ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

World News : બ્રિટનમાં એક ચોંકાવનારી ઘટના, નર્સે કરી 7 બાળકોની હત્યા છતાં શા માટે...

બ્રિટનમાં 7 બાળકોની હત્યા કરનાર સિરિયલ કિલર નર્સને લક્ઝુરિયસ સુવિધાઓ સાથેની જેલમાં પૂરી દેવામાં આવી છે. અહીં તેની પાસે ફોન, ટેલિવિઝન, ડેસ્ક અને શાવર સહિતની ઘણી સુવિધાઓ હશે, જે સામાન્ય કેદીઓ પાસે નથી. જેના કારણે બાકીના કેદીઓમાં રોષ જોવા મળી...
10:18 PM Dec 01, 2023 IST | Dhruv Parmar
બ્રિટનમાં 7 બાળકોની હત્યા કરનાર સિરિયલ કિલર નર્સને લક્ઝુરિયસ સુવિધાઓ સાથેની જેલમાં પૂરી દેવામાં આવી છે. અહીં તેની પાસે ફોન, ટેલિવિઝન, ડેસ્ક અને શાવર સહિતની ઘણી સુવિધાઓ હશે, જે સામાન્ય કેદીઓ પાસે નથી. જેના કારણે બાકીના કેદીઓમાં રોષ જોવા મળી...

બ્રિટનમાં 7 બાળકોની હત્યા કરનાર સિરિયલ કિલર નર્સને લક્ઝુરિયસ સુવિધાઓ સાથેની જેલમાં પૂરી દેવામાં આવી છે. અહીં તેની પાસે ફોન, ટેલિવિઝન, ડેસ્ક અને શાવર સહિતની ઘણી સુવિધાઓ હશે, જે સામાન્ય કેદીઓ પાસે નથી. જેના કારણે બાકીના કેદીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

શા માટે તેને સ્પેશિયલ જેલમાં મોકલવામાં આવી રહી છે

મળતી માહિતી મુજબ, સીરિયલ કિલર નર્સનું નામ લુસી લેટેબી છે. લુસીએ સાત બાળકોની હત્યા કરી છે અને 6 લોકોની હત્યાનો પ્રયાસ કર્યો છે. લુસીને આ વર્ષે દોષી ઠેરવવામાં આવી હતી અને તેને જેલમાં મોકલવામાં આવી હતી. બ્રિટિશ અખબારોમાં દાવો કરવામાં આવ્યો છે કે લુસીની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને સ્પેશિયલ જેલમાં મોકલવામાં આવી રહી છે.

ઘરમાંથી ફૂટનોટ મળી

નોંધનીય છે કે પોલીસે વર્ષ 2018માં લુસી લેટબીની ધરપકડ કરી હતી. તે દરમિયાન લુસીના ઘરમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો, લુસીએ લખ્યું હતું કે, 'મેં બાળકોને જાણી જોઈને મારી નાખ્યા કારણ કે હું તેમની સંભાળ રાખવામાં સક્ષમ ન હતી. મેં આ બધું કર્યું, હું જાનવર છું. હું મારા જીવનમાં ક્યારેય લગ્ન નહીં કરું કે મને ક્યારેય બાળકો થશે નહીં.

આ પણ વાંચો : America માં ભારતીય વિદ્યાર્થી સાથે બર્બરતાનો મામલો સામે આવ્યો, એવું ક્રૂર વર્તન કર્યું કે તમે પણ જોઇને કહેશો… OMG!

Tags :
7 childern killerbaby murder caseBritainBritish Killer nurseBritish Nurse Lucy Letbychild killer nurseEnglandLucy Letby NurseNurseserial killer Lucy Letbyserial killer nurseUK Killer nurseUK Murder caseUK Nurseworld
Next Article