ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હાર્દિક પટેલ-પીએમ મોદીની નાનકડી મુલાકાતનો શું અર્થ છે? વજન ઓછું કરોથી લઈને વજન ઓછુ કર્યું? શબ્દોનો શું અર્થ છે

પીએમ મોદીની સ્વાસ્થ્યને લઈને આપેલી સલાહને ગંભીરતાથી લઈને તેના ઉપર કામ કરતો હાર્દિક પટેલ
05:57 PM Aug 26, 2025 IST | Mujahid Tunvar
પીએમ મોદીની સ્વાસ્થ્યને લઈને આપેલી સલાહને ગંભીરતાથી લઈને તેના ઉપર કામ કરતો હાર્દિક પટેલ

અમદાવાદ : પીએમ મોદીની ગુજરાતની મુલાકાત પછી રાજકીય ચર્ચાઓ વધી ગઈ છે. ખાસ કરીને હાર્દિક પટેલ અને પીએમ મોદીની નાનકડી મુલાકાત વિશે અનેક રીતના તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને કુલ રૂ. 5477 કરોડનાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી હતી. જે હેઠળ વડાપ્રધાન મોદી શહેરી વિકાસ વિભાગના ₹ 2548 કરોડ અને રેલવે વિભાગના રૂ. 1404 કરોડ, એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ (રૂ.1122 કરોડ), માર્ગ અને મકાન (રૂ.307 કરોડ) અને રેવન્યૂ વિભાગના (રૂ.96 કરોડ) પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત (ViksitBharatViksitGujarat) કર્યું હતું.

પીએમ મોદી અને હાર્દિક પટેલની તસવીર વાયરલ

આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર તેમની એક તસવીર વાયરલ થઈ રહી છે. કેમ કે આ તસવીર ઉડીને આંખે વળગે તેવી છે. આ તસવીર છે પીએમ મોદી અને હાર્દિક પટેલની.. હાર્દિક પટેલ એકમાત્ર એવા ધારાસભ્ય હશે, જેઓ કદાચ પીએમ મોદીના વેલકમમાં હાજર હતા. આ દરમિયાન બંને વચ્ચે એક નાનકડી રોચક વાત પણ થઈ હતી.

જણાવી દઈએ કે, 2025માં હાર્દિક પટેલ વિરમગામના ભાજપ ધારાસભ્ય તરીકે સક્રિય છે. તાજેતરમાં 25 ઓગસ્ટ 2025ના રોજ, પીએમ મોદીએ અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક જાહેર સભા સંબોધી, જે પાટીદાર બહુલ વિસ્તાર છે. આ સભા દરમિયાન હાર્દિક પટેલની હાજરી નોંધાવી હતી, પરંતુ તેમના નેતૃત્વ હેઠળના પાટીદાર સમુદાયની નારાજગી અને સ્થાનિક સમસ્યાઓ (જેમ કે રસ્તાઓની ખરાબ હાલત અને ડ્રેનેજ) ચર્ચામાં હતી. આ ઘટના દર્શાવે છે કે હાર્દિક અને મોદીના રાજકીય સંબંધો હવે એક જ પક્ષના હોવા છતાં પીએમ મોદીની ગુજરાતની મુલાકાત પહેલા જ ભૂપેન્દ્ર પટેલને પોતાના વિસ્તારમાં યોગ્ય કામ કરવા માટે પત્ર લખ્યો હતો.

આ પણ વાંચો- ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશનની હડતાળ : જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલી સામે વકીલોનો આક્રોશ

હાર્દિક પટેલની નારાજગીને જોતા રાજકારણમાં કંઈક નવા જૂની થવાની વાતોની ચર્ચાઓ ચાલતી થઈ હતી. જોકે, પરંતુ હાર્દિક કે સત્તા તરફથી વધુ કોઈ નિવેદન સામે ન આવતા મુદ્દો ઠરી ગયો હોય તેવું લાગ્યું હતું. પરંતુ એક વખત ફરીથી પીએમ મોદી અને હાર્દિક પટેલની તસવીરે અનેક ચર્ચાઓ ઉભી કરી દીધી છે. રાજકીય ગલીયારાઓમાં એવી પણ ચર્ચા છે કે, આગામી સમયમાં હાર્દિક પટેલને લઈને સરકાર કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

નરેન્દ્રભાઈનો સૈનિક બનવાનો પ્લાન

ગુજરાતના પાટીદાર અનામત આંદોલનના નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતની ચર્ચાઓ સમયાંતરે રાજકીય વર્તુળોમાં થતી રહી છે. 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલે ભાજપ અને મોદી સરકાર સામે આકરી ટીકા કરી હતી, પરંતુ 2022માં તેમણે ભાજપમાં જોડાઈને “નરેન્દ્રભાઈના સૈનિક” બનવાની વાત કરી હતી. આ પરિવર્તન બાદ બંને વચ્ચે મુલાકાતની શક્યતાઓ અંગે ચર્ચાઓ થઈ છે.

પીએમ મોદીની હાર્દિકને સલાહ

પીએમ મોદી અને હાર્દિક પટેલની મુલાકાતની તસવીર સામે આવ્યા પછી તેમના બંને વચ્ચે શું વાતચીત થઈ તેના વિશે પણ જાણકારી સામે આવી છે. મળી રહેલી જાણકારી અનુસાર, આ વખતે જ્યારે પીએમ મોદી હાર્દિક પટેલને મળ્યા ત્યારે કહ્યું કે, વજન ઓછુ કર્યું લાગે છે? તેમના પ્રશ્નના જવાબમાં હાર્દિક પટેલે કહ્યું કે, તમારો આશીર્વાદ છે.

