Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

World Cup 2023 : મોહમ્મદ શમી અને વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, India vs New Zealand મેચમાં બન્યા આ રેકોર્ડ્સ...

રોહિત શર્માની કપ્તાની હેઠળ, ભારતીય ટીમ ODI વર્લ્ડ કપ 2023માં સતત 5મી જીત નોંધાવીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ટીમે રવિવારે (22 ઓક્ટોબર) ન્યૂઝીલેન્ડ સામે એક મહત્વપૂર્ણ મેચ રમી હતી, જેમાં તેણે 4 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં ફાસ્ટ...
world cup 2023   મોહમ્મદ શમી અને વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ  india vs new zealand મેચમાં બન્યા આ રેકોર્ડ્સ
Advertisement

રોહિત શર્માની કપ્તાની હેઠળ, ભારતીય ટીમ ODI વર્લ્ડ કપ 2023માં સતત 5મી જીત નોંધાવીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ટીમે રવિવારે (22 ઓક્ટોબર) ન્યૂઝીલેન્ડ સામે એક મહત્વપૂર્ણ મેચ રમી હતી, જેમાં તેણે 4 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને ત્યારબાદ ચેઝ માસ્ટર વિરાટ કોહલી હીરો હતા, જેમણે ઘણા અદ્ભુત રેકોર્ડ તોડ્યા છે. શમી 5 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે કોહલીએ 95 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ મેચમાં 11 અદ્ભુત રેકોર્ડ બન્યા હતા.

પહેલો રેકોર્ડ એ છે કે વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમને પાવરપ્લેમાં કોઈ વિકેટ મળી નથી. આ રેકોર્ડ રોહિત શર્મા અને શુભમન ગિલ દ્વારા તોડવામાં આવ્યો છે. રોહિત-ગિલ વચ્ચે 71 રનની ભાગીદારી થઈ હતી.

Advertisement

Advertisement

ધર્મશાળામાં સૌથી મોટા લક્ષ્યનો પીછો કર્યો હતો

બીજો રેકોર્ડ ધર્મશાલા સ્ટેડિયમના સૌથી મોટા લક્ષ્યનો પીછો કરવાનો છે. વાસ્તવમાં આ મેચમાં કીવી ટીમે 274 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે 48 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. આ ભારતીય ટીમે ધર્મશાલા સ્ટેડિયમના સૌથી મોટા લક્ષ્યનો પીછો કરીને ઈતિહાસ રચ્યો છે. આ પહેલા 227 રનના સૌથી મોટા લક્ષ્યનો પીછો ધર્મશાલામાં કરવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2013માં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે આ લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ સામે 47.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.

વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત 5 વિકેટ ઝડપનાર ભારતીય
  • 2 - મોહમ્મદ શમી
  • 1 - કપિવ દેવ
  • 1 - વેંકટેશ પ્રસાદ
  • 1 - રોબિન સિંહ
  • 1 - આશિષ નેહરા
  • 1 - યુવરાજ સિંહ
ગિલનો ઐતિહાસિક રેકોર્ડ, સૌથી ઝડપી 2 હજાર ODI રન (ઈનિંગ્સમાં)
  • 38 - શુભમન ગિલ
  • 40 - હાશિમ અમલા
  • 45 - ઝહીર અબ્બાસ
  • 45 - કેવિન પીટરસન
  • 45 - બાબર આઝમ
  • 45 - રાસી વાન ડેર ડુસેન
કિવી બેટ્સમેન જેણે ભારત સામે વનડેમાં સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો
  • 145* - ટોમ લેથમ, ઓકલેન્ડ, 2022
  • 140 - મિશેલ બ્રેસવેલ, હૈદરાબાદ, 2023
  • 138 - ડેવોન કોનવે, ઇન્દોર, 2023
  • 130 - ડેરેલ મિશેલ, ધર્મશાલા, 2023
  • 120 - નાથન એસ્ટલ, રાજકોટ, 199 મી
  • વર્લ્ડ કપમાં ભારત સામે તે સ્કોર કરનાર બીજો કિવી બેટ્સમેન છે. આ પહેલા ગ્લેન ટર્નરે 1975માં માન્ચેસ્ટર મેચમાં ન્યૂઝીલેન્ડ માટે અણનમ 114 રન બનાવ્યા હતા.

વર્લ્ડ કપમાં શમીનો બોલિંગ રેકોર્ડ
  • મેચ: 12
  • વિકેટ: 36
  • સરેરાશ: 15.02
  • સ્ટ્રાઈક રેટ: 17.6
  • ઈકોનોમી રેટ: 5.09
વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય
  • 44 - ઝહીર ખાન
  • 44 - જવાગલ શ્રીનાથ
  • 36 - મોહમ્મદ શમી
  • 31 - અનિલ કુંબલે
  • 29 - જસપ્રિત બુમરાહ
  • 28 - કપિલ દેવ
વિશ્વ કપમાં સૌથી વધુ વખત 4 વિકેટ ઝડપનાર બોલર
  • 6 - મિચેલ સ્ટાર્ક
  • 5 - ઈમરાન તાહિર
  • 5 - મોહમ્મદ શમી
  • અત્યાર સુધી, શમી સિવાય, કોઈપણ ભારતીય બોલર ODI વર્લ્ડ કપમાં બે વખતથી વધુ 4 વિકેટ લઈ શક્યો નથી.
વર્લ્ડ કપમાં સૌથી વધુ 50 થી વધુ સ્કોર કરનાર ખેલાડીઓ
  • 21 - સચિન તેંડુલકર
  • 12 - કુમાર સંગાકારા
  • 12 - શાકિબ અલ હસન
  • 12 - વિરાટ કોહલી
એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ
  • 58 - એબી ડી વિલિયર્સ (2015)
  • 56 - ક્રિસ ગેલ (2019)
  • 50* - રોહિત શર્મા (2023)
  • 48 - શાહિદ આફ્રિદી (2002)
  • 47 - મોહમ્મદ વસીમ (2023)
કોહલીએ સૌથી વધુ ODI રનમાં જયસૂર્યાને પાછળ છોડી દીધા છે
  • 18426 - સચિન તેંડુલકર
  • 14234 - કુમાર સંગાકારા
  • 13704 - રિકી પોન્ટિંગ
  • 13437 - વિરાટ કોહલી
  • 13430 - સનથ જયસૂર્યા

આ પણ વાંચો : IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે ભારતની 4 વિકેટથી જીત,2019 વર્લ્ડ કપનો બદલો લીધો

Tags :
Advertisement

.

×