ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જાણો કેમ 22 માર્ચે જ World Water Day ઉજવાય છે? આ વર્ષની થીમ છે એકદમ ખાસ

World Water Day 2024 : દુનિયાનો સૌથી મોટો ભાગ પાણીથી ઘેરાયેલો છે. એટલે એવું કહીં શકાય કે, પૃથ્વી પર ત્રણ ભાગમાં પાણી છે અને એક જ ભાગમાં જમીન છે. જોકે, બધુ પાણી પીવા લાયક નથી. કારણ કે, મોટા ભાગની પાણી...
12:09 PM Mar 22, 2024 IST | VIMAL PRAJAPATI
World Water Day 2024 : દુનિયાનો સૌથી મોટો ભાગ પાણીથી ઘેરાયેલો છે. એટલે એવું કહીં શકાય કે, પૃથ્વી પર ત્રણ ભાગમાં પાણી છે અને એક જ ભાગમાં જમીન છે. જોકે, બધુ પાણી પીવા લાયક નથી. કારણ કે, મોટા ભાગની પાણી...
World Water Day 2024

World Water Day 2024 : દુનિયાનો સૌથી મોટો ભાગ પાણીથી ઘેરાયેલો છે. એટલે એવું કહીં શકાય કે, પૃથ્વી પર ત્રણ ભાગમાં પાણી છે અને એક જ ભાગમાં જમીન છે. જોકે, બધુ પાણી પીવા લાયક નથી. કારણ કે, મોટા ભાગની પાણી દરિયા ખારા પાણી સ્વરૂપે છે. પીવા લાયક પાણીની વાત કરવામાં આવે તો માત્ર 3 ટકા પાણી જ પીવા યોગ્ય મીઠું પાણી છે. આ ત્રણ ટકા પાણી પર દનિયા નભી રહીં છે. જો ભારતમાં પાણીની વાત કરવામાં આવે તો તેના આંકડા કંઈક આવા છે. જળ સંસાધન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડા મુજબ વાત કરીએ તો ભારતમાં એક વર્ષમાં વપરાતા પાણીનો ચોખ્ખો જથ્થો 1,121 બિલિયન ક્યુબિક મીટર હોવાનો અંદાજ છે. જ્યારે પીવાના પાણીની માંગ વર્ષ 2025માં વધીને 1093 BCM અને 2050 સુધીમાં 1447 BCM સુધી પહોંચી શકે છે.

વિશ્વમાં માત્ર 3 ટકા પાણી પીવા લાયક

ભારતમાં પાણીની સમસ્યા દિવસે દિવસે વધી રહીં છે. સૌ જાણે છે કે, ભારતમાં 1.4 અરબ લોકો છે. જેના સંદર્ભમાં વાત કરવામાં આવે તો વિશ્વમાં જે 3 ટકા પાણી પીવા લાયક છે તેમાંથી ભારતમાં માત્ર 4 ટકા જ છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટની વાત કરવામાં આવે તો ભારતમાં પાણીની સમસ્ય વધારે વિકરાળ બની રહીં છે. ઘણાં રાજ્યોમાં તો અત્યારે પાણીની સમસ્યા સર્જાઈ પણ રહીં છે. રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં ભૂગર્ભજળનું સંકટ 2025 સુધીમાં વધુ વકરી શકે છે.

ભૂગર્ભના જળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યાં છે

વિશ્વમાં પાણીના મહત્વને લોકો સમજી અને પાણીનો યોગ્ય ઉપયોગ કરી શકે તે માટે દર વર્ષે વિશ્વમાં 22 માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે મનાવવા માટે આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે લોકોમાં પાણી અંગે સતર્કતા આવે તે જરુરી છે. કારણ કે, ભૂગર્ભના જળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યાં છે. જો અત્યારે પાણીના મહત્વને સમજવામાં નહીં આવે તો સ્વાભાવિક છે કે, થોડા વર્ષો બાદ ખેતી માટે અને પીવા માટે પણ ખરીદવું પડશે. તો ચાલો જાણીએ કેમ વિશ્વ કક્ષાએ કેમ જળ દિવસ ઉજવવામાં આવે છે.

