Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

ક્રાઈમ કોન્ફરન્સમાં મુખ્ય સચિવ M.K. Das એ કેમ કહ્યું- 'આપણે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે'

ગાંધીનગરમાં ક્રાઈમ કોન્ફરન્સમાં મુખ્ય સચિવ M.K. Das : ગાંધીનગરમાં 23 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલી રાજ્યસ્તરીય ક્રાઈમ કોન્ફરન્સમાં (Crime Conference) ગુજરાતના મુખ્ય સચિવ એમ.કે. દાસે (M.K. Das) મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, "આપણે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે." આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ (Harsh Sanghavi) કર્યું હતું.
ક્રાઈમ કોન્ફરન્સમાં મુખ્ય સચિવ m k  das એ કેમ કહ્યું   આપણે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે
Advertisement
  • ક્રાઈમ કોન્ફરન્સમાં મુખ્ય સચિવ M.K. Das : 'આપણે ખૂબ સતર્ક રહેવું પડશે'
  • શ્રીલંકા-બાંગ્લાદેશના Gen Z વિરોધનો ઉલ્લેખ : ગુજરાતમાં સફળ ન થયા, પરંતુ ઈન્ટેલિજન્સ મજબૂત કરો
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાત સુરક્ષિત : મુખ્ય સચિવનું નિવેદન
  • ક્રાઈમ કોન્ફરન્સમાં વિશ્વ ઘટનાઓની ચેતવણી : Gen Zને ભડકાવવાના પ્રયાસો નિષ્ફળ
  • ગુજરાત પોલીસની પ્રશંસા સાથે સતર્કતાનો સંદેશ : મુખ્ય સચિવ એમ.કે. દાસ

ગાંધીનગરમાં ક્રાઈમ કોન્ફરન્સમાં મુખ્ય સચિવ M.K. Das : ગાંધીનગરમાં 23 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલી રાજ્યસ્તરીય ક્રાઈમ કોન્ફરન્સમાં (Crime Conference) ગુજરાતના મુખ્ય સચિવ એમ.કે. દાસે (M.K. Das) મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, "આપણે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે." આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ (Harsh Sanghavi) કર્યું હતું. મુખ્ય સચિવે વિશ્વની તાજેતરની મોટી ઘટનાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સુરક્ષિત છે અને અહીં આંતરિક સ્થિરતા જળવાઈ રહી છે.

મુખ્ય સચિવ M.K. Das નો ડર Gen Z?

'આપણે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે' તે વાક્યનો ઉલ્લેખ મુખ્ય સચિવે શ્રીલંકા અને બાંગ્લાદેશમાં બનેલી ઘટનાઓ સાથે જોડીને કર્યો હતો, જ્યાં Gen Z (યુવા પેઢી)ને ભડકાવીને મોટા વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા અને સરકારો પરિવર્તનનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે આવા તત્વો આપણા દેશમાં પણ પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નથી. આ માટે ઈન્ટેલિજન્સ પર ખૂબ ભાર મૂકવાની જરૂર છે. તેમણે પોલીસ તંત્રને સતર્ક રહેવા અને આવા વિદેશી તત્વો અથવા અસામાજિક પ્રવૃત્તિઓ પર નજર રાખવા સૂચના આપી હતી.

Advertisement

Advertisement

ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા

આ કોન્ફરન્સમાં ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. ગુજરાતમાં ગુનાખોરી નિયંત્રણ, સાયબર ક્રાઈમ સામેની લડત અને કોમ્યુનિટી આઉટરીચમાં રાજ્ય અવ્વલ છે તેવું જણાવાયું હતું. મુખ્યમંત્રીએ પોલીસને ટેક્નોલોજીનો ઉપયોગ વધારીને ગુના નિવારણ માટે વધુ સજ્જ થવા અપીલ કરી હતી. આ કોન્ફરન્સ આત્મમંથન અને સમીક્ષા માટે મહત્વપૂર્ણ છે તેમ તેમણે ઉમેર્યું.

Gen Z સામે સરકારો પડી ભાગી

વિશ્વમાં તાજેતરમાં શ્રીલંકા (2022), બાંગ્લાદેશ (2024) અને નેપાળ (2025)માં Gen Zના નેતૃત્વમાં મોટા વિરોધ પ્રદર્શનો થયા છે, જેમાં સરકારો પડી ગઈ છે. આ પ્રદર્શનોમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી અને અસમાનતા મુખ્ય મુદ્દા હતા. મુખ્ય સચિવના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકાર આવા વિદેશી પ્રભાવો અને આંતરિક અસ્થિરતા સામે સતર્ક છે અને ઈન્ટેલિજન્સને મજબૂત બનાવી રહી છે.

જણાવી દઈએ કે, આવી કોન્ફરન્સથી પોલીસ તંત્રમાં નવી ઉર્જા આવે છે અને રાજ્યની સુરક્ષા વધુ મજબૂત બને છે. ગુજરાતના નાગરિકો માટે આ નિવેદન સુરક્ષાની ખાતરી આપનારું છે, પરંતુ સાથે જ સતર્કતાનું પણ સંકેત છે.

આ પણ વાંચો- Sabarkantha : ખેરોજમાં અરાવલ્લી બચાવો સભા; ચૈતર વસાવાએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Tags :
Advertisement

.

×