WTC ફાઈનલ : આ ભારતીય દિગ્ગજ ખેલાડી દ્રવિડ અને રોહિત પર થયો ગુસ્સે, કહ્યું કે...
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતની હાલત ખરાબ છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાના બોલરોને જોરદાર રીતે પછાડીને 469 રનનો પહાડી સ્કોર બનાવ્યો હતો. આ પછી ભારતીય ટોપ ઓર્ડર બેટ્સમેનોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. ટોપ-4 બેટ્સમેનમાંથી કોઈ પણ 20 થી વધુ રન બનાવી શક્યા નહતા. આ દરમિયાન ભારતના એક પૂર્વ દિગ્ગજ ખેલાડીએ મોટું નિવેદન આપ્યું છે.
ભારતીય ટોપ ઓર્ડર વેરવિખેર
ભારત તરફથી પ્રથમ દાવમાં બેટિંગ કરવા આવેલા ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. રોહિતે 15 જ્યારે ગિલે 13 રન બનાવ્યા હતા. આ પછી વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા પણ સસ્તામાં આઉટ થયા હતા. બંનેએ 14-14 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ સારી બેટિંગ કરી હતી, પરંતુ દિવસની રમત પૂરી થાય તેના થોડા સમય પહેલા જ તેને નાથન લિયોને આઉટ કર્યો હતો. સ્ટમ્પ સુધી ભારતે 5 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા છે. અજિંક્ય રહાણે (29) અને શ્રીકર ભરત (5) ક્રિઝ પર હાજર છે. ત્રીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે, ચાહકોને અજિંક્ય રહાણે પાસેથી મોટી ઈનિંગ્સની અપેક્ષા છે.
આ મોટા ક્રિકેટરે આપ્યું મોટું નિવેદન
ભારતના પૂર્વ બેટ્સમેન સૌરવ ગાંગુલીએ મોટું નિવેદન આપ્યું છે. તેણે બીજા દિવસના છેલ્લા સેશનમાં રવિન્દ્ર જાડેજાની વિકેટ લેનાર સ્પિનર નાથન લિયોનની પ્રશંસા કરી અને કહ્યું કે કોણ કહે છે કે સ્પિન બોલર ઘાસવાળી પીચ પર રમી શકતો નથી. તેણે કહ્યું કે લિયોન ઓસ્ટ્રેલિયામાં વિકેટ લેવામાં પણ સફળ છે, જ્યાં પિચ ઝડપી બોલિંગ માટે મદદરૂપ છે. જણાવી દઈએ કે, ગાંગુલીએ અગાઉ પણ રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ-11માં સામેલ ન કરવાના નિર્ણયની ટીકા કરી હતી. તેણે કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાએ તેને ન રમાડીને મોટી ભૂલ કરી છે.
આ પણ વાંચો : WTC ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ કરી આ મોટી ભૂલ, કોચના નિવેદનથી ખળભળાટ