આ તે કેવો વિરોધ, લાલુની પાર્ટી RJD એ નવી સંસદને શબપેટી સાથે સરખાવી !
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થયા બાદ પણ રાજકીય બબાલ અટકવાનું નામ નથી લઈ રહી. આ દરમિયાન લાલુ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)એ નવી સંસદ ભવનને શબપેટી સાથે સરખાવી છે. બીજી તરફ નીતિશ કુમારની પાર્ટી જેડીયુ (JDU)એ પણ નવી સંસદના ઉદ્ઘાટન પર નિશાન સાધ્યું છે. જેડીયુએ તેને તાનાશાહી ગણાવી છે. તમને જણાવી દઈએ કે લગભગ 20 વિપક્ષી દળોએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કર્યો છે. કોંગ્રેસ, TMC, આમ આદમી પાર્ટી, RJD, SP અને JDU સહિત તમામ પક્ષોએ નવી સંસદના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો નથી.
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યા પછી, આરજેડીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર કેપ્શન સાથે નવી સંસદ અને શબપેટીનો ફોટો ટ્વીટ કર્યો, 'યે ક્યા હૈ?'.
ये क्या है? pic.twitter.com/9NF9iSqh4L
— Rashtriya Janata Dal (@RJDforIndia) May 28, 2023
ભાજપે વળતો પ્રહાર કર્યો
ભાજપના RJDના આ ટ્વીટ પર પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પલટવાર કર્યો અને લખ્યું કે 'આજનો દિવસ ઐતિહાસિક ક્ષણ છે અને દેશને ગર્વ છે. તમે નજરબટ્ટુ છો અને બીજું કંઈ નથી.
आज एक ऐतिहासिक पल है और देश गौरवान्वित है। आप नजरबट्टू है और कुछ नहीं। छाती पीटते रहिए।
२०२४ में देश की जनता आपको इसी ताबूत में बंद करके गाढ़ देगी और नए लोकतंत्र के मंदिर में आप को आने का मौका भी नहीं देगी। चलिए यह भी तय हुआ संसद देश का ताबूत आपका।#MyParliamentMyPride pic.twitter.com/DBpuHVVVqJ— Gaurav Bhatia गौरव भाटिया 🇮🇳 (@gauravbh) May 28, 2023
ઉદ્ઘાટનને લઈને વિપક્ષો વચ્ચે બોલાચાલી
નોંધપાત્ર વાત એ છે કે, નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે ઘણી વિપક્ષી પાર્ટીઓ નવી સંસદને લઈને કેન્દ્ર સરકારને ભીંસમાં લઈ રહી છે. કોંગ્રેસ સહિત 20 વિપક્ષી દળોએ આજે યોજાનાર ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો નથી. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ઈતિહાસ બદલનારી ભાજપ સરકાર એક દિવસ ખુદને બદલશે.
શાહરૂખે નવી સંસદની પ્રશંસા કરી હતી
બીજી તરફ, ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાને ટ્વિટ કરીને સંસદની નવી ઇમારતની સુંદરતાની પ્રશંસા કરી હતી. જેના જવાબમાં પીએમ મોદીએ લખ્યું કે નવું સંસદ ભવન લોકતાંત્રિક શક્તિ અને પ્રગતિનું પ્રતીક છે જે પરંપરાને આધુનિકતા સાથે જોડે છે. આ સિવાય અભિનેતા કમલ હાસને તમામ પક્ષોને મતભેદો ભૂલીને નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને રાષ્ટ્રીય એકતાનો અવસર બનાવવાની અપીલ કરી છે.
આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદીએ ‘રાજદંડ’ સામે પ્રણામ કર્યા બાદ સંસદમાં સેંગોલ સ્થાપિત કર્યું


