Vijender Singh: વિજેન્દર સિંહે કોંગ્રેસે અલવિદા કેમ કહ્યું? મોટા ભાઈ મનોજે જણાવી આખી હકીકત
Vijender Singh: લોકસભા ચૂંટણી કોંગ્રેસ માટે ભારે મુશ્કેલીઓ સર્જી શકે તેવું લાગી રહ્યું છે. ઓલિમ્પિયન બોક્સર અને કોંગ્રેસ નેતા વિજેન્દર સિંહ બુધવારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયાં છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે કહ્યું કે, બીજેપીમાં મારી ઘર વાપસી જેવું લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, મૂળ ભિવાની જિલ્લાના કાલુવાસ ગામના રહેવાસી અને ઓલિમ્પિયનમાં મેડલ જીતેલા બોક્સર વિજેન્દર સિંહ સ્ટોર્ટ્સ પછી રાજકારણમાં જોડાયા હતાં. નોંધનીય છે કે, તેમણે રાજનીતિની શરૂઆત કોંગ્રેસથી કરી હતીં. જોકે, અત્યારે કોંગ્રેસને મોટા ફટકો પડ્યો છે. કારણ કે, બોક્સર વિજેન્દર સિંહે આજે ભારતનો ખેસ પહેરી લીધો છે.
2019 ની લોકસભા ચૂંટણીમાં વિજેન્દર સિંહને હાર મળી હતી
નોંધનીય છે કે, વિજેન્દર સિંહે 2019 માં લોકસભા ચૂંટણીથી રાજકારણમાં જંપલાવ્યું હતું. 2019ની લોકસભા ચૂંટણીમાં વિજેન્દર સિંહને કોંગ્રેસે સાઉથ દિલ્હીથી ટિકિટ આપી હતીં. પરંતુ તેમને તે વખતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ બેઠકના પરિણામની વાત કરવામાં આવે તો,આ ભાજપના રમેશ બિધુડીને 6,87,014 મત મળ્યા હતાં, ‘આપ’નેતા રાઘવ ચડ્ડાને 3,19,971 મત મળ્યા હતાં જ્યારે વિજેન્દર સિંહને 1,64,613 મળ્યા હતાં. જેથી તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
વિજેન્દર સિંહ છેલ્લા પાંચ વર્ષથી કોંગ્રેસમાં હતા
તમને જણાવી દઈએ કે, ભિવાની શહેરથી માત્ર છ કિલોમીટર દૂર કાલુવાસ ગામમાં 29 ઓક્ટોબર, 1985ના રોજ મહિપાલ સિંહ બેનીવાલને ત્યાં જન્મેલા વિજેન્દર સિંહ બેઇજિંગ ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ વિજેતા બોક્સર રહ્યા છે. તેના પિતા મહિપાલ હરિયાણા રોડવેઝમાં બસ ડ્રાઈવર હતા. મોટા ભાઈ મનોજ બૈનીવાલનું કહેવું છે કે, વિજેન્દર સિંહે બોક્સિંગ અને પ્રોફેશનલ બોક્સિંગમાં મોટું નામ કમાયું છે. આ પછી જ તેઓ દક્ષિણ દિલ્હીમાં કોંગ્રેસની ટિકિટ પર પાર્ટીમાં જોડાયા અને સીધા ચૂંટણી મેદાનમાં ઉતર્યા. હવે તેઓ છેલ્લા પાંચ વર્ષથી કોંગ્રેસ પક્ષમાં હતા.
મનોજ બૈનીવાલે વિજેન્દર સિંહ વિશે કરી ખાસ વાત
વધુમાં મનોજ બૈનીવાલે જણાવ્યું કે, વિજેન્દર સિંહે કોંગ્રેસ પાસે હરિયાણામાં હિસાર લોકસભા બેઠકની ટિકિટ માંગી હતી પરંતુ તેમને આ બેઠક પરથી ટિકિટ આપવાની કોંગ્રેસે ના પાડી દીધી હતી. આ પછી જ તેમણે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. જ્યારે મનોજ બૈનીવાલને પૂછવામાં આવ્યું કે તેમને ટિકિટ ક્યાંથી મળશે તો તેમણે કહ્યું કે હજુ સુધી આ અંગે કંઈ નક્કી કરવામાં આવ્યું નથી.