Rahul Gandhi એ ચૂંટણી પંચ પર શું આરોપ લગાવ્યા? સરળ ભાષામાં વિસ્તારપૂર્વક સમજો
- Rahul Gandhi એ જ્ઞાનેશ કુમારને વોટ ચોરોના રક્ષક ગણાવ્યા, કહ્યું- હવે આવશે ડ્રાઇડ્રોજન બોમ્બ
- રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર શું આરોપ લગાવ્યા ? સરળ ભાષામાં વિસ્તારપૂર્વક સમજો
- રાહુલે જણાવ્યું- ચૂંટણી પંચ કેવી રીતે કરી રહ્યું છે હેરાફેરી
- જ્ઞાનેશ કુમારને એક સપ્તાહનો સમય
- ચૂંટણી પંચે અલંદ વિધાનસભાની તપાસ કેમ બંધ કરી
વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ( Rahul Gandhi ) ગુરૂવાર 18 સપ્ટેમ્બરે આતુરતાથી રાહ જોવાઈ રહેલી પ્રેસ કોન્ફ્રન્સમાં હાઈડ્રોજન બોમ્બ તો ફોડ્યો નહતો, પરંતુ ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશ્નર (CEC) જ્ઞાનેશ કુમારને કડક ચેતવણી આપી દીધી છે. રાહુલે સીઈસી જ્ઞાનેશ કુમાર ગુપ્તાને વોટ ચોરોના રક્ષક ગણાવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમને આગ્રહ કરતા કહ્યું છે કે, જ્ઞાનેશ કુમાર, જી પોતાનું કામ કરો અને તમે શપથ લઈ લીધી છે. કર્ણાટક સીઆઈડીને માહિતી આપો..
હાઈડ્રોજન બોમ્બના ખુલાસા વિશે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે,- અમે ટૂંક જ સમયમાં હાઈડ્રોજન બોમ્બનું પ્રદર્શન કરીશું. મેં મારી ટીમને કહ્યું છે કે,જ્યાર સુધી અમારા પાસે 100 ટકા (બ્લેક એન્ડ વાઈટ) પૂરાવા નહીં હોય ત્યાર સુધી હું મંચ ઉપર જઈશ નહીં. અમને આ પ્રેજેન્ટેશન પૂરૂં કરવામાં બેથી ત્રણ મહિના લાગશે અને આમાં તમને કોઈ જ આશંકાઓ રહેશે નહીં કે ભારતમાં એક પછી એક રાજ્ય ચૂંટણીઓમાં ચોરી થઈ રહ્યા છે.
Rahul Gandhi એ જણાવ્યું- ચૂંટણી પંચ કેવી રીતે કરી રહ્યું છે હેરાફેરી
મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર પર સીધો હુમલો કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, 18 મહિનાઓમાં સીઆઈડીને ચૂંટણી પંચને 18 પત્ર મોકલ્યા છે, જેમાં આઈપી એડ્રેસ અને ઓટીપી વિશે માહિતી માંગવામાં આવી છે. ચૂંટણી પંચે અત્યાર સુધી કોઈ જ માહિતી આપી નથી. કેમ કે આ માહિતી અમને તે જગ્યા સુધી લઈ જશે જ્યાં વોટ ચોરીનું કેન્દ્રીકૃત ઓપરેશન ચાલી રહ્યું છે. ગાંધીએ કહ્યું- મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર કર્ણાટક સીઆઈડીને તે માહિતી આપી રહ્યાં નથી કે, આ કોણ કરી રહ્યું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો દાવો છે કે હું તે સ્પષ્ટ કરી દેવા માંગું છું કે ભારતના ચૂંટણી પંચની અંદરથી માહિતી આવી રહી છે અને તે રોકાવાની નથી. તેમણે કહ્યું કે, લોકતંત્રને માત્ર ભારતની જનતા જ બચાવી શકે છે. એકલો રાહુલ ગાંધી તેને બચાવી શકશે નહીં.
આ પણ વાંચો- Jamnagar : ધ્રોલ-જાલીયા-માનસર રોડ પર અકસ્માત, બાઇકચાલકનું મોત!