હાર્દિકે પીએમ મોદીની સલાહને લીધી ગંભીરતાથી

પીએમ મોદીએ કેમ કહ્યું કે, વજન ઓછું કર્યું લાગે છે? કેમ કે આ પહેલા મહાત્મા ગાંધી મંદિરમાં પીએમ મોદી અને હાર્દિક પટેલનો ભેટારો થયો હતો તે વખત પીએમ મોદીએ હાર્દિક પટેલને કહ્યું હતું કે, તમારે વજન ઓછું કરવું જોઈએ. પીએમ મોદીની સ્વાસ્થ્યને લગતી લાગતી બાબતને હાર્દિક પટેલે ગંભીરતાથી લીધી અને પોતાનું વજન ઓછું કર્યું.

આમ પીએમ મોદીએ હાર્દિક પટેલને પોતાની પ્રથમ મુલાકાતમાં વજન ઓછું કરવાની સલાહ આપી હતી. તો બીજી વખત મળ્યા ત્યારે હાર્દિક પટેલે પીએમ મોદીની સલાહને અનુસરીને વજન પણ ઓછું કર્યું, જેની નોંધ પીએમ મોદીએ પોતાની બીજી મુલાકાત દરમિયાન લીધી છે. તેથી તેમણે બીજી વખત મળતાની સાથે જ કહ્યું કે, વજન ઓછું કર્યું લાગે છે? હાર્દિકનો નાનકડો જવાબ- તમારા આશીર્વાદ છે.. તો શું હવે પીએમ મોદી હાર્દિક પટેલને ગુજરાતના રાજકારણમાં નવી મોટી ભૂમિકા આપીને આશીર્વાદ આપશે ખરા?

શું ગુજરાતના રાજકારણમાં થશે કઈ નવા-જૂની

તો આગામી સમયમાં પીએમ મોદી હાર્દિક પટેલને ગુજરાતમાં કોઈ નવી ભૂમિકા આપશે કે નહીં? તે અંગે એક નવી ચર્ચા ઉભી કરી દીધી છે. એક સમયે પીએમ મોદી અને ભાજપના કટ્ટર એવા હાર્દિક પટેલ વર્તમાન સમયમાં પીએમ મોદીની સલાહ ઉપર ચાલી રહ્યાં છે, તેની નોંધ પીએમ મોદી પણ લઈ રહ્યાં હોય તેવું દેખાઈ રહ્યું છે. તેથી પ્રશ્ન અને ચર્ચા ઉભી થાય તે સ્વભાવિક છે.

2015થી 2025: હાર્દિક અને પીએમ મોદીનો સંબંધ

2015માં હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન શરૂ કર્યું ત્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સામે આકરા શબ્દોમાં ટીકા કરી હતી. 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન હાર્દિકે મોરબીમાં મોદીની રેલીની સામે સમાંતર રેલી યોજીને પોતાની તાકાત બતાવી હતી. તેમણે મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર “ખોટું બોલવા”નો આરોપ લગાવ્યો હતો, ખાસ કરીને રામ મંદિર અને વિકાસના મુદ્દે.

2019માં હાર્દિકે કોંગ્રેસમાં જોડાઈને મોદી સરકાર પર વધુ હુમલા કર્યા, જેમાં તેમણે મોદીને “વાસ્તવિક મુદ્દાઓથી ભાગનાર” ગણાવ્યા હતા. પરંતુ 2022માં હાર્દિકે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો અને ગાંધીનગરમાં ભાજપના રાજ્ય મુખ્યાલયમાં જોડાતી વખતે કહ્યું, “હું નરેન્દ્રભાઈ મોદીના સૈનિક તરીકે કામ કરીશ.”

શું હાર્દિકે પીએમ મોદીની ગૂડબૂકમાં સ્થાન મેળવી લીધું છે?

તો શું હાર્દિક પટેલે પીએમ મોદીનું વિશ્વાસ કેળવી લીધું છે? શું પીએમ મોદી હાર્દિક પટેલને પોતાના સૈનિક તરીકે સ્વીકારીને ગુજરાતમાં નવી જવાબદારી આપે છે કે નહીં? આ તમામ પ્રશ્નના જવાબ માટે તમારે રાહ જોવી પડી શકે છે. હાલ ગુજરાતના રાજકારણમાં ઘણા બધા ફેરફાર થવા જઈ રહ્યાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

જોકે, ગુજરાતના રાજકારણના નિષ્ણાતોના આ અંગે વિવિધ મંતવ્યો પણ સામે આવ્યા છે. ઘણા નિષ્ણાતો અનુસાર, હાર્દિક પટેલ પીએમ મોદીની ગૂડબૂકમાં સ્થાન મેળવી શક્યો નથી. તો ઘણા નિષ્ણાતોના મતે હાર્દિક પટેલ ઉપર ગુજરાતના રાજકારણમાં પીએમ મોદી મોટો દાવ રમી શકે છે.

આ પણ વાંચો- Gujarat: માત્ર 14 વર્ષની ઉમરે સુરતની આ દીકરીએ લખ્યું PM મોદી પર પુસ્તક

Tags :
#HardikPatelPMModivisit#PMModiGujarattourHardikPatelPMModiprimeministernarendramodi
Next Article