Potato Chips ઉપર રેખાઓ શા માટે અને કોઈ બનાવી ? તેના વિશ જાણો
- પોટેટો Chips ની શરૂઆત જ્યોર્જ ક્રુમ દ્વારા કરવામાં આવી
- ગ્રાહકે ટુકડા ખૂબ જાડા હોવાનું કહીને ઓર્ડર પરત કર્યો
- Chips પરના મસાલા તેના પર સરળતાથી ફેલાઈ શકે
Why Lines on Potato Chips : Chips ની ઘણી બ્રાન્ડ બજારમાં હાજર છે. તો Chips ને ફક્ત બાળકો જ નહીં, પુખ્ત વયના લોકો પણ તેનો આનંદ માણે છે. પરંતુ Chips સાથે જોડાયેલી એક ખાસ વાત છે. ત્યારે આ વાત વિશે ઘણા નહિવત લોકો જાણે છે. કોઈપણ Chips ઉપર રેખાઓ જોવા મળતી હોય છે. તો આ રેખાઓ વાસ્તવિકમાં શું છે અને શા કારણોથી Chips ઉપર આવી રીતે હોય છે. તેના વિશે આ અહેલામાં જાણીશું.
પોટેટો Chips ની શરૂઆત જ્યોર્જ ક્રુમ દ્વારા કરવામાં આવી
બ્રિટાનીકા વેબસાઈટ અનુસાર, પોટેટો Chips ની શરૂઆત જ્યોર્જ ક્રુમ દ્વારા કરવામાં આવી હતી. તેમનો જન્મ 1824 માં થયો હતો. તેમણે 1853 માં ક્રુમ ન્યૂયોર્કમાં મૂન લેક હાઉસ રેસ્ટોરન્ટમાં રસોઈયા તરીકે કામ કરતા હતા. ત્યારે એક દિવસ એક ગ્રાહક તેની રેસ્ટોરન્ટમાં આવ્યો અને તળેલા Potato નો ઓર્ડર આપ્યો હતો. ત્યારે જ્યોર્જ ક્રુમે Potato ના પાતળા ટુકડા કર્યા હતાં. અને પછી તળીને અને ગ્રાહકને મોકલ્યા હતા.
આ પણ વાંચો: માદાએ AI ની મદદથી બચ્ચાને આપ્યો જન્મ, ભારતનો પ્રથમ કિસ્સો
ગ્રાહકે ટુકડા ખૂબ જાડા હોવાનું કહીને ઓર્ડર પરત કર્યો
પરંતુ ગ્રાહકે ટુકડા ખૂબ જાડા હોવાનું કહીને ઓર્ડર પરત કર્યો હતો. ત્યારે જ્યોર્જ ક્રુમને ગ્રાહકનું નિવેદન વિચિત્ર લાગ્યું, તેથી તેણે તેને ફરીથી પાતળા સ્લાઇસેસમાં કાપ્યા બાદ તળીને ગ્રાહકને આપી હતી. પરંતુ વધુ એકવાર ગ્રાહકે આ પાતળી Potato ની સ્લાઈસેને ખાવાની મનાઈ કરી હતી. અંતે જ્યોર્જ ક્રુમે ખુબ જ Potato ના ખુબ જ પાતળા કટકા કર્યા હતા. પરંતુ આ અનોખી ડિઝાઈન ગ્રાહકને પસંદ આવી હતી. ત્યારે સંજોગોવશાત Potato ની આ પાતળી સ્લાઈસ ઉપર રેખા જોવા મળી હતી.
Chips પરના મસાલા તેના પર સરળતાથી ફેલાઈ શકે
ત્યાર પછી જ્યોર્જ ક્રુમની આ પાતળી રેખાવાળી Potato ની સ્લાઈસને ખાવા માટે લોકો દૂર-દૂરથી આવવા લાગ્યા હતા. તો આ રેખાઓ માત્ર મસાલેદાર અને સ્વાદ અનુસાર મિઠાવાળી Chipsમાં જ જોઈ હશે. આ રેખાઓ એટલા માટે બનાવવામાં આવે છે કે Chips પરના મસાલા તેના પર સરળતાથી ફેલાઈ શકે અને તેને પેકેટમાં રાખ્યા પછી, તે Chips માંથી સરકીને પેકેટમાં ન પડી જાય. આ મસાલા આ રેખાઓ વચ્ચે અટવાઈ જાય છે અને Chips પર ચોંટી જાય છે. એટલે જ આજ સુધી વિવિધ કંપનીઓ આ ડિઝાઈનવાળી Chips બનાવી રહી છે.
આ પણ વાંચો: Diwali માં આ મિઠાઈઓ તમારા સ્વાસ્થ્ય સાથે ફિટનેસને જાળવી રાખશે