IPL 2025 Mega Auctionમાં કોણ છે વાયરલ 'KKR ગર્લ'? કનેક્શન છે ખાસ
- IPL 2025 મેગા ઓક્શનમાં KKR ગર્લ' થઈ વાયરલ
- સોશિયલ મીડિયામાં પર વાયરલ ફોટોએ ધૂમ મચાવી
- જાહ્નવીને માત્ર ક્રિકેટમાં જ નહીં અભ્યાસમાં પણ ટોપ
IPL 2025ની મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં શરૂ થઈ ગઈ છે અને આ વખતે હરાજીમાં માત્ર ક્રિકેટનો રોમાંચ જ નહીં પરંતુ ગ્લેમરનો પણ આશરો હતો. આ વખતે IPL ઓક્શનમાં એક યુવતી આકર્ષણનું કેન્દ્ર બની હતી. ત્યારે આવો જાણીએ કોણ છે આ યુવતી.કોલકાતા નાઈટ રાઈડર્સના સહ-માલિક જુહી ચાવલાની પુત્રી જાન્હવી મહેતાએ પોતાની હાજરીથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. સફેદ ટી-શર્ટ અને ડાર્ક વેલ્વેટ જેકેટમાં જાહ્નવીનો સિમ્પલ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો આ 'KKR ગર્લ' કોણ છે તે જાણવા ઉત્સુક છે. જૂહી ચાવલા અને જય મહેતાની દીકરી જાન્હવીનું નામ તાજેતરમાં IPL ઓક્શનમાં ચર્ચામાં હતું.
કોણ છે વાયરલ ગર્લ ?
જાન્હવી હરાજી દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સના સિનિયર્સ સાથે જોવા મળી હતી અને આ દરમિયાન તેના ચહેરા પર આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. જુહી ચાવલાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેની દીકરી જ્હાન્વીને ક્રિકેટનો ખૂબ શોખ છે. તેણીને માત્ર ક્રિકેટની ઊંડી સમજણ નથી, પરંતુ તે મેચોની રણનીતિ વિશે પણ ખુલીને વાત કરે છે.જાહ્નવીને આખી રાત જાગીને પણ વિશ્વભરની ક્રિકેટ મેચ જોવાનો શોખ છે. આ રમત પ્રત્યેનો જુસ્સો માત્ર તેની માતા દ્વારા જ નહીં, પરંતુ તેના પિતા જય મહેતા અને તેના નજીકના મિત્ર શાહરૂખ ખાનને પણ જાય છે. શાહરૂખ ખાને જાહ્નવીને ગ્રેજ્યુએશન કર્યા બાદ અભિનંદન પાઠવ્યા હતા અને સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો -IPL 2025 Mega Auction: 13 વર્ષના વૈભવ સૂર્યવંશી બન્યો કરોડપતિ,આ ટીમે આટલા કરોડમાં ખરીદ્યો
અભ્યાસમાં ટોપ છે જાહ્નવી
જાહ્નવીને માત્ર ક્રિકેટમાં જ નહીં પરંતુ અભ્યાસમાં પણ ટોપ રહી છે. કોલંબિયા યુનિવર્સિટીમાંથી તેણીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તે ડીનની લિસ્ટમાં સામેલ થઇ હતી. તેની પરીક્ષાના પરિણામ પણ શાનદાર રહ્યા છે. તેમની માતા જુહી ચાવલાને આ બાબત પર ગર્વ છે અને તેની પુત્રીને 'બ્રિલિયન્ટ બાળકી' કહે છે. જાહ્નવીને લખવામાં પણ ઊંડો રસ છે અને તે ભવિષ્યમાં લેખક બનવા માંગે છે. જુહી ચાવલાએ એકવાર કહ્યું હતું કે જાહ્નવીને પુસ્તકો વાંચવાનો શોખ છે, જે તેની બૌદ્ધિકતા અને ઊંડી સમજણ દર્શાવે છે.
આ પણ વાંચો -આ એક્ટ્રેસ સાથે જોડાયું Mohammed Siraj નું નામ,કર્યું આ કામા
'KKR ગર્લ' વાયરલ થઈ
IPLની હરાજી દરમિયાન જ્યારથી જાહ્નવીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, ત્યારથી ઇન્ટરનેટ પર તેના વિશેની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. લોકો જાણવા માંગે છે કે આ છોકરી કોણ છે અને કેટલાક યુઝર્સ તો એમ પણ કહી રહ્યા છે કે 'જુહી ચાવલાની દીકરી ખૂબ જ ક્યૂટ છે'. તેના લુક અને સ્ટાઇલે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી અને ક્રિકેટ ચાહકો તેના તરફ આકર્ષાયા હતા.