અમેરિકન એરલાઈન્સમાં મહિલાઓ નથી સુરક્ષિત, જાહેરમાં કપડા બદલવા મજબૂર કર્યા
એરલાઈન્સમાં મુસાફરી કરવાની સૌ કોઇની ઇચ્છા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી એરલાઈન્સના કોઇને કોઇ એવા વીડિયો બહાર આવી રહ્યા છે જે વિવાદોથી ભરપૂર છે. ત્યારે હવે વધુ એક એરલાઈન્સનો વિવાદિત વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો અમેરિકન એરલાઈન્સનો છે. મળતી માહિતી અનુસાર, અમેરિકામાં બે મહિલાઓએ દાવો કર્યો છે કે, અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટમાં બેસવા માટે તેમને 'કવર-અપ વગર' જાહેરમાં તેમના કપડા બદલવાની ફરજ પાડવામાં આવી હતી. આ બંને મહિલાઓએ આ મામલે અમેરિકન એરલાઈન્સ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
આ બંને મહિલાઓએ ટ્વિટર પર આ ઘટના વિશે પોસ્ટ પણ કરી હતી. 'ક્રિસી મેયર નામની મહિલાએ દાવો કર્યો હતો કે આ ઘટના લાસ વેગાસના હેરી રીડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બની હતી.' મળતી માહિતી અનુસાર, જે સમયે આ મહિલાઓને કપડા બદલવાનું કહેવામાં આવ્યું ત્યારે સૌ કોઇ તેમને જોઈ શકતા હતા. મહિલાએ કહ્યું કે, મારે સમયસર મારી ફ્લાઇટ પકડવી હતી, તેથી મને આવું કરવાની ફરજ પડી હતી. મામલો અમેરિકાના લાસ વેગાસનો છે. યુવતીઓએ અમેરિકન એરલાઈન્સ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ઈન્ડિપેન્ડન્ટ યુકેના રિપોર્ટ અનુસાર, ક્રિસી મેયરે ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી આપી છે. જેમાં તેણે કહ્યું છે કે લાસ વેગાસના હેરી રીડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.
Omfg an @AmericanAir employee forced me and @keanuCthompson to change our pants before getting on the flight which actually turned out to be MORE REVEALING
THIS IS NO WAY TO TREAT A REWARDS MEMBER pic.twitter.com/SgjCrHdLHV
— Chrissie Mayr🇺🇸 (@ChrissieMayr) May 2, 2023
બંને મહિલાઓએ એરપોર્ટ પર પહોંચતા સમયે પહેરેલા કપડાંની સાથે પોતાની એક તસવીર પણ પોસ્ટ કરી હતી. તેની સાથે, તેણે તે કપડાંની તસવીર પણ પોસ્ટ કરી જે તેને કથિત રીતે ફ્લાઇટમાં ચડતા પહેલા પહેરવા માટે મજબૂર કરવામાં આવી હતી. એવું લાગે છે કે બંને મહિલાઓએ મેક્સી સ્કર્ટ અને ટ્રાઉઝર પહેર્યા હતા, જે આખરે તેમને શોર્ટ્સમાં બદલવા પડ્યા હતા. પીડિત મહિલાએ કહ્યું કે એક સન્માનિત નાગરિક હોવાના કારણે આ પ્રકારનું વર્તન બિલકુલ યોગ્ય નથી. તે અમારા માટે ખૂબ જ શરમજનક હતું.
આ પણ વાંચો - રશિયાના રાષ્ટ્રપતિને મારવાનો થયો પ્રયાસ, પુતિનના ઓફિસ પર થયો હુમલો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