Rahul Gandhi એ જ્ઞાનેશ કુમારને આપ્યો એક સપ્તાહનો સમય
રાહુલ ગાંધીએ કહ્યું કે, હું ભારતના યુવાઓને કહેવા માંગું છું કે તેઓ લોકતંત્રના હત્યારાઓનો બચાવ કરી રહ્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યું, અમારી માંગ છે કે મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર એક સપ્તાહની અંદર ઈન ફોર્મ અને ઓટીપીનું વિવરણ/ડેટા જાહેર કરે.
કોંગ્રેસ નેતાએ વધુ એક બાબતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, એક વ્યક્તિ સવારે 4:07 વાગે ઉઠે છે અને 36 સેકન્ડમાં નામ હટાવવાનું ફોર્મ ભરી દે છે. ગાંધીએ કહ્યું, હું ભારતના યુવાઓને કહી રહ્યો છું કે તેઓ 36 સેકન્ડમાં ફોર્મ ભરવાની કોશિશ કરે. ગાંધીએ કહ્યું, અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ કામ એક કેન્દ્રીકૃત સ્તર પર, એક કોલ સેન્ટરમાં કરવામાં આવે છે. ગાંધીએ આરોપ લગાવ્યો છે કે સૌથી વધારે નામ હટાવવાનું કામ કોંગ્રેસના મજબૂત ગઢોમાં કરવામાં આવ્યું છે.
રાહુલ ગાંધીનો આરોપ છે કે કર્ણાટકની અલંદ સીટ પર કોઈએ 6018 વોટ ડિલીટ કરવાની કોશિશ કરી. તેમણે કહ્યું, એક BLOએ દેખ્યું કે તેમના કાકાનું નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે, તો તેમને પોતાના પડોશમાં રહેતા પોતાના કાકાને આ વિશે જાણકારી આપીને પૂછ્યું કે, તમે તમારૂં નામ મતદાન યાદીમાંથી કઢાવવા માટે અરજી આપી હતી? તો તેમના કાકાએ કહ્યું કે, આ વિશે મને કોઈ જ જાણકારી નથી. મેં મારૂં નામ મતદાન યાદીમાંથી કઢાવ્યું નથી.
રાહુલ ગાંધીએ તે મતદાતાઓને જીવિત રજૂ કર્યા, જેમના નામ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. જેમનો નામોનિશાન મતાદાત યાદીમાંથી ચૂંટણી પંચે ઉડાવી દીધું હતું.
મતદાતાઓના નામ હટાવવા માટે મોબાઈલ નંબરનો ઉપયોગ- Rahul Gandhi
રાહુલ ગાંધીએ 63 વર્ષની ગોદાબાઈ નામની એક મહિલાનું પરિચય કરાવ્યો હતો. જેમના નામે મતદાન યાદીમાંથી અન્ય લોકોના નામ હટાવવા માટે અરજી દાખલ કરવામં આવી હતી. રાહુલ ગાંધીએ તેમનો વીડિયો બતાવ્યો જેમાં તેમને દાવો કર્યો કે તેમને ક્યારેય કોઈનું નામ હટાવવા માટે અરજી કરી નથી કે આવી અરજી સાથે તેમને કંઈ જ લેવા-દેવા નથી. તે ઉપરાંત રાહુલ ગાંધીએ કેટલાક મોબાઈલ નંબર વિશે પણ માહિતી આપીને જણાવ્યું કે, આ નંબરોનો ઉપયોગ મતદાતાઓના નામ હટાવવા માટે કરવામાં આવ્યો હતો. જ્યારે આ મતદાતાઓના નામ હટાવવા માટે કોઈ અરજી પણ કરવામાં આવી નહતી.
ચૂંટણી પંચે અલંદ વિધાનસભાની તપાસ કેમ બંધ કરી
કર્ણાટકના કલબુર્ગી જિલ્લાના અલંદ વિધાનસભા ક્ષેત્રમાં 5,994 મતદારોને વ્યવસ્થિત રીતે હટાવવાના પ્રયાસની તપાસ ઠપ થઈ ગઈ છે. આ મામલો 2023ની વિધાનસભા ચૂંટણી પહેલાં ફોર્મ 7માં છેતરપિંડી કરીને મતદારોને હટાવવાના પ્રયાસ સાથે સંબંધિત છે, અને આ મામલો ઠંડો પડી ગયો છે કારણ કે ચૂંટણી પંચે હજુ સુધી આરોપીઓને પકડવા માટે જરૂરી મહત્વપૂર્ણ ડેટા શેર કર્યો નથી. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, અલંદના પેટર્ન પર હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ હેરાફેરી કરવામાં આવી છે.
