World Yoga Day 2026 : ભાવનગરના સિહોરમાં 50 થી વધુ ગર્ભવતી મહિલાઓએ કર્યો યોગાભ્યાસ, સ્વસ્થ જીવનનો આપ્યો સંદેશ
World Yoga Day 2026 : આજે 12 મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યની સાથે ભાવનગર જિલ્લાના સિહોર ખાતે પણ ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આ વર્ષની ઉજવણી અન્ય કાર્યક્રમો કરતા ઘણી રીતે અલગ અને પ્રેરણાદાયી રહી હતી, કારણ કે અહીં સગર્ભા મહિલાઓ માટે એક વિશેષ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisement
World Yoga Day 2026 : સિહોર ખાતે જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં યોગા ક્વીન હેતસ્વી સોમાણીએ વિશેષ માર્ગદર્શક તરીકે ઉપસ્થિત રહીને 50 થી વધુ સગર્ભા મહિલાઓને યોગ અને પ્રાણાયામ કરાવ્યા હતા. ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળક બંનેના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે યોગ કેટલા મહત્વપૂર્ણ છે.

