ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

E-KYC નહીં કર્યું હોય તો મળશે અનાજ? રાજ્ય સરકારની સ્પષ્ટતા

રેશનકાર્ડ ધારકો હવે E-KYC કરવું ફરજિયાત ઈ કેવાયસી બાકી હોય તો પણ કાર્ડ ધારકોને મળશે અનાજ ઈ કેવાયસી ના કારણે કાર્ડ ધારકો ને નહીં પડે મુશ્કેલી રાજ્ય માં અત્યારસુધી ૩.૦૩ કરોડ થી વધુ ઈ કેવાયસી પૂર્ણ Ration Card: રાજ્ય...
06:04 PM Dec 16, 2024 IST | Hiren Dave
રેશનકાર્ડ ધારકો હવે E-KYC કરવું ફરજિયાત ઈ કેવાયસી બાકી હોય તો પણ કાર્ડ ધારકોને મળશે અનાજ ઈ કેવાયસી ના કારણે કાર્ડ ધારકો ને નહીં પડે મુશ્કેલી રાજ્ય માં અત્યારસુધી ૩.૦૩ કરોડ થી વધુ ઈ કેવાયસી પૂર્ણ Ration Card: રાજ્ય...
Ration Card

Ration Card: રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા રેશનકાર્ડમાં ઈ-કેવાયસી (Ration Card E-KYC)ફરજિયાત કરવામાં આવ્યું છે. જેને લઈ સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડીમાં લોકોની વહેલી સવારથી જ સરકારી કચેરી ખાતે જલ્દી નંબર આવે તે માટે લાઈનો લાગી રહી છે. ત્યારે કેટલાક લોકોના મનમાં એ પણ સવાલ હતો કે, E-KYC વગર સસ્તું અનાજ મળશે કે નહી, જેને લઈ પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ (Kunvarji Bavlia Statement)સ્પષ્ટતા કરી છે.

નાગરિકો ખોટી અફવાઓથી ન દોરાય: મંત્રી કુંવરજી બાવળીયા

રેશનકાર્ડ ધારકોને E-KYC વગર પણ અનાજ મળતુ રહેશે તેવી સ્પષ્ટતા પુરવઠા મંત્રીએ કરી છે. E-KYC બાકી હશે તો પણ રેશનકાર્ડ ધારકોને અનાજ મળતું રહેશે. સ્પષ્ટતા સાથે તેવું પણ જણાવ્યું હતું કે અનાજ મળતું રહેશે પરંતુ E-KYCની પ્રક્રિયા કરવી જરૂરી છે. નાગરિકો ખોટી અફવાથી દૂર રહે તેવી પણ અપીલ કરાઈ છે. E-KYCને લઈને રાજ્યભરના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

આ પણ  વાંચો -રાજ્યમાં BZ Ponzi scheme જેવી ઠગાઈની આશંકા, Ahmedabad ની યુનિક મર્કેન્ટાઈલ પર આક્ષેપ

E-KYC મોબાઈલથી કેવી રીતે કરશો ?

Ration Cardનું E KYC સૌથી પહેલા પોતાના ફૂડ એન્ડ લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટની ઓફિશયલ સાઈટ પર જવાનું રહેશે. સાઈટ ઓપન થયા બાદ તમારે Ration Card KYC Onlineનું ઓપ્શન સર્ચ કરવાનું રહેશે. તેના બાદ તમારી સામે આખુ ફોર્મ ઓપન થઈ જશે. તેમાં તમારે પરિવારના બધા સદસ્યોના નામ નોંધવાના રહેશે. અહીં તમને રેશન કાર્ડ નંબર પણ આપવામાં આવશે. બધુ કર્યા બાદ તમને Capture Code ભરવાનો રહેશે. આધાર કાર્ડ પર નોંધેલ મોબાઈલ નંબર પર OTP આવશે. તેના બાદ પરિવારના બધા સદસ્યોના વેરિફિકેશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે. E-KYC પુરી કર્યા પહેલા તમને બાયોમેટ્રિક માટે એપ્લાય કરવાનું રહેશે. પરિવારના બધા સદસ્યોનું બાયોમેટ્રિક કર્યા બાદ તમને પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું રહેશે. આ બધી વસ્તુઓને પુરી કર્યા બાદ પરિવારના બધા સદસ્યોનું E-KYC થઈ જશે.

આ પણ  વાંચો -VADODARA : પાઇપ્ડ ગેસના ખાતમૂહુર્ત પ્રસંગે ધારાસભ્યએ કહ્યું, "વિકાસમાં મને સંતોષ નથી"

E-KYC કરવા માટે હોવા જોઈએ આ ડોક્યુમેન્ટ્સ

જો તમે પણ E-KYC કરવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા તમારી પાસે રેશન કાર્ડહોવું જરૂરી છે. તેની મદદથી જ તમે પ્રોસેસ પુરી કરી શકશો. રેશન કાર્ડહોલ્ડર ભારતીય મૂળના હોવા જરૂરી છે. મુખ્ય દસ્તાવેજના રૂપમાં તમે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો. તેની મદદથી સંપૂર્ણ E-KYC કરી શકાય છે જે તમારા માટે ખૂબ જ સારો ઓપ્શન સાબિત થઈ શકે છે.

Tags :
DarshanGUJARAT GOVERMENTGujaratFirstHiren daveKunvarji Bavlia StatementRation Card E-KYCRation Card E-KYC Issue
Next Article