અતુલ સુભાષ અને નિકિતા સિંઘાનિયાનો પુત્ર ક્યાં છે? કોઇને નથી ખબર પરિવારે PM ને લખ્યો પત્ર
- પુત્ર અંગે અતુલના પરિવારને કોઇ માહિતી નહી
- પોલીસે જણાવ્યું તે એક મોટી બોર્ડિંગ સ્કુલમાં કરે છે અભ્યાસ
- પીએમ અને રાષ્ટ્રપતિને અતુલના પરિવારે પત્ર લખીને કરી માંગ
નવી દિલ્હી : પત્ની નિકિતા સિંઘાનિયા અને સસુરાલવાળોની માનસિક પ્રતાડનાથી પરેશાન થઇને અતુલ સુભાષે આત્મહત્યા કરી લીધી હતી. બંન્નેનો ચાર વર્ષનો પુત્ર હતો. અતુલનો રિવાર કસ્ટડી આપવા માટેની માંગ કરી રહ્યો છે.
બેંગ્લુરૂ પોલીસ કરી રહી છે સમગ્ર મામલે તપાસ
AI એન્જિનિયર અતુલ સુભાષ આત્મહત્યા મામલે બેંગ્લુરૂ પોલીસ તેમની પત્ની નિકિતા, સાસુ નિશા અને સાળા અનુરાગની ધરપકડ કરી ચુક્યા છે. અતુલના ઘરવાળા સતત સવાલ ઉઠાવી રહ્યા છે કે, તેમનો પ્રપૌત્ર ક્યાં છે. અતુલના પિતા પવન પોતાના પૌત્રના સંરક્ષણ માટે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પણ પત્ર લખી ચુક્યા છે. બીજી તરફ જૌનપુર પોલીસના ઇન્સપેક્ટરે માહિતી આપી છે કે, અતુલ અને નિકિતાનો માસુમ બાળક ક્યાં છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં હશે 3 મુખ્યમંત્રી! સવારે 7 વાગ્યે પવાર, બપોરે 12 વાગ્યે ફડણવીસ, રાત્રે શિંદે
ફરીદાબાદની એક મોટી બોર્ડિંગ સ્કુલમાં કરે છે અભ્યાસ
ઇન્સપેક્ટર રજનીશ કુમારે જણાવ્યું કે, પોલીસ પુછપરછમાં નિકિતાએ માહિતી આપી છે કે, તેનો પુત્ર ફરીદાબાદની એક મોટી બોર્ડિંગ સ્કુલમાં ભણે છે. તેની દેખરેખ એક સંબંધી કરી રહ્યા છે. આ મામલે એક અન્ય આરોપી નિકિતાના કાકા સુશીલ સિંઘાનિયાએ જણાવ્યું કે, તેમને આ અંગે કોઇ જ માહિતી નથી કે બાળક ક્યાં છે. તેમને તો બાળકના નામ અંગે પણ કોઇ માહિતી નથી.
કાકાએ માંગી ભત્રીજાની કસ્ટડી
આ અગાઉ અતુલ સુભાષના ભાઇ વિકાસ મોદીએ પોતાના ભત્રીજા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વિકાસે કહ્યું કે, શક્યતા છે તો ભત્રીજાની સારસંભાળની જવાબદારી તેમને સોંપવામાં આવે. તેમનો પરિવાર બાળકને પોતાની પાસે રાખવા માટે સંપુર્ણ તૈયાર છે અને તેની યોગ્ય સારસંભાળ કરવા માંગે છે જેથી તેઓ એક સારુ જીવન જીવી શકે.
આ પણ વાંચો : લવ જેહાદ! 20 કરોડ રૂપિયા માટે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા, ગર્ભપાત કરાવ્યો
2019 માં થયા હતા લગ્ન
ઉલ્લેખનીય છે કે, બિહારના રહેવાસી અતુલ સુભાષના લગ્ન જૌનપુરની નિકિતા સિંઘાનિયા સાથે 2019 માં થઇ હતી. બંન્નેનું એ બાળક છે. બાળકના જન્મ બાદ બંન્ને વચ્ચે સંબંધો વણસી ગયા હતા. જેથી બંન્ને અલગ અલગ રહેતા હતા. નિકિતાએ જોનપુરની કોર્ટમાં અતુલ સુભાષની વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. અતુલે માનસિક શોષણથી પરેશાન થઇને આત્મહત્યા કરી લીધી હતી. મરતા પહેલા તેમણે એક કલાકનો વીડિયો પણ બનાવ્યો હતો અને પોતાનો પક્ષ રજુ કર્યો હતો.
આ પણ વાંચો : Delhi : ધક્કામાર પોલિટિક્સમાં નવો વળાંક, રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