PM Modis Pakistani sister: PM મોદીની 'પાકિસ્તાની બહેન' કોણ છે? રક્ષાબંધન પર્વ પર હાથે બનાવેલી રાખડી જ બાંધે છે!
PM Modis Pakistani sister: રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમ અને વિશ્વાસનો તહેવાર છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય અને ખુશી માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ જીવનભર તેમનું રક્ષણ કરવાનું વચન આપે છે. દરેક બહેન પોતાના ભાઇને રાખડી બાંધે છે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પાકિસ્તાનની બહેન રાખડી બાંધે છે, આ બહેન વર્ષો પહેલા જ લગ્ન કરીને ગુજરાતના અમદાવાદમાં સ્થાઇ થઇ ગઇ છે. PM મોદીની આ પાકિસ્તાની બહેન છેલ્લા 30 વર્ષથી તેમને રાખડી બાંધે છે. વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી પણ ન હતા ત્યારથી આ બહેન નરેન્દ્ર મોદીને રાખડી બાંધે છે.આ વખતે રક્ષાબંધનની આતુરતાથી રાહ જુએ છે. તો ચાલો આ PM મોદીના બહેન વિશે જાણીએ.
PM મોદીના બહેનનું નામ શું છે, પહેલી મુલાકાત ક્યાં થઇ હતી?
PM Modis Pakistani sister: ભારતના PM નરેન્દ્ર મોદીની બહેનનું નામ કમર મોહસીન શેખ છે. તેમના લગ્ન અમદાવાદમાં રહેતા મોહસીન શેખ સાથે થયા,ત્યારથી અમદાવાદમાં જ રહે છે. પાકિસ્તાનના કરાચીના એક મુસ્લિમ પરિવારમાં જન્મેલા કમર શેખે ૧૯૮૧માં મોહસીન શેખ સાથે લગ્ન કર્યા અને અમદાવાદ સ્થાઇ થયા. કમર શેખ પહેલી વાર PM મોદીને મળ્યા હતા ત્યારે તેઓ rss સંસ્થામાં કાર્યકર તરીખે કામ કરતા હતા.તેમની PM મોદી સાથે પહેલી મુલાકાત વિશે બહેન કમર શેખ કહે છે કે 1990માં એરપોર્ટ પર ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ ડૉ. સ્વરૂપ સિંહ સાથે પીએમ મોદીને પહેલી વાર મળ્યા હતા. તે સમયે સ્વરૂપ સિંહે મોદીને કહ્યું હતું કે કમર શેખને પોતાની પુત્રી માને છે. આ સાંભળીને PM મોદીએ જવાબ આપ્યો કે તો પછી કમર શેખ મારી બહેન છે. એ દિવસથી હું રક્ષાબંધનના તહેવાર પર PM નરેન્દ્ર મોદીને રાખડી બાંધું છું.
PM Modis Pakistani sister: કમર શેખ વધુમાં કહે છે, જયારે મે પહેલીવાર PM મોદીને રાખડી બાંધી હતી ત્યારે મેં પ્રાર્થના કરી હતી કે તમે ગુજરાતના મુખ્યમંત્રી બનો,ત્યારે ભાઇ મોદીએ હસીને કહ્યું કે મારા સંધના કામથી ખુશ છું. તમે મને શા માટે શ્રાપ આપો છો?' જયારે ભાઇ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને રાખડી બાંધવા ગઇ ત્યારે તેમણે મને કહ્યું કે તમારી પ્રાર્થના પૂર્ણ થઇ ગઇ છે, ભાઇ મોદીએ મને પુછ્યું કે બહેન કમર હવે તું શું પ્રાર્થના કરીશ ત્યારે મેં કહ્યું કે ભાઇ હું પ્રાર્થના કરૂં છું કે તમે દેશના વડાપ્રધાન બનો. અને તેઓ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે રાખડી બાંધવા ગઇ ત્યારે મેં પ્રાર્થના કરી કે તમે આખી દુનિયા પર રાજ કરો. હવે ભારતે દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે, અને આ તેમની મહેનતને કારણે થયું છે. હવે હું પ્રાર્થના કરું છું કે તેમની બધી મુશ્કેલીઓ દૂર થાય.
ઘરે રાખડી બનાવે છે
કમર મોહસીન શેખે ઘરે હાથથી બનાવેલી રાખડીઓ તૈયાર કરી છે અને પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આમંત્રણની રાહ જોઈ રહી છે. તેઓ 30 વર્ષથી વધુ સમયથી પીએમ મોદીને રાખડી બાંધે છે. આ વર્ષે તેમણે ઓમ અને ભગવાન ગણેશ ડિઝાઇનવાળી બે રાખડીઓ બનાવી છે. બહેન કમર શેખે કહ્યું કે તેઓ ક્યારેય બજારમાંથી રાખડી ખરીદતા નથી, પરંતુ દર વર્ષે ઘરે પોતાના હાથે બનાવે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાંડા પર બાંધે છે.
2024માં મળી શક્યા નહીં
કમર શેખ 2024માં રક્ષાબંધન માટે દિલ્હી જઈ શક્યા ન હતા, પરંતુ આ વર્ષે વડા પ્રધાન કાર્યાલય તરફથી આમંત્રણ મળ્યા બાદ તેઓ ફરીથી જવાની આશા રાખે છે. તેઓ તેમના પતિ સાથે જઈને વડા પ્રધાનના કાંડા પર પોતાની હાથથી બનાવેલી રાખડી બાંધીને પરંપરા ચાલુ રાખવાની નેમ રાખે છે. તહેવારની તૈયારીઓ દરમિયાન કમર શેખે કહ્યું કે તેઓ વડા પ્રધાનના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે અને આશા રાખે છે કે તેઓ દેશની સેવા કરતા રહેશે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ચોથી વખત પણ તેમને વડાપ્રધાન પદ પર જોવા માંગે છે.