તાલિબાનની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોના 'પ્રવેશ પ્રતિબંધ' પર લેખિકા તસ્લીમા નસરીએ આપી તીવ્ર પ્રતિક્રિયા
- Taslima Nasreen: તાલિબાનની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોના 'પ્રવેશ પ્રતિબંધ' પર વિવાદ
- આ મામલે દેશના વિરોધ પક્ષ સહિતના બુદ્વિજીવીઓએ કરી આકરી ટીકા
- હવે આ મામલામાં બાંગ્લાદેશની લેખિકાએ તાલિબાન પર કર્યો મોટો પ્રહાર
તાલિબાન સરકારના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી (Amir Khan Muttaqi) ની ભારત મુલાકાત દરમિયાન દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સે મોટો વિવાદ (Press Conference Row) સર્જાયો છે. મુત્તાકીએ આ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને પ્રવેશ ન આપતાં (Women Journalists Ban) તાલિબાનના મહિલા વિરોધી વલણ પર દેશભરમાં આક્રોશ ફેલાયો છે .વિરોધ પક્ષની ટીકા બાદ હવે આ મામલે બાંગ્લાદેશની લેખિકા તસ્લીમાં નસરીને તાલિબાન પર આકરા પ્રહાર કર્યા છે. નસરીને તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તાલિબાનો મહિલાઓના માનવ અધિકારોને ગણતા જ નથી.આ ઉપરાંત તેમણે પુરુષ પત્રકારો પર પણ સવાલ ઉઠાવ્યા છે.
Taslima Nasreenએ તાલિબાન પર કર્યા આકરા પ્રહાર
બાંગ્લાદેશી નિર્વાસિત લેખિકા તસ્લીમા નસરીને આ ઘટના પર તીવ્ર પ્રતિક્રિયા આપતાં તાલિબાનને મહિલાઓના "માનવ અધિકારોનો ઇનકાર કરનાર" ગણાવ્યા. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે તાલિબાન મહિલાઓને શાળા કે કાર્યસ્થળે ક્યાંય જોવા માંગતા નથી, કારણ કે તેઓ મહિલાઓને માનવ તરીકે ગણતા જ નથી. નસરીને પુરુષ પત્રકારોની વિવેકબુદ્ધિ પર પણ સવાલ ઉઠાવ્યો, કહ્યું કે જો તેઓમાં વિવેક હોત, તો તેમણે પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર કરવો જોઈતો હતો.
The Afghan Foreign Minister, Amir Khan Muttaqi, has come to India and held a press conference. However, he did not allow any female journalists to attend. In Islam as practiced by the Taliban, women are expected only to stay at home, bear children, and serve their husbands and…
— taslima nasreen (@taslimanasreen) October 11, 2025
Taslima Nasreen: ભારત સરકારે કરી આ વાત
વિદેશ મંત્રાલય (MEA) એ તાત્કાલિક સ્પષ્ટતા કરી કે મુત્તાકી દ્વારા યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સ સાથે ભારત સરકારને કોઈ લેવાદેવા નથી, કારણ કે તેનું આયોજન અફઘાન દૂતાવાસમાં કરવામાં આવ્યું હતું. ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક યોજાયા બાદ કોઈ સંયુક્ત પ્રેસ બ્રીફિંગ રાખવામાં આવ્યું ન હતું.
Taslima Nasreen:કોંગ્રેસના પી. ચિદમ્બરે પણ નારાજગી વ્યકત કરી
આ વિવાદ વચ્ચે, કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે પણ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે પુરુષ પત્રકારોએ કોન્ફરન્સ છોડી દેવી જોઈતી હતી. ઓગસ્ટ 2021 માં તાલિબાન સત્તામાં આવ્યા પછી મુત્તાકીની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે. જોકે, સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, તાલિબાન શાસન હેઠળ અફઘાન મહિલાઓ હાલમાં વિશ્વના સૌથી ગંભીર મહિલા અધિકાર સંકટનો સામનો કરી રહી છે, તેમને શિક્ષણ અને કાર્યસ્થળોમાંથી સતત બાકાત રાખવામાં આવી રહી છે. મુત્તાકીની આ ક્રિયા તાલિબાનના એ જ પિતૃસત્તાક વલણને રેખાંકિત કરે છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર MBBS વિદ્યાર્થિની પર ગેંગરેપની ઘટના,પોલીસે સઘન તપાસ હાથ ધરી


