ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

CBI ના આગામી વડા કોણ હશે? PM નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક, ત્રણ નામ શોર્ટલિસ્ટ

CBI ડાયરેક્ટર, ચીફ વિજિલન્સ કમિશનર અને લોકપાલની નિમણૂક માટે શનિવારે વડા પ્રધાનના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદી, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને વિપક્ષના નેતા અધીર...
11:12 AM May 14, 2023 IST | Hardik Shah
CBI ડાયરેક્ટર, ચીફ વિજિલન્સ કમિશનર અને લોકપાલની નિમણૂક માટે શનિવારે વડા પ્રધાનના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદી, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને વિપક્ષના નેતા અધીર...

CBI ડાયરેક્ટર, ચીફ વિજિલન્સ કમિશનર અને લોકપાલની નિમણૂક માટે શનિવારે વડા પ્રધાનના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદી, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી હાજર હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અધીર રંજન ચૌધરીએ સીબીઆઈ ડાયરેક્ટર અને ચીફ વિજિલન્સ કમિશનરની નિમણૂક માટેની ભલામણ સાથે અસંમત છે, જ્યારે કમિટીએ લોકપાલની નિમણૂક માટે નામોને શોર્ટલિસ્ટ કરવા માટે એક પેનલની રચના કરવાની ભલામણ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે સીબીઆઈ ડાયરેક્ટરના પદ માટે ત્રણ ઉમેદવારોના નામ પર વિચાર કરવામાં આવ્યો હતો. આમાંથી એકની પસંદગી કરવામાં આવશે.

સુબોધ કુમારનો કાર્યકાળ 25 મેના રોજ પૂરો થઈ રહ્યો છે
જણાવી દઈએ કે સીબીઆઈના વર્તમાન ડિરેક્ટર સુબોધ કુમાર જયસ્વાલનો કાર્યકાળ આ મહિને 25 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તેઓ છેલ્લા બે વર્ષથી આ પોસ્ટ પર હતા. તેમણે 26 મે 2021ના રોજ CBI ડાયરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. જણાવી દઈએ કે સુબોધ કુમાર જયસ્વાલ મહારાષ્ટ્ર કેડરના 1985 બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશનર પણ રહી ચૂક્યા છે.

સીબીઆઈ ડાયરેક્ટરની નિમણૂક 2 વર્ષ માટે થાય છે
જાણકારી માટે તમને જણાવી દઈએ કે સીબીઆઈ ડાયરેક્ટરની પસંદગી વડાપ્રધાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભામાં વિપક્ષના નેતા દ્વારા કરવામાં આવે છે. તેમની નિમણૂક 2 વર્ષ માટે કરવામાં આવે છે. સાથે જ જો ઈચ્છે તો આ કમિટી સીબીઆઈ ડાયરેક્ટરનો કાર્યકાળ 5 વર્ષ સુધી વધારી શકે છે. આપને જણાવી દઈએ કે નવા સીબીઆઈ ચીફ માટે કર્ણાટકના ડીજીપી પ્રવીણ સૂદ અને દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાનું નામ મોખરે છે.

આ પણ વાંચો - ભારત કોહિનૂર અને અન્ય કલાકૃતિઓને પરત લાવવા અભિયાન શરૂ કરશે, દિલ્હીમાં ચાલી રહી છે યોજના

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – રવિ પટેલ

Tags :
cbi directorcbi director entrycbi director newscbi new directornew cbi directornext cbi director
Next Article