છવાયો છે. ગુજરાતમાં વસતા લોકોનું માનવું છે કે બંગાળમાં થયેલો આ ફેરફાર રાષ્ટ્રીય રાજકારણ માટે પણ ખૂબ જ મહત્વનો સાબિત થશે.

west bengal election_gujarat celebration_gujaratfirst. 22

આ પણ વાંચોઃ Umreth માં ફરી કેસરિયો લહેરાયો, Harshad Parmar નો પ્રચંડ વિજય, કોંગ્રેસે હારનું ઠીકરું EVM પર ફોડ્યું

Tags :
Advertisement

.

×