Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું હવે થશે સમાધાન ? Wrestlers અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે થઈ મુલાકાત

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણશરણ સિંહનો (Brijbhushansharan Singh) વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ અમિત શાહના નિવાસસ્થાને આ બેઠક લગભગ દોઢ થી બે કલાક સુધી ચાલી હતી....
શું હવે થશે સમાધાન   wrestlers અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે થઈ મુલાકાત
Advertisement

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણશરણ સિંહનો (Brijbhushansharan Singh) વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ અમિત શાહના નિવાસસ્થાને આ બેઠક લગભગ દોઢ થી બે કલાક સુધી ચાલી હતી. શનિવારે રાત્રે લગભગ 11 વાગ્યે તેઓ વચ્ચે બેઠક થઈ હતી. ખાપ પંચાયતોએ (Khap Panchayats) કેન્દ્રને 9 જૂન સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે ત્યારે અમિત શાહ કુસ્તીબાજોને (Wrestlers) મળ્યા છે. સામેલ હતા.

શાહ અને કુસ્તીબાજો વચ્ચે બેઠક

Advertisement

મીડિયા રિપોર્ટ પ્રમાણે કુસ્તીબાજોએ અમિત શાહ પાસેથી WFI ના પૂર્વ પ્રમુખ અને BJP સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની (Brijbhushansharan Singh) ધરપકડની માંગ કરી છે. આ પછી, ગૃહ પ્રધાને કુસ્તીબાજો સાથે કોઈપણ ભેદભાવ વિના સંપૂર્ણ તપાસની ખાતરી આપી. કુસ્તીબાજોએ જ અમિત શાહ સાથે મુલાકાતની સમય માંગ્યો હતો. અમિત શાહે (Amit Shah) કહ્યું કે, આ મામલે કાયદો પોતાનું કામ કરશે. પોલીસ (Police) તપાસ કરી રહી છે. તેણે કુસ્તીબાજોને પણ પૂછ્યું કે, શું પોલીસને તેમનું કામ કરવા માટે સમય ન આપવો જોઈએ. અમિત શાહ અને કુસ્તીબાજો વચ્ચે શનિવારે થયેલી બેઠક મોડી રાત્રે બે કલાક સુધી ચાલી હતી. રેસલર બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને કેટલાક કોચ તેમાં સામેલ હતા.

Advertisement

  • ઉલ્લેખનીય છે કે, 28 એપ્રિલે દિલ્હી પોલીસે (Delhi Police) કુસ્તીબાજોની (Wrestlers) ફરિયાદ પર સિંહ વિરુદ્ધ બે FIR નોંધી છે. અહેવાલ છે કે શાહ સાથેની મુલાકાત દરમિયાન કુસ્તીબાજોએ તપાસમાં વિલંબનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે માંગ કરી છે કે આ કેસમાં જલ્દી જ મજબૂત ચાર્જશીટ દાખલ કરવામાં આવે. આ પહેલા ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે પણ કુસ્તીબાજોને તપાસમાં સહયોગ કરવાની અપીલ કરી છે.

નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પહેલા કુસ્તીબાજો (Wrestlers) અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત થઈ હતી. તે વાતચીત અનિર્ણિત રહી હતી ત્યારે કુસ્તીબાજો તેમના સમર્થકો સાથે નવી સંસદ તરફ કૂચ કરી હતી. જો કે, તે દરમિયાન દિલ્હી પોલીસે તેમને અટકાવ્યા હતા અને કેટલાક કુસ્તીબાજોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યું UNITED WORLD WRESTLING, WFI ને સસ્પેન્ડ કરવાની આપી ધમકી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×