Jharkhand :કોણ છે કલ્પના સોરેન ? જે બની શકે ઝારખંડના નવા મુખ્યમંત્રી
Jharkhand : ઝારખંડ ( Jharkhand) ના મુખ્યમંત્રી હેમંત સોરેનની કથિત જમીન કૌભાંડ કેસમાં ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે તેઓ Jharkhand રાજ્યની કમાન તેમની પત્ની કલ્પના સોરેનને સોંપી શકે છે. 40 કલાક ગુમ થયા બાદ મંગળવારે હેમંત સોરેન ધારાસભ્યોની બેઠક માટે સર્કિટ હાઉસ પહોંચ્યા ત્યારે કલ્પના પણ ત્યાં હાજર હતા. આવી સ્થિતિમાં, અટકળોએ જોર પકડ્યું છે કે હેમંત સોરેન ટૂંક સમયમાં તેમની પત્નીને મુખ્યમંત્રી પદ સોંપી શકે છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબે પહેલા જ દાવો કરી ચૂક્યા છે કે હેમંતે તેમના સાથી ધારાસભ્યોને બેગ સાથે રાંચી બોલાવ્યા છે.
kalpana-soren pc google
કોણ છે કલ્પના સોરેન?
કલ્પના સોરેન ઓડિશાના મયુરભંજમાં એક વેપારી પરિવારમાંથી આવે છે. હાલમાં તે પોતાની પ્લેવે સ્કૂલ ચલાવે છે. તેમને બે પુત્રો નિખિલ અને અંશ છે. તેનો જન્મ 1976માં રાંચીમાં થયો હતો. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન રાંચીમાંથી જ પૂરું કર્યું. કલ્પના અને હેમંતના લગ્ન 7 ફેબ્રુઆરી 2006ના રોજ થયા હતા. કહેવાય છે કે આ એરેન્જ્ડ મેરેજ હતા. કલ્પના એ સમયે પણ ચર્ચામાં આવી જ્યારે ભાજપના નેતા અને ભૂતપૂર્વ સીએમ રઘુબર દાસે આરોપ લગાવ્યો કે હેમંત સોરેને તેમની પત્નીના વ્યવસાય માટે પ્લોટ ફાળવવા માટે સત્તાનો દુરુપયોગ કર્યો હતો. આદિવાસીઓ માટે બનાવવામાં આવેલા પ્લોટમાંથી કલ્પના સોરેનની કંપની સોહરાઈ પ્રાઈવેટ લિમિટેડને જમીન ફાળવવામાં આવી હોવાનો આરોપ હતો.
રાબડી દેવી સાથે શા માટે કરવામાં આવે છે સરખામણી?
હેમંત સોરોને એ વાતનો ઇનકાર કર્યો હતો કે તેઓ તેમની પત્નીને મુખ્યમંત્રી પદની જવાબદારી આપશે. જો કે હવે કલ્પના સોરેન મુખ્યમંત્રી બનવાની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો તેની સરખામણી રાબડી દેવી સાથે પણ કરવા લાગ્યા છે. 1996માં લાલુ પ્રસાદ યાદવ બિહારના મુખ્યમંત્રી હતા. તેમના પર ઘાસચારા કૌભાંડનો આરોપ હતો અને CBIએ તપાસ શરૂ કરી હતી. તેમના પર પણ ધરપકડની તલવાર લટકી રહી હતી. આ પછી લાલુ પ્રસાદ યાદવે રાબડી દેવીને બિહારના મુખ્યમંત્રી બનાવ્યા હતા.
લાલુ યાદવ મોટાભાગના નિર્ણયો લેતા હતા
તેઓ 1997 થી 1999 સુધી પ્રથમ વખત મુખ્યમંત્રી રહ્યા હતા. આ પછી રાબડી દેવીએ ફરીથી 2000ની વિધાનસભા ચૂંટણી જીતી અને બિહારની કમાન આગામી પાંચ વર્ષ સુધી તેમના હાથમાં રહી. રાજનૈતિક વર્તુળોમાં રાબડી દેવી વિશે ખૂબ ટોણો મારવામાં આવ્યો હતો. જો કે, થોડા જ દિવસોમાં તેણીએ અનુભવી નેતા તરીકે બોલવાનું શરૂ કર્યું. તે સમયે પણ લાલુ યાદવ મોટાભાગના નિર્ણયો લેતા હતા. હવે રાબડી દેવી અને કલ્પના સોરેનની સરખામણી કરીએ તો તે પણ અન્યાય ગણાશે. રાબડી દેવી સંપૂર્ણ ગૃહિણી હતી. જ્યારે કલ્પનાની ગણતરી પહેલાથી જ બિઝનેસ વુમનમાં થાય છે.
આ પણ વાંચો-----JHARKHAND LAND SCAM CASE : મુખ્યમંત્રી હેમંત સોરેન લાપતા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