ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વંદે માતરમ પરની ચર્ચા દરમિયાન અચાનક કેમ ભડકી ઊઠ્યા હતા રક્ષામંત્રી રાજનાથ સિંહ

રાજનાથ સિંહ  કેમ થયા ગુસ્સે? સંસદનું શીતકાલીન સત્ર ચાલુ છે. સોમવાર અને મંગળવારે થયેલી ચર્ચાઓમાં ઘણી વાર સદનનું તાપમાન ઊંચું રહ્યું હતું. એવી જ એક ઘટના સોમવારે લોકસભામાં બની જ્યારે ‘વંદે માતરમ’ પર ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહ ‘વંદે માતરમની 150મી વર્ષગાંઠ’ વિશે પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા હતા. ભાષણ દરમિયાન એક તબક્કે તેઓ અચાનક વિપક્ષ પર ગુસ્સે થઈ ગયા અને સદનમાં હોબાળો મચી ગયો હતો.
07:08 PM Dec 09, 2025 IST | Mujahid Tunvar
રાજનાથ સિંહ  કેમ થયા ગુસ્સે? સંસદનું શીતકાલીન સત્ર ચાલુ છે. સોમવાર અને મંગળવારે થયેલી ચર્ચાઓમાં ઘણી વાર સદનનું તાપમાન ઊંચું રહ્યું હતું. એવી જ એક ઘટના સોમવારે લોકસભામાં બની જ્યારે ‘વંદે માતરમ’ પર ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહ ‘વંદે માતરમની 150મી વર્ષગાંઠ’ વિશે પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા હતા. ભાષણ દરમિયાન એક તબક્કે તેઓ અચાનક વિપક્ષ પર ગુસ્સે થઈ ગયા અને સદનમાં હોબાળો મચી ગયો હતો.

રાજનાથ સિંહ  કેમ થયા ગુસ્સે? સંસદનું શીતકાલીન સત્ર ચાલુ છે. સોમવાર અને મંગળવારે થયેલી ચર્ચાઓમાં ઘણી વાર સદનનું તાપમાન ઊંચું રહ્યું હતું. એવી જ એક ઘટના સોમવારે લોકસભામાં બની જ્યારે ‘વંદે માતરમ’ પર ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહ ‘વંદે માતરમની 150મી વર્ષગાંઠ’ વિશે પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા હતા. ભાષણ દરમિયાન એક તબક્કે તેઓ અચાનક વિપક્ષ પર ગુસ્સે થઈ ગયા અને સદનમાં હોબાળો મચી ગયો હતો. આ પછી સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને રોકીને પરિસ્થિતિ સંભાળી લીધી હતી.

રાજનાથ સિંહ ના સંબોધન વચ્ચે વિપક્ષનો વિક્ષેપ

બન્યું એવું કે વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં રાજનાથ સિંહ પોતાનું સંબોધન આપી રહ્યા હતા. તેમના ભાષણ વખતે જ્યારે તેઓ ભારતીય મુસ્લિમોના વંદે માતરમમાં યોગદાન વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે કેટલાક વિપક્ષી સાંસદોએ હંગામો શરૂ કરી દીધો. આનાથી રાજનાથ સિંહ પણ ગુસ્સે થઈ ગયા. તેમણે સીધા સ્પીકર ઓમ બિરલાને અપીલ કરી કે બધાને શાંત કરાવો, પરંતુ તે પહેલાં તેમણે ગુસ્સામાં વિપક્ષી સાંસદો તરફ જોઈને કહ્યું કે- “કોણ બેસાડવાનો છે મને? કોણ બેસાડશે મને? અધ્યક્ષ મહોદય, આ લોકોને શાંત કરાવો.”

અધ્યક્ષ ઓમ બિરલાએ સંભાળી સ્થિતિ

રાજનાથ સિંહે પોતાના સંબોધન દરમિયાન ભારતીય મુસ્લિમો વિશે બોલી રહ્યાં હતા. તેમણે જેવું જ કહ્યું કે, સત્ય તે છે કે ભારતીય મુસ્લિમો બંકિમ ચંદ્રના ભાવને... આ શબ્દો બોલ્યા પછી હંગામો મચી ગયો હતો. તે પછી રાજનાથ સિંહ પણ નારાજ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, કોણ બેસાડનારો છે મને, કોણ બેસાડશે મને.. અધ્યક્ષ મહોદય આમને શાંત કરાવો. જોકે, પાછળથી સાંસદો શાંત થયા તો તેમણે કહ્યું કે, સત્યતા તે છે કે, “સત્ય એ છે કે ભારતીય મુસ્લિમોએ બંકિમ ચંદ્રના ભાવને કોંગ્રેસ કે મુસ્લિમ લીગ કરતાં કંઈ ઘણો સારી રીતે સમજ્યો છે.”

આ પણ વાંચો- New Delhi : ‘PM ચીફ ઈલેક્શન કમિશનરને CJI વગર કેમ પસંદ કરવા માગે છે?’, રાહુલ ગાંધીએ કેન્દ્રને પૂછ્યા ત્રણ સવાલ

Tags :
Indian MuslimLokSabhaNational anthemParliament Winter Sessionrajnath singhVande MataramVande Mataram -150 years
Next Article