ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chhota Udepur: મૃતદેહને અગ્નિદાહ ક્યાં આપવો?, છોટાઉદેપુરના બોપા ગામમાં સ્મશાનનો વિવાદ, જાણો

Chhota Udepur ના બોપા ગામમાં નાયક સમાજના લોકો માટે અંતિમ સંસ્કારની જગ્યા એક મોટો પ્રશ્ન બની ગઈ છે. વર્ષોથી ઉપયોગમાં લેવાતી જમીન પર ગામના એક વ્યક્તિ રમણ રાઠવાએ પોતાની માલિકીનો દાવો કરી અંતિમક્રિયા રોકી છે અને ફરિયાદની ધમકી આપી છે. આ વિવાદનો ઉકેલ ન આવતા, નાયક સમાજના લોકો ન્યાય માટે બેનરો સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.
02:38 PM Dec 06, 2025 IST | Mahesh OD
Chhota Udepur ના બોપા ગામમાં નાયક સમાજના લોકો માટે અંતિમ સંસ્કારની જગ્યા એક મોટો પ્રશ્ન બની ગઈ છે. વર્ષોથી ઉપયોગમાં લેવાતી જમીન પર ગામના એક વ્યક્તિ રમણ રાઠવાએ પોતાની માલિકીનો દાવો કરી અંતિમક્રિયા રોકી છે અને ફરિયાદની ધમકી આપી છે. આ વિવાદનો ઉકેલ ન આવતા, નાયક સમાજના લોકો ન્યાય માટે બેનરો સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.
CHHOTA UDEPUR_BPA_VILLAGE_gujarat_first
Chhota Udepur Cremation Ground Dispute:છોટાઉદેપુરના બોપા ગામના કોઈ વ્યક્તિનું મોત થાય તે તેની અંતિમક્રિયા(Funeral) કયા કરવી તે એક મુંઝવતો સવાલ ઉભો થયો છે, કારણ જે જગ્યાએ અંતિમક્રિયા કરવામા આવે છે, તેના ઉપર ગામના જ એક વ્યક્તિએ તેની જમીન હોવાનો દાવો કર્યો છે. જેને લઇ મૃતકની અંતિમક્રિયા માટેની જગ્યાને લઈ છોટાઉદેપુર(Chhota Udepur)માં બેનરો હાથમા લઇ નગરમા ફરી કલેક્ટર કચેરીએ ન્યાય માટે આવેદન પત્ર આપ્યું છે.

એક વ્યક્તિએ જમીન પોતાની હોવાનો દાવો કર્યો

પ્રાપ્તા માહિતી અનુસાર છોટાઉદેપુરના બોપા ગામ(Bopa Village)  ગામે નાયક સમાજના 300 લોકોની વસ્તી છે. અન્ય સમાજના લોકો પણ આ ગામમાં રહે છે. નાયક સમાજ(Nayak Samaj) ના લોકો જ્યા રહે છે તેમના કોઈ વ્યક્તિનું મોત થાય તો તે વ્યક્તિની ક્યાં અંતિમવિધિ કરવી તે એક સવાલ નાયક સમાજ માટે ઉભો થયો છે. નાયક સમાજ વર્ષ 2017થી ગામના લોકોની મંજૂરીથી એક જગ્યાએ અંતિમવિધિ માટે ઉપયોગમાં લેતા હતા, તે જગ્યાએ ગામના એક વ્યક્તિએ તેની જમીન હોવાનો દાવો કરી મૃતક વ્યક્તિની અંતિમવિધિ માટે રોક લગાવી છે. વર્ષોથી સ્મશાન તરીકે ઉપયોગ કરતા લોકો આ જગ્યાએ અંતિમક્રિયા માટે આવે તો તેમના ફરિયાદ કરવાની ધમકી આપતો આપ્યો હોવાનું નાયક સમાજનાં લોકોએ આક્ષેપ કર્યા છે.

હેરાનગતિના આક્ષેપ

ગમલોકોની મંજૂરીથી નાયક સમાજના લોકો અહીં અંતિમક્રિયા વર્ષોથી કરતા આવ્યા છે, જે જમીન છે તે વનવિભાગની સરકારી જમીન છે. અહીં વનવિભાગ કે પંચાયત વિરોધ કરતુ નથી. પણ ગામનો એક જ વ્યક્તિ પોતાની જમીન હોવા નો દાવો કરી તેમને હેરાન કરતો હોવાના આક્ષેપ થયા છે. વર્ષોથી જ્યા અંતિમ ક્રિયા કરવામાX આવે છે ત્યાં હવે રમણ રાઠવા ખેતર તરીકે ઉપયોગ કરી ખેડાણ પણ કરે છે તો બીજી તરફ સ્મશાનનો હક્ક તેમનો છે, તેમ માની ત્યાં અંતિમક્રિયા કરે તો તેમની સામે ફરિયાદ પણ કરે છે જેથી લોકો ન્યાય માંગી રહ્યા છે. સમાજના લોકો દાવો કરી રહ્યા છે કે આ સરકારી જમીનનો ઉપયોગ તેવો સ્મશાન તરીકે વર્ષોથી કરી રહ્યા છે તો બીજી તરફ રમણ રાઠવાનું કહેવું છે કે આ જમીન તેને જંગલ જમીનના તેના હક્કને લઇ સરકારે આપી છે . જયારે સ્મશાનમાં મૃતકની અર્થી લાવવામા આવે છે ત્યારે વિવાદ સર્જાય છે.

મૃતકના મોતનો મલાજો જાળવવા વિનંતી

આક્ષેપ છે કે આ વિવાદનો અંત સરપંચ કે સરકાર લાવી શક્યા નથી. જેથી નાયક સમાજના લોકો હવે કલેક્ટરને આવેદનપુત્ર આપી ન્યાયની ગુહાર લગાવી છે. ત્યારે જલ્દીથી સર્વે કરાવી સાચી દિશામા તપાસ થાય તો ગમે ત્યારે કોઈ વ્યકતીનું મોત થાય તો મૃતકના મોતનો મલાજો જળવાય રહે.

અહેવાલઃ સલમાન મેમણ

આ પણ વાંચોઃChhota Udepur: ‘તાળા કટાઈ ગયા પણ લોકાર્પણ નહીં’, તૈયાર આરોગ્ય કેન્દ્રોમાં સુવિધાઓ કેમ અટવાઈ?

આ પણ વાંચોઃ Deesa: ખેતરોમાં જેટકો કંપનીએ વીજ થાંભલા નાખી ખેડૂતોને વળતર ન આપ્યું, ખેડૂતોએ કર્યા આક્ષેપ

Tags :
ApplicationBopa villageChhota Udepurcollectorcremationcremation disputeDead BodyGujarat First
Next Article