આ પણ વાંચો- Press Conference માં, તેઓ હાઇડ્રોજન બોમ્બ ફોડવાના હતા પણ સુરસુરિયું થઈ ગયું: ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર
પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધતા કહ્યું, "હું આ વાત હળવાશથી નથી કહી રહ્યો, પરંતુ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે કહી રહ્યો છું." તેમણે કહ્યું, "યુવાનોને એ સમજવામાં મદદ કરવા માટે કે આ દેશમાં મતોની હેરાફેરી કેવી રીતે થઈ રહી છે, આ એક બીજું માઈલસ્ટોન છે." ગાંધીએ કહ્યું, "ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કેટલાક લોકોનું રક્ષણ કરી રહ્યા છે, પરંતુ લોકતંત્રને બરબાદ કરી રહ્યા છે."
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે તેમની વ્યાપક પ્રચારિત પ્રેસ કોન્ફરન્સમાં "વોટ ચોરી" પર પુરાવાઓ અંગે કહ્યું કે કેટલાક લોકોનું એક જૂથ સમગ્ર ભારતમાં લાખો મતદારોને હટાવવા માટે તેમને નિશાન બનાવી રહ્યું છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમણે આ કેવી રીતે થઈ રહ્યું છે તેના 100 ટકા પુરાવા મેળી આવ્યા છે.
અલંદ વિધાનસભામાં હેરાફેરીનો નવો મામલો
કર્ણાટકના અલંદ વિધાનસભા ક્ષેત્રમાં 2023ની વિધાનસભા ચૂંટણી પહેલાં થયેલી કથિત મતદાર છેતરપિંડીનો મામલો હવે સામે આવ્યો છે. આ ગોટાળામાં ફોર્મ 7 દ્વારા અનેક પરિવારોના મતદારોને ખોટી રીતે હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ મતદારો "ટ્રાન્સફર" થઈ ગયા છે. આ છેતરપિંડી એક કોંગ્રેસી કાર્યકર્તાની સજાગતા અને તેમના ઉમેદવારની સક્રિયતાને કારણે ઉજાગર થઈ હતી. 'ધ હિન્દુ' પાસે SDMને સોંપવામાં આવેલી 38 અરજીઓની નકલો ઉપલબ્ધ છે, જે આ ગોટાળાની ગંભીરતા દર્શાવે છે.
ઘટનાની શરૂઆત 2023ની શરૂઆતમાં થઈ, જ્યારે અલંદ ક્ષેત્રના એક નાના ગામમાં 47 ફોર્મ 7 અરજીઓ દાખલ કરવામાં આવી. આમાં અશોક કુમાર (નામ બદલાયું છે)ના પરિવાર સહિત અનેક મતદારોને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અશોક કુમાર, જે એક કોંગ્રેસી કાર્યકર્તા છે, તેમણે જણાવ્યું કે તેમની બહેન, જે આંગણવાડી શિક્ષિકા અને બૂથ લેવલ ઓફિસર (BLO) છે, તેણે તેમને આ નકલી અરજીઓ વિશે જાણ કરી. અશોકે કહ્યું, "મારી બહેને મને આ અરજીઓ વિશે ચેતવ્યો હતો. મારા પરિવારના અનેક મતદારોને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, એવો દાવો કરીને કે અમે હવે ગામમાં રહેતા નથી, જે સંપૂર્ણ ખોટું હતું. આ અરજીઓ અમારા ગામની એક મહિલાના નામે કરવામાં આવી હતી, જેમણે દાવો કર્યો કે તેમણે આવી કોઈ અરજી કરી નથી."