જાણો ક્યારે જળ દિવસની ઉજવણી થાય છે?

આખા વિશ્વમાં દર વર્ષે 22 માર્ચને વિશ્વ જળ દિવસ કરીકે ઉજવવામાં આવે છે. મળતી વિગતો પ્રમાણે ઈ.સ 1993 થી આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. 1992 માં બ્રાઝિલના રિયો ડી જાનેરો માં પર્યાવરણ અને વિકાસ જેવા મુદ્દાઓને લઈને સંયુક્ત રાષ્ટ્રનું એક સમ્મેલન યોજાયું હતું.અહીં કરવામાં આવેલી ચર્ચા અને વિચારણા બાદ 1993માં પહેલી વાર વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધી દર વર્ષે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2010 માં સંયુક્ત રાષ્ટ્રમાં સલામત, સ્વચ્છ પીવાના પાણી અને સ્વચ્છતાના અધિકારને માનવ અધિકાર તરીકે માન્યતા આપવામાં આવી હતી.

આ વર્ષે જળ દિવસની આ થીમ નક્કી કરાઈ

તમને જણાવી દઈએ કે, દર વર્ષે જળ દિવસને લઈને એક થીમ નક્કી કરવામાં આવે છે. જેના આધારે વિશ્વમાં જળ દિવસની ઉજવણી કરાય છે. આ વર્ષ 2024 ની વાત કરવામાં આવે તો ‘શાંતિ માટે જળનો ઉપયોગ’ ની થીમ નક્કી કરવામાં આવી છે. આ થીમ દ્વારા સંદેશ આપવામાં આવી રહ્યો છે કે જ્યારે સમુદાયો અને દેશો આ અમૂલ્ય વહેંચાયેલ સંસાધન પર સહયોગ કરે ત્યારે પાણી શાંતિનું સાધન બની શકે છે.

જીવવા માટે પાણીનું મહત્વ ખુબ જ વધારે

'પાણી એ જીવન છે' એ વિધાન સાચું છે, કારણ કે પાણી વિના જીવનની કલ્પના કરી શકાતી નથી. આ ઉપરાંત મોટાભાગની સંસ્કૃતિઓ પણ નદી કિનારે વિકસેલી છે. આપણી પૃથ્વીનો લગભગ 71 ટકા ભાગ પાણીથી ઢંકાયેલો છે, બાકીના ભાગોમાં મનુષ્યો, પ્રાણીઓ, જંગલો, મેદાનો, ઉચ્ચપ્રદેશો અથવા પર્વતો વગેરે વસે છે. તે જ સમયે, દરેક જીવ પાણી પર નિર્ભર છે. પરંતુ એ વાત પણ સાચી છે કે પાણીનો બિનજરૂરી ઉપયોગ થઈ રહ્યો છે. વસ્તીમાં વધારો, ખેતી અને ઔદ્યોગિકીકરણને કારણે પાણીનો વપરાશ વધ્યો છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, વિશ્વભરના લોકોને પાણી સંબંધિત મુદ્દાઓ પર વધુ માહિતી મેળવવા તેમજ પરિવર્તન માટે પગલાં લેવા સક્ષમ બનાવવા માટે દર વર્ષે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ પણ વાંચો: Pushpak Vimana : 21મી સદીના ભારતનું ‘પુષ્પક વિમાન’ સફળ, કર્ણાટકના ચિત્રદુર્ગમાં થયું પરીક્ષણ
આ પણ વાંચો: PM Modi Bhutan Visit : પીએમ મોદી બે દિવસીય ભૂટાનના પ્રવાસે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
આ પણ વાંચો: Bharuch : ભરૂચમાં મહાદેવ મંદિરને સળગાવવાનો પ્રયાસ, ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ
Tags :
Bengaluru Water CrisisBenifitsofWaterchemical waterVimal PrajapatiWater DayWater Day 2024World Water DayWorld Water Day 2024
Next Article