ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પશ્ચિમ રેલવે અમદાવાદની JC બેંકના ડાયરેક્ટર પદની ચૂંટણીમાં પ્રચાર તેજ

પશ્ચિમ રેલવે અમદાવાદ હસ્તગત આવેલી JC બેંકના ડિરેક્ટર પદની ચૂંટણીમાં રસાકસી ભર્યો જંગ જામ્યો છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના ઉમેદવારો વચ્ચે 22 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીને લઈને પ્રચાર-પ્રસાર તેજ કરાયો છે.આગામી 22 ડિસેમ્બર 2025ના રોજ યોજાનારી JC એટલે કે જેક્સન કો ઓપરેટીવ બેંકના ડિરેક્ટર પદની ચૂંટણીને લઈને ઉમેદવારો સામસામે મેદાને ઉતર્યા છે.
12:11 AM Dec 14, 2025 IST | PARTH PANDYA
પશ્ચિમ રેલવે અમદાવાદ હસ્તગત આવેલી JC બેંકના ડિરેક્ટર પદની ચૂંટણીમાં રસાકસી ભર્યો જંગ જામ્યો છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના ઉમેદવારો વચ્ચે 22 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીને લઈને પ્રચાર-પ્રસાર તેજ કરાયો છે.આગામી 22 ડિસેમ્બર 2025ના રોજ યોજાનારી JC એટલે કે જેક્સન કો ઓપરેટીવ બેંકના ડિરેક્ટર પદની ચૂંટણીને લઈને ઉમેદવારો સામસામે મેદાને ઉતર્યા છે.

Ahmedabad : પશ્ચિમ રેલવે અમદાવાદની JC બેંકના ડાયરેક્ટર પદની ચૂંટણીમાં જંગ જામ્યો છે. જેમાં WREU અને WRMSના ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ ખેલાવવા જઇ રહ્યો છે. 22 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે. જેને લઇને પ્રચાર-પ્રસાર તેજ કરી દેવામાં આવ્યો છે. ડિવિઝનની વિવિધ બેઠકોને લઇને ડિરેક્ટર પદને લઇને ઉમેદવારોએ તમામ તાકાત પ્રચારમાં જોખી દીધી છે. અમદાવાદ સહિત મુંબઇ અને રતલામ બેઠકને લઇને પણ પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. આ વચ્ચે WREU એ અમદાવાદમાં ઉમેદવારો માટે પ્રચાર કર્યો છે.

વિવિધ ઝોનમાં જઇને મતદારોને સમજાવ્યા

22 ડિસેમ્બરના રોજ બેંકના ડિરેક્ટર પદની ચૂંટણી માટે અમદાવાદ ડિવિઝનથી મલકેશ મીણા અને સંગીતા દેસાઇ ઉમેદવાર છે. જ્યારે રતલામ ડિવિઝનથી નમિતા કુમાયુએ ઉમેદવારી નોંધાવી છે. મુંબઇ ડિવિઝનથી ગજવિયે જિતેન્દ્ર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. WRMS તરફથી મનિષ કુલકર્ણી અને રવિન્દ્ર મીણા ઉમેદવાર છે. જ્યારે અમદાવાદથી જયેન્દ્ર ચૌહાણ લડી રહ્યા છે. બીજી બાજુ WREUના સંયુક્ત મંડલ મંત્રી સંજયભાઈ સૂર્યબલીએ પણ ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કર્યો છે. અમદાવાદના વિવિધ ઝોનમાં જઇને મતદારોને સમજાવવામાં આવી રહ્યા છે.

ચૂંટણી ચિન્હ સહિતની માહિતી અપાઇ

આ ચૂંટણી બેલેટ પેપરથી થનાર હોવાથી મતદારોને તમામ વિગતોથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આ ચૂંટણીમાં રેલવેના કર્મચારીઓ જ મતદાન કરી શકે છે. કોણ કેટલા વોટ આપી શકે છે તે સહિતની માહિતીથી તમામને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. સાથે જ ચૂંટણી ચિન્હ અંગેની પણ સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે. હજી ચૂંટણીને વાર છે, આવનાર દિવસોમાં ભારે રસાકસીભર્યો માહોલ જામે તો નવાઇ નહીં. ચૂંટણી જીતવા માટે તમામ ઉમેદવારકો પ્રચાર-પ્રસારમાં કોઇ પણ કચાશ છોડવા માંગતા નથી.

આ કારણોસર ચૂંટણી મહત્વની

આ ચૂંટણી પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે JC બેંક રેલવે કર્મચારીઓના કોઓપરેટિવ બેંક તરીકે તેમના નાણાકીય હિતોનું રક્ષણ કરે છે. આ ડિરેક્ટર પદ બેંકના બોર્ડમાં રેલવે કર્મચારીઓના પ્રતિનિધિત્વને મજબૂત કરશે, જેમાં લોન, બચત યોજનાઓ અને કર્મચારી કલ્યાણ કાર્યક્રમોના નિર્ણયોમાં તેમની ભૂમિકા નક્કી થશે.

આ પણ વાંચો -------  Ahmedabad : નારોલમાં ગેસ સિલિન્ડર ફાટતા ઘરમાં વિકરાળ આગ ભભૂકી ઊઠી, 4 દાઝ્યા!

Tags :
AhmedabadGujaratGujaratFirstJCBankElectionRailwayEmployeesWesternRailwayWREUWRMS
Next Article