Ahmedabad : આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
- રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી (Ahmedabad)
- આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતા
- બે દિવસ સુધી વાતાવરણ યથાવત રહેવાની સંભાવના
Ahmedabad : રાજ્યમાં ઠંડીની ધીમી શરૂઆત થઈ છે. સવારે અને રાતે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જો કે, બપોરનાં સમયે તાપમાન વધુ રહેતા લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. દરમિયાન, હવામાન વિભાગની (Weather Department) આગાહી સામે આવી છે. આગામી 7 દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. જ્યારે બે દિવસ બાદ વાતાવરણમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. પરંતુ, 4 દિવસ બાદ તાપમાન 2 ડિગ્રી સુધી વધી શકે છે.
આ પણ વાંચો - Canada US Border પર માઇનસ 35 ડિગ્રીમાં થીજી ગયેલો ગુજરાતી પરિવાર
Gujarat Weather Update : Gujaratમાં ઠંડીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી | Gujarat First#GujaratWeather #ColdWaveAlert #IMDPrediction #ColdWeather #GujaratFirst@IMDAHMEDABAD pic.twitter.com/d9FsAxeSi9
— Gujarat First (@GujaratFirst) November 18, 2024
આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની સંભાવના
રાજ્યમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેને લઈને હવામાન વિભાગની મહત્ત્વની આગાહી સામે આવી છે. હવામાન વિભાગનાં (Meteorological Department) જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહી શકે છે. જ્યારે, આગામી બે દિવસમાં વાતાવરણ યથાવત રહેવાની અને 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની વકી છે. ઉપરાંત, 4 દિવસ બાદ 2 ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) November 18, 2024
આ પણ વાંચો - Surat: પાટણની મેડિકલ કોલેજના રેગિંગ કેસ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સતર્ક
અમદાવાદ, નલિયા અને ગાંધીનગરમાં તાપમાનની સ્થિતિ
હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, અમદાવાદમાં (Ahmedabad) રાતનાં સમયે તાપમાન 19 ડિગ્રી આસપાસ નોંધાયું છે. જ્યારે નલિયામાં (Nalia) 15 અને ગાંધીનગરમાં (Gandhinagar) 16 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું છે. રાજ્યમાં હાલ પણ સામાન્ય કરતા 2 થી 3 ડિગ્રી તાપમાન વધુ છે. બે દિવસ બાદ તાપમાન ઘટ્યા બાદ 4 દિવસ બાદ ફરી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે. હવામાન વિભાગ મુજબ, ઉત્તર ભારતીય પ્રદેશથી પવન ન ફૂંકાતા હજી ઠંડી માટે રાહ જોવી પડે તેમ છે.
આ પણ વાંચો - Diljit Dosanjh Concert: ‘હું ગુજરાત સરકારનો ફેન થઈ ગયો છું’ દિલજીતે જીત્યું ગુજરાતીઓનું દિલ