Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જાણો, નવું સંસદ ભવન ડિઝાઈન કરનારા આ ગુજરાતી આર્કિટેક વિશે...

આઝાદ ભારતનું નવું સંસદ ભવન બનીને તૈયાર થઈ ચુક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી મેએ તેનું ઉદ્ઘાટન કરવાના છે. નવા સંસદ ભવનના કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રેક્ટ ટાટા પ્રોજેક્ટે લીધો છે પણ આ ઈમારતને આર્કિટેક બિમલ પટેલે ડિઝાઈન કરી છે. બિમલ પટેલ મુળ...
જાણો  નવું સંસદ ભવન ડિઝાઈન કરનારા આ ગુજરાતી આર્કિટેક વિશે
Advertisement

આઝાદ ભારતનું નવું સંસદ ભવન બનીને તૈયાર થઈ ચુક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી મેએ તેનું ઉદ્ઘાટન કરવાના છે. નવા સંસદ ભવનના કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રેક્ટ ટાટા પ્રોજેક્ટે લીધો છે પણ આ ઈમારતને આર્કિટેક બિમલ પટેલે ડિઝાઈન કરી છે. બિમલ પટેલ મુળ અમદાવાદના છે અને તેઓ આ પહેલા પણ અનેક પ્રસિદ્ધ ઈમારતોને ડિઝાઈન કરી ચુક્યા છે.

કોણ છે બિમલ પટેલ?
બિમલ પટેલનો જન્મ 31 ઓગસ્ટ 1961ના રોજ ગુજરાતમાં થયો હતો તેઓ લગભગ 35 વર્ષથી આર્કિટેક્ચર, અર્બન ડિઝાઈન અને અર્બન પ્લાનિંગ સાથેના કામમાં જોડાયેલા છે. આ સિવાય બિમલ પટેલ અમદાવાદ સ્થિત CEPT યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પણ છે. આ સાથે જ તેઓ આર્કિટેક્ચર, પ્લાનિંગ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ ફર્મ HCP ડિઝાઈન પ્લાનિંગ અને મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડને પણ લીડ કરે છે. તેમને વર્ષ 2019માં આર્કિટેક્ચર અને પ્લાનિંગમાં અસાધારણ કામ કરવા માટે પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement

અભ્યાસ
બિમલ પટેલે અમદાવાદની સેન્ટ ઝેવિયર હાઈસ્કુલમાંથી અભ્યાસ કર્યો છે તેમણે સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજીની સ્કુલ ઓફ આર્કિટેક્ચરમાંથી આર્કિટેક્ટનો અભ્યાસ કર્યો. વર્ષ 1984માં CEPT માંથી આર્કિટેક્ચરમાં પોતની પહેલી પ્રોફેશ્નલ ડિગ્રી મેળવ્યા બાદ તેઓ બર્કલે ગયા જ્યાં તેમણે કોલેજ ઓફ એન્વાયરમેન્ટલ ડિઝાઈનનો અભ્યાસ કર્યો. વર્ષ 1995માં તેમણે પીએચડીની ડિગ્રી મેળવી.

કારકિર્દી
વર્ષ 1990માં બિમલ પટેલે પોતાના પિતા સાથે કામ શરૂ કર્યું. તેમણે સૌથી પહેલા અમદાવાદમાં આંત્રપ્રિનિયોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યૂટને ડિઝાઈન કરી. તેના માટે 1992માં તેમને આગાખાન એવોર્ડ ફોર આર્કિટેક્ચરથી સમ્માનિત કરાયા. જે પછી તેમણે ઘર ઈન્સ્ટીટ્યૂશન, ઈન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ્સ અને અર્બન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર કામ કર્યું. કાંકરિયા તળાવ ડેવલપમેન્ટ અને સાબરમતિ રિવરફ્રન્ટ જેવા અર્બન ડિઝાઈન પ્રોજેક્ટ દેશમાં આ પ્રકારનો પહેલો પ્રોજેક્ટ છે.

આ પ્રોજેક્ટને ડિઝાઈન કર્યાં

  • સંસદ ભવન અને સેન્ટ્રલ વિસ્ટા, નવી દિલ્હી
  • વિશ્વનાથ ધામ, કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી
  • મંત્રીઓના બ્લોક અને સચિવાલય, ગાંધીનગર
  • આગા ખાન એકેડમી, હૈદરાબાદ
  • પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગુજરાત
  • સાબરમતિ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ
  • ટાટા સીજીપીએલ ટાઉનશિપ, મુંદ્રા
  • IIM અમદાવાદનું નવું કેમ્પસ,અમદાવાદ
  • CG રોડનું રિડેવલપમેન્ટ, અમદાવાદ
  • ગુજરાત હાઈકોર્ટની બિલ્ડિંગ, અમદાવાદ
  • આંત્રપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યૂટ, અમદાવાદ

કેવું હશે નવું સંસદ ભવન?

  • ત્રિકોણાકારમાં બનેલું નવું સંસદ ભવન 64,500 વર્ગ મીટરમાં ફેલાયેલું છે
  • એક સંવિધાન હોલ હશે જેમાં ભારતીય લોકતંત્રની વિરાસતને દર્શાવાશે
  • લોકસભાના 888 અને રાજ્યસભાના 300 સાંસદોની બેઠક વ્યવસ્થા
  • સંયુક્ત બેઠકમાં 1280 સાંસદો બેસી શકશે
  • હાલનું સંસદ ભવન વર્ષ 1927માં બનીને તૈયાર થયું હતું
  • ત્રણ મેઈન ગેટ હશે - જ્ઞાનદ્વાર, શક્તિદ્વાર અને કર્માદ્વાર હશે
  • VIP, સાંસદો અને મુલાકાતીઓની એન્ટ્રી અલગ-અલગ ગેટ પરથી થશે

આ પણ વાંચો : PM મોદી 28મી મેએ નવા સંસદ ભવનનું કરશે ઉદ્ધાટન

Tags :
Advertisement

.

×