World Yoga Day 2026 Jamnagar : શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ પોલીસ હેડક્વાર્ટર ખાતે નાગરિકો સાથે કર્યો યોગાભ્યાસ
World Yoga Day 2026 Jamnagar : આજે 12 માં આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર દેશ સાથે જામનગરમાં પણ ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્યો અને નાગરિકો હાજર રહ્યાં હતા.
Advertisement
World Yoga Day 2026 Jamnagar : રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ યોગ કર્યો હતો,આ પ્રસંગે જામનગર જિલ્લા કલેક્ટર સહિતના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમે એક ગરિમાપૂર્ણ સ્વરૂપ ધારણ કર્યું હતું.

