ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

છૂટાછેડાની જાહેરાત કરવા એક્ટ્રેસને કોણે આપી ધમકી?

ફેમસ એક્ટ્રેસે છૂટાછેડાની કરી જાહેરાત એક પોસ્ટમાં કુશા કપિલાએ ખુલાસો કર્યો 2 દિવસનું આપવામાં આવ્યું અલ્ટીમેટમ   Kusha Kapila On Divorce:પોપ્યુલર સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સક અને એક્ટ્રેસ કુશા કપિલા(Kusha Kapila)એ ગયા વર્ષે 26 જૂને તેના અને ઝોરાવર સિંહ અહલુવાલિયાના છૂટાછેડાની...
07:31 PM Nov 28, 2024 IST | Hiren Dave
ફેમસ એક્ટ્રેસે છૂટાછેડાની કરી જાહેરાત એક પોસ્ટમાં કુશા કપિલાએ ખુલાસો કર્યો 2 દિવસનું આપવામાં આવ્યું અલ્ટીમેટમ   Kusha Kapila On Divorce:પોપ્યુલર સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સક અને એક્ટ્રેસ કુશા કપિલા(Kusha Kapila)એ ગયા વર્ષે 26 જૂને તેના અને ઝોરાવર સિંહ અહલુવાલિયાના છૂટાછેડાની...
Kusha Kapila

 

Kusha Kapila On Divorce:પોપ્યુલર સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સક અને એક્ટ્રેસ કુશા કપિલા(Kusha Kapila)એ ગયા વર્ષે 26 જૂને તેના અને ઝોરાવર સિંહ અહલુવાલિયાના છૂટાછેડાની ઓફિશિયલ જાહેરાત કરીને તેના ફેન્સને હેરાન કર્યા હતા. એક પોસ્ટ શેર કરીને કુશા કપિલાએ ખુલાસો કર્યો હતો કે તે પોતાના જીવનમાં અલગ વસ્તુઓ ઈચ્છે છે.લગ્ન બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા બાદ જ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. હવે કુશાએ પોતાના અલગ થવાની જાહેરાતને લઈને એક જોરદાર ખુલાસો કર્યો છે.

કુશા કપિલાને છૂટાછેડાની જાહેરાત કરવાની ફરજ પડી?

કુશા કપિલાએ તાજેતરમાં પોડકાસ્ટ દરમિયાન ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે તેને ઝોરાવરથી અલગ થવાની જાહેરાત કરવા માટે 2 દિવસનો અલ્ટીમેટમ મળ્યો હતો. જો તેણે નિર્ધારિત તારીખે આ જાહેરાત ન કરી હોત, તો કંઈક બીજું થઈ શક્યું હોત. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેને આ ધમકી કોણે અને શા માટે આપી? સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, જે વ્યક્તિએ કુશા કપિલાને છૂટાછેડાની જાહેરાત કરવા દબાણ કર્યું તે તેનો પૂર્વ પતિ જોરાવર સિંહ આહલુવાલિયા ન હતો.

આ પણ  વાંચો -Bigg Boss 18 : નવા ટાઈમ ગોડે વિવિયન અને અવિનાશને કામે લગાડ્યા

2 દિવસનું આપવામાં આવ્યું અલ્ટીમેટમ

કુશા કપિલાએ હવે ખુલાસો કર્યો છે કે તેણે અને ઝોરાવરે ગયા વર્ષે તેના અને ઝોરાવર દ્વારા નક્કી કરેલા સમય પહેલા જ તેમના છૂટાછેડાની જાહેરાત કરવી પડી હતી, જેમાં તેઓ દરેકને તેમના સંબંધોની સત્યતા જણાવવાના હતા. આ નિર્ણય તે બંનેનો નહીં, પરંતુ એક મીડિયા આઉટલેટનો હતો. મીડિયાને ખબર પડી કે કુશાનો સંબંધ સમાપ્ત થઈ ગયો છે અને તેઓએ એક્ટ્રેસને આ સમાચાર ઓફિશિયલ કરવા માટે સમયમર્યાદા આપી હતી. એક્ટ્રેસને કહેવામાં આવ્યું હતું કે તે છૂટાછેડાની પુષ્ટિ કરે અથવા તેને 2 દિવસની અંદર નકારે.

છૂટાછેડાને ખાનગી રાખવા માંગતી હતી કુશા

આવી પરિસ્થિતિમાં કુશાને લાગ્યું કે લોકોને આટલા મોટા સમાચાર તેની તરફથી જ મળવા જોઈએ. તમને જણાવી દઈએ કે, કુશા અને ઝોરાવર આ બાબતને પર્સનલ રાખવા માંગતા હતા, પરંતુ તમામ પ્રયાસો છતાં કોર્ટમાં કોઈએ તેમને જોયા ત્યારે તેમના અલગ થવાના સમાચાર લીક થઈ ગયા. પરંતુ કુશા હજુ પણ કહે છે કે તેઓ ફક્ત તેમનું કામ કરી રહ્યા હતા. તેને મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરી. બીજી તરફ, કુશા ઈચ્છતી હતી કે આ મામલામાં બે લોકો સંડોવાયેલા હોવાથી બંને સુરક્ષિત રહે. પરંતુ છૂટાછેડાની જાહેરાત બાદ કુશાને સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો.

Tags :
entertainmentkusha kapilakusha kapila ex husbandkusha kapila husbandkusha kapila instagramkusha kapila weddingzorawar ahluwaliazorawar ahluwalia instagram
Next Article