મહિલા વકીલો નકાબ પહેરીને કોર્ટમાં સુનાવણી કરી શકશે નહીં : High Court
- Advocate ના ડ્રેસને લઈને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી
- પોતાના ચહેરા નહીં ઢાંકવાનું સૂચન કરવામાં આવ્યું હતું
- હાજર રહેલા તમામ Advocateોની સ્પષ્ટ ઓળખ જરૂરી છે
Women Lawyers Can't Covered Faces : તાજેતરમાં Jammu-Kashmir and Ladakh High Court એ એક ચોંકાવનારો ચુકાદો આપ્યો છે. જોકે આ ચુકાલો શક્ય છે કે, મુસ્લિમ સમુદાયના વ્યક્તિઓને નામંજૂર હોય શકે છે. કારણ કે... Jammu-Kashmir and Ladakh High Court એ કોર્ટમાં મુસ્લિમ મહિલાઓ માટે એક ખાસ સૂચના પાઠવી છે. જેનું પાલન કરવું મુસ્લિમ મહિલાઓ માટે અનિવાર્ય છે. જોકે આ ચુકાદો Jammu-Kashmir and Ladakh High Court એ એક કેસની સુનાવણી દરમિયાન આપ્યો છે.
Advocate ના ડ્રેસને લઈને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી
એક અહેવાલ અનુસાર, Jammu-Kashmir and Ladakh High Court એ આ નિર્ણય બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI)ના ડ્રેસ કોડ નિયમોને ટાંકીને આપ્યો છે. ત્યારે High Court એ જણાવ્યું છે કે, જ્યારે પણ કોઈપણ મહિલા કોર્ટમાં પ્રવેશે અથવા સુનાવણીમાં સાક્ષી ચહેરો ઢાંકીને નહીં આવવાની સૂચના પાઠવી છે. ખાસ કરીને મહિલા Advocateો જ્યારે સુનાવણીમાં હાજર રહે છે, તો સુનાવણીની પ્રક્રિયા દમિયાન તેઓ પોતાનો ચહેરો ઢાંકી શકશે નહીં. આ નિર્ણય આપતા જસ્ટિસ મોક્ષ ખજુરિયા કાઝમી અને જસ્ટિસ રાહુલ ભારતીએ કહ્યું કે, BCI નિયમોના પ્રકરણ IV (ભાગ VI) માં Advocate ના ડ્રેસને લઈને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો: BPSC Students પર ક્રૂરતાપૂર્વક પોલીસે કર્યો લાઠીચાર્જ, જુઓ વીડિયો
પોતાના ચહેરા નહીં ઢાંકવાનું સૂચન કરવામાં આવ્યું હતું
High Court એ પોતાના આદેશમાં વધુ સ્પષ્ટતા કરી છે કે, નિયમ મુજબ મહિલા Advocate ને કોર્ટમાં કાળી આખી બાંયનું જેકેટ અથવા બ્લાઉઝ, સફેદ પટ્ટી, સાડી અથવા અન્ય પરંપરાગત કપડાં પહેરી શકે છે. આ સિવાય મહિલા Advocate પણ કાળો કોટ પહેરી શકશે. જોકે આ મુદ્દો કોર્ટમાં ત્યારે ઉઠાવવામાં આવ્યો જ્યારે એક કેસમાં એક મહિલા Advocate પોતાનો ચહેરો ઢાંકીને બેન્ચ સમક્ષ હાજર રહી હતી. જ્યારે તેણીને પોતાના ચહેરા નહીં ઢાંકવાનું સૂચન કરવામાં આવ્યું હતું. ત્યારે ન્યાયાધીશને મહિલા Advocateે જણાવ્યું કે, આ મારા મૂળભૂત અધિકારો હેઠળનું ઉલ્લંઘન છે.
હાજર રહેલા તમામ Advocate ની સ્પષ્ટ ઓળખ જરૂરી છે
પરંતુ ત્યારે High Court ના ન્યાયાધીશ દ્વારા મહિલા Advocate અને અન્ય Advocateને જણાવ્યું હતું કે, High Court ના રજિસ્ટ્રાર જનરલ Advocate ને લાગુ પડતા ડ્રેસ કોડ અંગેના નિયમો અંગેનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ કાઝમીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નિયમોમાં ક્યાંય એવું નથી કહેવામાં આવતું કે આ કોર્ટમાં હાજર થવા માટે આવા કોઈપણ પોશાક સ્વીકાર્ય નથી. ન્યાયિક કાર્યવાહીની પવિત્રતા જાળવવા માટે હાજર રહેલા તમામ Advocate ની સ્પષ્ટ ઓળખ જરૂરી છે.
આ પણ વાંચો: PM Modi એ અટલ જયંતી પર અટલજીના સ્વપ્નને સાકર કરી બતાવ્યું : C. R. Patil