ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

World Cup 2023 : India vs Pakistan મેચની એક ટિકિટ વેચાઈ રહી છે 57 લાખ રૂપિયામાં

ODI World Cup 2023માં, ભારત - પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની મેચ અમદાવાદમાં રમાવાની છે. જેના માટે ક્રિકેટ ચાહકો સતત ટિકિટ બુક કરાવવાની શોધમાં જોવા મળી રહ્યા છે. વર્લ્ડ કપ માટે BCCIના ટિકિટિંગ પાર્ટનર BookMyShowની વેબસાઈટ પર કલાકો સુધી રાહ...
01:54 PM Sep 06, 2023 IST | Hardik Shah
ODI World Cup 2023માં, ભારત - પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની મેચ અમદાવાદમાં રમાવાની છે. જેના માટે ક્રિકેટ ચાહકો સતત ટિકિટ બુક કરાવવાની શોધમાં જોવા મળી રહ્યા છે. વર્લ્ડ કપ માટે BCCIના ટિકિટિંગ પાર્ટનર BookMyShowની વેબસાઈટ પર કલાકો સુધી રાહ...

ODI World Cup 2023માં, ભારત - પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની મેચ અમદાવાદમાં રમાવાની છે. જેના માટે ક્રિકેટ ચાહકો સતત ટિકિટ બુક કરાવવાની શોધમાં જોવા મળી રહ્યા છે. વર્લ્ડ કપ માટે BCCIના ટિકિટિંગ પાર્ટનર BookMyShowની વેબસાઈટ પર કલાકો સુધી રાહ જોયા પછી પણ ચાહકોને તેમની મનપસંદ મેચની ટિકિટ મળી ન હતી અને હવે તે જ ટિકિટ અન્ય પ્લેટફોર્મ પર લાખોમાં વેચાઈ રહી છે.

ભારત-પાકિસ્તાન મેચની એક ટિકિટ લેવા માટે જીવનભરની કમાણી લગાડવી પડશે

ભારત અને પાકિસ્તાનની મેચ દુનિયાના કોઇ પણ ખૂણે હોય તેને સ્ટેડિયમમાં જોવા માટે લોકો મોટી રકમ આપવા પણ તૈયાર થઇ જાય છે. અને જો આ જ મેચ ભારતમાં હોય અને તે પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં હોય તો ટિકિટો મળવી આમ પણ મુશ્કિલ બની જાય છે. સુત્રોની માનીએ તો આ મેચની ટિકિટો BookMyShowની વેબસાઈટ સિવાય અન્ય પ્લેટફોર્મ પર લાખો રૂપિયામાં વેચાઈ રહી છે. Live Mint ના અહેવાલ મુજબ, ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપની મેચની ટિકિટ સેકન્ડરી માર્કેટમાં ₹56 લાખ સુધી વેચાઈ રહી છે. Viagogo પર ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ 57,62,676 રૂપિયામાં વેચાઈ રહી છે. બાકીની મેચોની ટિકિટ પણ ₹18 થી ₹22 લાખની વચ્ચે વેચાઈ રહી છે. હાલની પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે, ભારત-પાકિસ્તાનની મેચની એક ટિકિટ લેવા માટે સામાન્ય માણસે જીવનભરની કમાણી લગાડવી પડશે.

ચાહકોમાં જોવા મળી નારાજગી

સુત્રોની માનીએ તો ભારત-પાકિસ્તાન મેચનો ક્રેઝ એટલો બધો છે કે લોકો આટલી મોટી રકમ આપીને પણ ટિકિટો ખરીદી રહ્યા છે. જોકે બીજી તરફ જે લોકો આટલી મોંઘી ટિકિટો ખરીદી શકતા નથી તેઓએ BookMyShowની સત્યતા પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર ચાહકોએ ટિકિટના ઊંચા ભાવને "હાસ્યાસ્પદ" ગણાવ્યા છે. એક ચાહકે કહ્યું, “ટિકિટ વેચતી વેબસાઈટ Viagogo મોટી કિંમતે ટિકિટ વેચી રહી છે. આનાથી પ્રશ્નો ઉભા થાય છે કે જ્યારે તમામ ટિકિટ સત્તાવાર રીતે સત્તાવાર ટિકિટિંગ પાર્ટનર BookMyShow દ્વારા વેચવામાં આવે છે ત્યારે આ કેવી રીતે શક્ય છે.” ચાહકોએ BookMyShow પાસે સાચા આંકડા જાહેર કરવા માંગ કરી હતી કારણ કે તેમને શંકા છે કે આ સત્તાવાર વેબસાઇટ પર વર્લ્ડ કપ મેચોની તમામ ટિકિટો બહાર પાડવામાં આવી રહી નથી.

ભારત-પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાશે

ભારતીય ટીમ 8 ઓક્ટોબરથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. યજમાન ભારતે પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. આ મેચ ચેન્નાઈમાં રમાશે. આ પછી ભારતીય ટીમ 11 ઓક્ટોબરે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. જ્યારે 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામે શાનદાર મેચ રમાશે. આ ભારત-પાકિસ્તાન મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

પૂર્વ ક્રિકેટર વેંકટેશ પ્રસાદ ચાહકોના સમર્થનમાં

આ દરમિયાન પૂર્વ ક્રિકેટર વેંકટેશ પ્રસાદ ચાહકોના સમર્થનમાં આવ્યા હતા અને BCCI પાસેથી ટિકિટ ખરીદવાની પ્રક્રિયામાં પારદર્શિતાની માંગ કરી હતી. પ્રસાદે ટ્વીટ કર્યું, “વર્લ્ડ કપની ટિકિટ મેળવવી ક્યારેય આસાન નહોતું. પરંતુ આ વખતે તે પહેલા કરતા વધુ મુશ્કેલ છે. વધુ સારું આયોજન કરી શકાયું હોત અને મને એવા ચાહકો પ્રત્યે સહાનુભૂતિ છે જેમની પાસે ઘણી અપેક્ષાઓ હતી અને હવે તેમને ટિકિટ મેળવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. હું આશા રાખું છું કે ચાહકો, જે રમતના સૌથી મહત્વપૂર્ણ હિતધારકોમાંના એક છે, તેમને તેમનું મૂલ્ય મળશે અને મને આશા છે કે BCCI ચાહકો માટે તેને સરળ બનાવશે."

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સમારોહ યોજાશે

જો સુત્રોનું માનીએ તો ICCએ ઓપનિંગ સેરેમની સાથે કેપ્ટનના ફોટો સેશન અને બ્રિફિંગની પણ યોજના બનાવી છે. આ સમારોહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે, જ્યાં તમામ ટીમો અને ક્રિકેટ રશિયાઓ મોટી સંખ્યામાં આવી શકે છે. ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા અનુસાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જણાવી દઈએ કે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ઈંગ્લેન્ડે છેલ્લો વર્લ્ડ કપ 2019નો ખિતાબ જીત્યો હતો.

આ પણ વાંચો - ODI World Cup માટે Team India તૈયાર, જાણો ટીમમાં કોને મળી તક અને કોણ રહી ગયું બહાર

આ પણ વાંચો - શ્રીલંકાની સુપર-4 માં એન્ટ્રી, માત્ર 2 રનથી હારી અફઘાનિસ્તાન એશિયા કપમાંથી બહાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Bcci World Cup SquadIcc Cricket World Cup NewsIndia vs PakistanIndia vs pakistan MatchIndia vs Pakistan Match TicketIndia Vs Pakistan World Cup 2023 Match TicketsNarendra Modi Stadium
Next Article