Botad Clash Case મામલે યજ્ઞેશ દવેના ગંભીર આરોપોથી માહોલ ગરમાયો
- Botad Clash Case: આપના નેતાઓ ગુજરાતની શાંતિ ડહોળવાનું કામ કરે છેઃ યજ્ઞેશ દવે
- નક્સલો જેવી પ્રવૃત્તિ કરે છે આપના નેતાઓ
- આપના નેતા અરાજકતા ફેલાવી લૂલો બચાવ કરે છે
Botad Clash Case: બોટાદના હડદડ ઘર્ષણ મામલે ભાજપનો મોટો આરોપ સામે આવ્યો છે. જેમાં યજ્ઞેશ દવેએ આરોપ લગાવતા જણાવ્યું છે કે આપના નેતાઓ ગુજરાતની શાંતિ ડહોળવાનું કામ કરે છે. આપના નેતાઓ નક્સલો જેવી પ્રવૃત્તિ કરે છે. તથા આપના નેતા અરાજકતા ફેલાવી લૂલો બચાવ કરે છે. પોલીસે સામેથી હુમલો કર્યાની વાત હાસ્યાસ્પદ છે. તેમજ કોણે પથ્થરમારો કર્યો, કોણે જીપ પલટી બધા વીડિયો છે.
હડદડ ગામમાં થયેલા ઘર્ષણના કેસે હવે રાજકીય વળાંક લીધો
બોટાદ જિલ્લામાં હડદડ ગામમાં થયેલા ઘર્ષણના કેસે હવે રાજકીય વળાંક લીધો છે. ભાજપના યજ્ઞેશ દવેએ આ મામલે આરોપો લગાવતાં ચર્ચાનો માહોલ ગરમાવ્યો છે. યજ્ઞેશ દવેએ દાવો કર્યો કે હડદડમાં થયેલો વિવાદ કોઈ સામાન્ય ઝઘડો નહોતો, પરંતુ તેને રાજકીય રીતે પ્રેરિત કરીને ચોક્કસ જૂથોને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, કેટલાક આપના નેતાઓએ પોતાના સ્વાર્થ માટે લોકો વચ્ચે અશાંતિ ફેલાવીને પરિસ્થિતિ બગાડવાનો પ્રયાસ કર્યો છે. આ આખા મામલે ઉચ્ચ સ્તરે તપાસ હાથ ધરવામાં આવે અને કડક પગલાં લેવામા આવશે.
Botad Clash Case: યજ્ઞેશ દવેએ હડદડના રહેવાસીઓને શાંતિ અને એકતા જાળવવાની અપીલ પણ કરી
યજ્ઞેશ દવેએ હડદડના રહેવાસીઓને શાંતિ અને એકતા જાળવવાની અપીલ પણ કરી છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારના વિવાદો માત્ર સમાજમાં ફૂટ પાડે છે અને વિકાસના માર્ગમાં અવરોધરૂપ બને છે. “બોટાદ શાંતિપ્રિય જિલ્લો છે, પરંતુ કેટલાક તત્વો પોતાનો રાજકીય સ્વાર્થ સિદ્ધ કરવા માટે અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તરફ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓએ હડદડ ગામમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. ગામમાં હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ મામલે યજ્ઞેશ દવેના આરોપોની પણ ઉચ્ચ સ્તરે તપાસ શરૂ કરવાના સંકેત મળ્યા છે.
આ પણ વાંચો: COVID-19 ચેપથી શુક્રાણુઓમાં થયો ફેરફાર, નવા સંતાનોમાં ચિંતા વધી