શિયાળામાં ચહેરા ઉપર આ વસ્તુઓનો ભૂલ પણ ના ઉપાયોગ કરવો
Winter Skincare Tips : Skin શુષ્ક અને ખરબચડી દેખાવા લાગે છે
11:41 PM Nov 20, 2024 IST
|
Aviraj Bagda
Winter Skincare Tips : Winter માં Skin ની વિશેષ કાળજી રાખવી પડે છે. કારણ કે... ઠંડા હવામાનમાં હવામાં ભેજ ઓછો થાય છે, તેથી Skin શુષ્ક અને ખરબચડી દેખાવા લાગે છે. ત્યારે તાપમાનમાં ઘટાડો થવાને કારણે આપણી Skin માં ભેજ જાળવવો ખુબ જ જરૂરી છે. ઘણા લોકો Skin ને ભેજવાળી અને ચમકદાર રાખવા માટે બ્યુટી પ્રોડક્ટ્સ તેમજ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરે છે. તો આજે અમે તમને કેટલીક એવી કુદરતી વસ્તુઓ વિશે જણાવીશું, જેને તમારે Winter માં તમારા ચહેરા પર લગાવવી ના જોઈએ.
લીંબુનો રસ
- ઘણા લોકો Skin ની સંભાળ માટે લીંબુના રસનો ઉપયોગ કરે છે. Winter માં Skin માટે તેનો ઉપયોગ ટાળવો જોઈએ. લીંબુમાં વિટામિન સી હોય છે. પરંતુ લીંબુમાં સાઇટ્રસ એસિડ હોય છે, જે Skin ને કુદરતી ભેજને ઘટાડી શકે છે અને Winter માં શુષ્ક Skin ધરાવતા લોકોને વધુ નુકસાન પહોંચાડી શકે છે.
ચંદન પાવડર
- સામાન્ય રીતે ચંદન પાવડરનો ઉપયોગ Skin ને ઠંડક આપવા અને ચહેરાને ચમકદાર બનાવવા માટે કરવામાં આવે છે. પરંતુ Winter માં તે Skinને શુષ્ક બનાવી શકે છે. ચંદન Skin ને ઠંડક આપવાના ગુણ ધરાવે છે, તેથી Winter માં તેને ચહેરા પર લગાવવાથી Skin ની ભેજ શોષી શકે છે, જેનાથી ડ્રાયનેસ અને બળતરા જેવી સમસ્યા થઈ શકે છે.
બેકિંગ સોડા
- ઘણા લોકો ખાવાનો સોડા વાપરે છે. પરંતુ Winter ની ઋતુમાં તેનો ઉપયોગ ટાળવો જોઈએ. કારણ કે બેકિંગ સોડાનું pH લેવલ Skin ના pH લેવલ કરતા વધારે હોય છે. આવી સ્થિતિમાં તેનો ઉપયોગ કરવાથી Skin નું પીએચ સ્તર ઘટી શકે છે, જેના કારણે Skin માં શુષ્કતા, બળતરા અથવા લાલાશ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
આ પણ વાંચો: શરીરમાં Vitamin B12 ની કમી હોય તો ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાઓ
Next Article