અશોક કુમારે તાત્કાલિક આ માહિતી તેમના ઉમેદવાર બી.આર. પાટીલને આપી હતી. પાટીલે મામલાને ગંભીરતાથી લીધો અને કાર્યકર્તાઓને સૂચના આપી કે તેઓ અન્ય ગામોમાં પણ આવા જ પેટર્નની તપાસ કરે. ટૂંક સમયમાં જ ખબર પડી કે આ છેતરપિંડી વ્યાપક સ્તરે થઈ રહી હતી. પાટીલે કહ્યું, "જેવું અમને આ છેતરપિંડીની જાણકારી મળી, અમે અમારા કાર્યકર્તાઓને તેમના ગામોમાં ફોર્મ 7ની તપાસ કરવા કહ્યું હતુ. ટૂંક સમયમાં અમને વોટ કાપવાના કૌભાંડનો અહેસાસ થયો હતો. અમે તમામ અસરગ્રસ્ત મતદારો—જેમના મતદારોને ખોટી રીતે હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અથવા જેમની ઓળખનો દુરુપયોગ કરવામાં આવ્યો—તેમને SDM (સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ) પાસે ફરિયાદ નોંધાવવા પ્રેરિત કર્યા. પરંતુ આ ગ્રામીણ વિસ્તાર છે અને અમારા ઘણા સમર્થકોને ફરિયાદ કરવામાં ડર લાગ્યો હતો. પરંતુ તે છતાં અમે 38 એવા મતદારોની ફરિયાદ નોંધાવી હતી."
Rahul Gandhi એ કહ્યું- અત્યંત ચાલાકીભરી છેતરપિંડી
છેતરપિંડીની રીત અત્યંત ચાલાકીભરી હતી. ફોર્મ 7 અરજીઓ ગામની એક મહિલાના નામે દાખલ કરવામાં આવી હતી, જે પોતે આની જાણકારીથી અજાણ હતી. કુલ 47 અરજીઓમાં અશોકના ગામના ઘણા પરિવારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અસરગ્રસ્ત મતદારોએ SDMને રજૂઆત સોંપી, પરંતુ ગ્રામીણ વિસ્તાર હોવાને કારણે ઘણા સમર્થકો ડરના માર્યા આગળ આવ્યા નહીં.
અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કે તપાસની વિગતો ઉપલબ્ધ નથી, પરંતુ આ મામલે કર્ણાટકમાં ચૂંટણી પ્રક્રિયાની સત્યતા પર સવાલો ઉભા કર્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે આવી છેતરપિંડી ગ્રામીણ વિસ્તારોમાં સામાન્ય છે, જ્યાં મતદાર જાગૃતિ ઓછી હોય છે. અલંદ વિસ્તારમાં આ ઘટના 2023ની ચૂંટણીઓ સાથે જોડાયેલી હોવા છતાં હવે 2025માં ઉજાગર થઈ છે, જે ચૂંટણી પંચ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.
1 સપ્ટેમ્બરે બિહારમાં પોતાની મતદાર અધિકાર યાત્રાના સમાપન સમારોહને સંબોધતા ગાંધીએ કહ્યું હતું કે તેમની પાર્ટી ટૂંક સમયમાં “વોટ ચોરી” વિશે ખુલાસાનો “હાઈડ્રોજન બોમ્બ” લાવશે અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને પોતાનો ચહેરો બતાવી શકશે નહીં.
આ પહેલાં 7 ઓગસ્ટે રાહુલ ગાંધીએ કર્ણાટકના બેંગલુરુ સેન્ટ્રલ સંસદીય ક્ષેત્રના અંતર્ગત આવતા મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રના આંકડાઓનો હવાલો આપ્યો હતો. તેમણે ચૂંટણી પંચ પર ભાજપ સાથે "સાંઠગાંઠ" કરવાનો આરોપ લગાવ્યો હતો.
રાહુલ ગાંધીએ 2024ની લોકસભા ચૂંટણીઓના આંકડાઓનો હવાલો આપતા દાવો કર્યો હતો કે કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રમાં હેરાફેરી દ્વારા એક લાખથી વધુ મતો “ચોરાયા” હતા, અને કહ્યું હતું કે “વોટ ચોરી” આપણા લોકતંત્ર પર “પરમાણુ બોમ્બ” છે.
આ પણ વાંચો- Ghed Bachavo Padyatra : AAP ના નેતા પ્રવીણ રામ ઘેડ બચાવો પદયાત્રામાં થયા બેભાન