Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: પોલીસ દ્વારા રોંગ સાઈડની ડ્રાઇવ શરૂ, પ્રથમ દિવસે જ 160 વાહન ચાલકો સામે કેસ

Ahmedabad: અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.રોંગ સાઈડમાં આવતા લોકોને દંડની જગ્યાએ FIR કરવામાં આવી રહી છે. ગઈકાલે પ્રથમ દિવસે જ 160 વાહન ચાલકો સામે કેસ કરવામાં આવ્યા હતા. આજે બીજા દિવસે ફરીથી ડ્રાઇવ શરૂ...
ahmedabad  પોલીસ દ્વારા રોંગ સાઈડની ડ્રાઇવ શરૂ  પ્રથમ દિવસે જ 160 વાહન ચાલકો સામે કેસ
Advertisement

Ahmedabad: અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.રોંગ સાઈડમાં આવતા લોકોને દંડની જગ્યાએ FIR કરવામાં આવી રહી છે. ગઈકાલે પ્રથમ દિવસે જ 160 વાહન ચાલકો સામે કેસ કરવામાં આવ્યા હતા. આજે બીજા દિવસે ફરીથી ડ્રાઇવ શરૂ થઈ છે. આજે રવિવારનો દિવસ હોવાથી સવારથી જ પોલીસ દ્વારા અલગ અલગ પોઇન્ટ પર ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

રોંગ સાઈડ આવતા અનેક લોકોને પકડીને કરાય છે FIR

વિગતો વાત કરવામાં આવે તો, F ડિવિઝન ટ્રાફિક પોલીસ (F Division Traffic Police) દ્વારા શાહીબાગમાં અલગ અલગ જગ્યાએ ડ્રાઇવ કરવામાં આવી હતી જેમાં ઘેવૃ સર્કલ ખાતે પોલીસ દ્વારા રોંગ સાઈડ આવતા અનેક લોકોને પકડીને FIR કરવામાં આવી છે. જેમાં મહિલાઓ પણ રોંગ સાઈડમાં વાહન લઇને આવી રહી હતી. આ ઉપરાંત રાજસ્થાન હોસ્પિટલ અને શનિદેવ મંદિર ખાતે પણ પોલીસ દ્વારા અનેક વાહન ચાલકોને રોકીને FIR કરવામાં આવી છે. વાહન ચાલકો વિરુદ્ધ કલમ 279 અને 184 મુજબ ગુનો નોંધી પોલીસ સ્ટેશનમાંથી જામીન આપવામાં આવી રહ્યા છે.

Advertisement

શહેરના અલગ અલગ વિસ્તારમાં ડ્રાઇવ રાખવામાં આવી

ગઈકાલે 160 કેસ કરવામાં આવ્યા છતાં હજુ અનેક લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યા છે. પોલીસ જ્યારે રોંગ સાઈડમાં વાહન ચાલકોને પકડે છે ત્યારે અલગ અલગ બહાના બતાવે છે. અનેક વાહન ચલણો રોંગ સાઈડમાં આવીને દૂરથી જ પોલીસને જઈને નાસી જાય છે. આજે રજાનો દિવસ હોવાથી સવારથી પોલીસ દ્વારા Ahmedabad ના અલગ અલગ વિસ્તારમાં ડ્રાઇવ રાખવામાં આવી છે. નોંધનીય છે કે, અત્યારે લોકો રોંગ સાઈડમાં વધારે ચાલતા હોય છે. કોઈને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું હોતું નથી. પરંતું તેના કારણે ઘણા અકસ્માતો પણ થતા હોય છે. જેથી અત્યારે પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેથી લોકોને કાયદાનું ભાન કરાવી શકાય.

Advertisement

અહેવાલઃ પ્રદીપ કચિયા, અમદાવાદ

આ પણ વાંચો: પોલીસ પરવાનગી અને ફાયર NOC વિના ચાલતું હતું Casanova Cafe, માલિકો સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો: વિદેશમાં કચ્છી કેરીની છે બોલબાલા! UK ની બજારમાં દરરોજ 1 લાખ કિલો કેશર કેરીની ડિમાન્ડ

આ પણ વાંચો: સાહસનું ઉત્તમ ઉદાહરણ! બાઈક ઉપર 22 દેશ ફરીને યુવક પહોંચ્યો Dahod

Tags :
Advertisement

.

×