ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું યુક્રેનના રાષ્ટ્રપતિની વધશે મુશકેલી? રશિયાની પાર્લામેન્ટે લીધો આ નિર્ણય

બુધવારે  રશિયન અધિકારીઓએ દાવો કર્યો હતો કે, મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર યુક્રેન દ્વારા મોકલવામાં આવેલા બે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો તેમની ઓફિસ ક્રેમલિન પર કરવામાં આવ્યો છે. જોકે આ હુમલા દરમિયાન રશિયને કાઈનેટિક વેપન...
09:42 PM May 03, 2023 IST | Hiren Dave
બુધવારે  રશિયન અધિકારીઓએ દાવો કર્યો હતો કે, મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર યુક્રેન દ્વારા મોકલવામાં આવેલા બે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો તેમની ઓફિસ ક્રેમલિન પર કરવામાં આવ્યો છે. જોકે આ હુમલા દરમિયાન રશિયને કાઈનેટિક વેપન...

બુધવારે  રશિયન અધિકારીઓએ દાવો કર્યો હતો કે, મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર યુક્રેન દ્વારા મોકલવામાં આવેલા બે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો તેમની ઓફિસ ક્રેમલિન પર કરવામાં આવ્યો છે. જોકે આ હુમલા દરમિયાન રશિયને કાઈનેટિક વેપન દ્વારા ડ્રોનને તોડી પાડ્યા હતાં. પરંતુ આ હુમલો હવે આ યુદ્ધને એક અલગ વળાંક પર લઈ જઈ શકે છે.

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા નિપજાવવાના ઈરાદે કરવામાં આવેલા મિસાઈલ હુમલાના પ્રયાસ બાદ રશિયાની પાર્લામેન્ટે આકરા આદેશ આપ્યા છે. રશિયાની પાર્લામેન્ટે યુક્રેનના રાષ્ટ્રપતિ પર વળતા હુમલા કરવાના આદેશ જારી કરી દીધા છે.

પુતિનને આ હુમલાના સમાચાર મળતા તેમણે તુરંત જ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં આ હુમલા બાદ યુક્રેનને જડબાતોડ જવાબ આપવા માટે ઉઠાવવામાં આવનાર પગલા અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે, હવે રશિયન રાષ્ટ્રપતિ તેમના ઘરમાં બનેલા બંકરમાંથી તમામ કામ કરશે.આ સમગ્ર ઘટના બાદ માનવામાં આવી રહ્યું છે કે, હવે રશિયા યુક્રેન પર પહેલા કરતા વધુ તાકાત સાથે હુમલો કરશે. રશિયા તરફથી આ નિવેદન પણ સામે આવી રહ્યું છે કે, તે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને પણ નિશાન બનાવી શકે છે. રશિયાની સંસદે યુક્રેનના રાષ્ટ્રપતિ પર મિસાઈલથી હુમલો કરવાનું કહ્યું છે. સંસદે કહ્યું છે કે, આ હુમલાના જવાબમાં કિવમાં ઝેલેન્સકીના ઘર પર મિસાઈલ છોડવામાં આવે.

રશિયન મીડિયાએ રાષ્ટ્રપતિ કાર્યાલયને ટાંકીને કહ્યું છે

જ્યારે રશિયન રાષ્ટ્રપતિના કાર્યાલય તરફથી એક નિવેદન જારી કરીને યુક્રેનને ચેતવણી આપવામાં આવી છે. રશિયન મીડિયાએ રાષ્ટ્રપતિ કાર્યાલયને ટાંકીને કહ્યું છે કે, રશિયા યુક્રેનમાં આ ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જ્યાં પણ તેને યોગ્ય લાગે ત્યાં રશિયા હુમલા કરશે. ક્રેમલિને આ ડ્રોન હુમલાને પૂર્વયોજિત આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. ક્રેમલિને દાવો કર્યો છે કે, રાષ્ટ્રપતિ પુતિનની હત્યા કરવા માટે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો જાણીજોઈને વિજય દિવસની પરેડ પહેલા કરવામાં આવ્યો છે. જો કે, આ હુમલા છતાં 9 મેના રોજ યોજાનારી વિજય દિવસની પરેડના શેડ્યૂલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ  વાંચો- રશિયાના રાષ્ટ્રપતિને મારવાનો થયો પ્રયાસ, પુતિનના ઓફિસ પર થયો હુમલો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
russiaRussia Ukraine CrisisRussia-UkrainukrainUkrainian PresidentVladimir Putinzelenskyy
Next Article