Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાત્રે જ શા માટે ચમકે છે ફાયરફ્લાય? તેનું પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીને ચોકી જશો

રાતના સમયે ફાયરફ્લાયને ચમકતા જરૂર જોઈ હશે ગ્રામીણ અને જંગલ વિસ્તારોમાં જોવા મળે છે રાતના અંધારામાં ખુલ્લી જગ્યાઓ પર જોવા મળે છે Fireflies: તમે રાતના સમયે ફાયરફ્લાયને (Fireflies)ચમકતા જરૂર જોઈ હશે. આ દૃશ્ય ખાસ કરીને ગ્રામીણ અને જંગલ વિસ્તારોમાં...
રાત્રે જ શા માટે ચમકે છે ફાયરફ્લાય  તેનું પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીને ચોકી જશો
Advertisement
  • રાતના સમયે ફાયરફ્લાયને ચમકતા જરૂર જોઈ હશે
  • ગ્રામીણ અને જંગલ વિસ્તારોમાં જોવા મળે છે
  • રાતના અંધારામાં ખુલ્લી જગ્યાઓ પર જોવા મળે છે

Fireflies: તમે રાતના સમયે ફાયરફ્લાયને (Fireflies)ચમકતા જરૂર જોઈ હશે. આ દૃશ્ય ખાસ કરીને ગ્રામીણ અને જંગલ વિસ્તારોમાં જોવા મળે છે. ફાયરફ્લાય ઘણીવાર રાતના અંધારામાં ખુલ્લી જગ્યાઓ અથવા રૂમમાં આવે છે કારણ કે તેમને અંધકાર ગમે છે. જ્યારે આપણે ફાયરફ્લાયને ચમકતા જોઈએ છીએ, ત્યારે આપણા મનમાં એક પ્રશ્ન થાય છે કે તે શા માટે ચમકે છે. તેમના શરીરમાંથી કેવા પ્રકારની ઊર્જા નીકળે છે જે પ્રકાશ ઉત્પન્ન કરે છે? તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે.

સૌથી પહેલા ફાયરફ્લાયને આ વૈજ્ઞાનિકે ચમકતા જોઈ

વૈજ્ઞાનિક રોબર્ટ બોયલે 1667માં ફાયરફ્લાય(Fireflies)ની શોધ કરી હતી. તેને ચમકતા જોનાર તે પ્રથમ વ્યક્તિ હતો. તે સમયે લોકો માનતા હતા કે ફાયરફ્લાયના શરીરમાં ફોસ્ફરસ હોય છે, જેના કારણે તેઓ રાત્રે ચમકતા હોય છે. જો કે, બાદમાં વૈજ્ઞાનિકોએ તેના પર સંશોધન કર્યું અને જાણવા મળ્યું કે, ફાયરફ્લાયના શરીરમાં ફોસ્ફરસ નથી. આ ધારણા ખોટી સાબિત થઈ અને ફાયરફ્લાયની ચમકનું સાચું કારણ શોધી કાઢવામાં આવ્યું.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -ભારતની સૌથી ધનિક મહિલા YouTuber,આટલા વીડિયોએ બનાવી કરોડપતિ

ફાયરફ્લાય શા માટે ચમકે છે?

ફાયરફ્લાય (Fireflies) ની ચમક તેના પેટમાં રહેલા લૂસિફેરીન નામના પ્રોટીનને કારણે થાય છે. જ્યારે આ પ્રોટીન ઓક્સિજન અને લૂસિફેરેન નામના એન્ઝાઇમના સંપર્કમાં આવે છે, ત્યારે રાસાયણિક પ્રતિક્રિયા થાય છે જેના કારણે ફાયરફ્લાય(Fireflies)ના પેટમાં ચમક આવે છે. જાણીને નવાઈ લાગશે કે અગનજળીઓ દિવસ દરમિયાન પણ ચમકતી હોય છે, પરંતુ આપણે દિવસના પ્રકાશમાં આ ચમક જોઈ શકતા નથી. રાતના અંધકારમાં આ ચમક સ્પષ્ટ દેખાય છે.

આ પણ  વાંચો -થાઈલેન્ડમાં ચોંકાવનારો બનાવ : એક મહિલાને કોર્ટે ફટકારી 235 વર્ષની જેલ!

ફાયરફ્લાય આ રીતે વાત કરે છે

પુખ્ત ફાયરફ્લાય (Fireflies)તેમની ગ્લોનો ઉપયોગ તેમની પોતાની પ્રજાતિના અન્ય ફાયરફ્લાય્સને ઓળખવા માટે કરે છે. ફાયરફ્લાયની દરેક પ્રજાતિમાં ચમકવાની અલગ રીત હોય છે. વધુમાં ફાયરફ્લાય અન્ય જાતિના ફાયરફ્લાય્સને આકર્ષવા માટે તેમની ચમકનો ઉપયોગ કરે છે. આનાથી તેઓ તેમની પોતાની પ્રજાતિના અન્ય ફાયરફ્લાય સાથે સંપર્ક કરી શકે છે. તેથી ફાયરફ્લાય્સની ચમક એ માત્ર સૌંદર્ય નથી, પરંતુ તેમની જીવનશૈલી અને તેમની પ્રજાતિઓ વચ્ચેની વાતચીત કરવાની એક રીત પણ છે.

Tags :
Advertisement

.

×