Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat માં બિલ્લી પગે શિયાળાનું આગમન, ફુલગુલાબી ઠંડીનો અહેસાસ

ગુજરાતમાં ધીમા પગે શિયાળાનું આગમન અમદાવાદ સહિતના શહેરોનો પારો 20 ડિગ્રીથી નીચે નવેમ્બરનું અંતિમ સપ્તાહ સૌથી વધુ ઠંડુ રહેવાની સંભાવના Gujarat Winter 2024 : ગુજરાતમાં ધીમા પગે શિયાળા (Gujarat Winter 2024) નું આગમન થયું છે. સવારે અને સાંજ પછી...
gujarat માં બિલ્લી પગે શિયાળાનું આગમન  ફુલગુલાબી ઠંડીનો અહેસાસ
Advertisement
  • ગુજરાતમાં ધીમા પગે શિયાળાનું આગમન
  • અમદાવાદ સહિતના શહેરોનો પારો 20 ડિગ્રીથી નીચે
  • નવેમ્બરનું અંતિમ સપ્તાહ સૌથી વધુ ઠંડુ રહેવાની સંભાવના

Gujarat Winter 2024 : ગુજરાતમાં ધીમા પગે શિયાળા (Gujarat Winter 2024) નું આગમન થયું છે. સવારે અને સાંજ પછી ફુલ ગુલાબી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે. રાજ્યના દરેક હિસ્સામાં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. બુધવારે રાત્રે ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં તાપમાન 19.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું હતું અને દિવસનું તાપમાન 36.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે હતું. જેના કારણે પ્રથમ વખત ગુજરાતના લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તાપમાનમાં ઘટાડાનો આ ટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. જેના કારણે નવેમ્બરનું અંતિમ સપ્તાહ સૌથી વધુ ઠંડુ રહેવાની સંભાવના છે.

તાપમાનમાં ઘટાડો ચાલુ રહેશે

બુધવારે ઉત્તર ગુજરાતમાં ચોમાસાની દિશા બદલાવાને કારણે રાત્રિનું તાપમાન 19.5 ડિગ્રી સેલ્સિયસ અને દિવસનું તાપમાન 36.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું હતું. જેના કારણે ગરમીમાં ઘટાડો થવાની સાથે ઠંડીમાં પણ આંશિક વધારો જોવા મળ્યો હતો. તાપમાનમાં ઘટાડાનો આ સિલસિલો ચાલુ રહેવાની શક્યતા છે, જેના કારણે નવેમ્બરનું અંતિમ સપ્તાહ સૌથી ઠંડું રહેવાની શક્યતા છે.

Advertisement

આ પણ વાંચો---Khyati Hospital : 'મોતનાં ખેલ' બાદ મેડિકલ માફિયાઓનો થશે પર્દાફાશ! UN મહેતામાં તમામ દર્દીઓની તપાસ

Advertisement

5 શહેરોમાં તાપમાન 19.5 ડિગ્રીથી નીચે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે તાપમાનમાં આંશિક વધઘટ વચ્ચે ગુજરાતના 5 શહેરોનું તાપમાન 19.5 ડિગ્રીથી નીચે ગયું હતું. દિવસના તાપમાનમાં પણ દોઢ ડિગ્રીનો ઘટાડો થયો હતો. આ સાથે રાજ્યના પાંચ ખાસ શહેરોમાં તાપમાન 33.1 થી 36.2 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. જેના કારણે દિવસ દરમિયાન અનુભવાતી ગરમીમાંથી લોકોને થોડી રાહત મળી હતી.

વાદળો રહી શકે છે

હવામાન વિભાગની લાંબાગાળાની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં 15-16 નવેમ્બરે આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તેમજ આગામી દિવસોમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં ધીમો ઘટાડો ચાલુ રહેશે. નવેમ્બરના ચોથા સપ્તાહમાં દિવસનું તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેશે જ્યારે રાત્રિનું તાપમાન 14 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા છે. મહિનાનું અંતિમ સપ્તાહ સૌથી ઠંડુ રહેશે.

રાજ્યના શહેરોનું તાપમાન

ગત દિવસોમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. મહેસાણામાં 18.1 ડિગ્રી, પાટણમાં 19.1 ડિગ્રી, હિંમતનગરમાં 16.3 ડિગ્રી, મોડાસામાં 17.3 ડિગ્રી, કેશોદમાં 18.3, મહુવામાં 18.5, વડોદરામાં 19, પોરબંદરમાં 19, ગાંધીનગરમાં 19.2, રાજકોટમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ પણ વાંચો---Gandhinagar : સચિવાલયનાં ક્લાસ-2 અધિકારીની 'ગંદી બાત' વાઇરલ! સો. મીડિયા પર યુવતીઓનું કરતો હતો શોષણ!

Tags :
Advertisement

.

×