Surendranagar: જેલમાં કેદીએ કેમ કર્યો જીવન ટૂંકાવવાનો પ્રયાસ? અગાઉ જેલના સિપાઈને આપી હતી ધમકી!
- Surendranagar: સબજેલમાં સજા ભોગવતા કેદીનો આત્મહત્યાનો પ્રયાસ
- શૈલેષ મકવાણા નામના કેદીએ શેમ્પૂવાળું પાણી પી કર્યો પ્રયાસ
- કેદીની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
Surendranagar Sub Jail: સુરેન્દ્રનગરની સબજેલ ફરી એકવાર વિવાદો અને ચર્ચાના કેન્દ્રમાં આવી છે. જેલમાં સજા કાપી રહેલા એક કેદીએ જેલના સત્તાધીશો અને તંત્રને દોડતું કરી દીધું છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર સબજેલમાં બંધ શૈલેષ મકવાણા (Prisoner Shailesh Makwana) નામના કેદીએ જેલની અંદર જ ઝેરી પદાર્થ અથવા શેમ્પૂવાળું પાણી (Shampoo Water) પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે જેલ પ્રશાસનમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
Surendranagar Sub Jail: શેમ્પૂવાળું પાણી પીતા જ...!
મળતી માહિતી મુજબ, શૈલેષ મકવાણા લાંબા સમયથી સબજેલમાં સજા ભોગવી રહ્યો છે. તેણે કોઈ કારણોસર જેલમાં શેમ્પૂ મેળવી તેને પાણીમાં ભેળવી ગટગટાવી લીધું હતું. શેમ્પૂવાળું પાણી પીધાના થોડા જ સમયમાં કેદીની તબિયત લથડવા માંડી હતી અને તેને સતત ઉલટીઓ થવા લાગી હતી. જેલના અન્ય કેદીઓ અને ફરજ પરના સિપાઈઓને જાણ થતા તુરંત જ જેલર અને ઉચ્ચ અધિકારીઓને વાકેફ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Greater Noida: પાર્ક કરેલી કાર નીચે યુવતીનો મૃતદેહ! ફાટેલા કપડાં અને ઘા, જાણો સમગ્ર ઘટના!
હોસ્પિટલમાં ખસેડાયો
કેદીની હાલત ગંભીર જણાતા તેને તાત્કાલિક જેલની એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેની સારવાર કરવામાં આવી હતી. જો કે આપઘાતના પ્રયાસ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
Surendranagar Sub Jail: અગાઉ કેદીએ આપી હતી ધમકી!
આ કોઈ પ્રથમ ઘટના નથી જેમાં શૈલેષ મકવાણા ચર્ચામાં આવ્યો હોય. આ અગાઉ પણ આ કેદીએ જેલની અંદર શિસ્તભંગના કાર્યો કર્યા હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો અનુસાર ભૂતકાળમાં શૈલેષ મકવાણાએ જેલના સિપાઈને ફરજ દરમિયાન ધમકી આપી હોવાની ફરિયાદ પણ નોંધાઈ હતી. આ કેદીના ઉદ્ધત વર્તનને કારણે જેલ સત્તાધીશો અગાઉથી જ તેના પર નજર રાખી રહ્યા હતા. આત્મહત્યાના આ પ્રયાસ બાદ સુરેન્દ્રનગર A ડિવિઝન પોલીસ મથકે કેદી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે કેદીએ આ પગલું કોઈના દબાણમાં આવીને ભર્યું છે, તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Vadodara: ઉત્તરાયણની આગલી રાત્રે ખૂની ખેલ, પરિવાર સામે જ યુવકની હત્યા!


