'હક' ફિલ્મને સેન્સર બોર્ડની લીલીઝંડી, યામી-ઇમરાનની ફિલ્મ 7 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ થશે
- Haq UA Certificate: "હક" ફિલ્મને ભારતીય સેન્સર બોર્ડ તરફથી મોટી રાહત મળી છે
- "હક" ફિલ્મને સેન્સર બોર્ડે UA સર્ટીફિકેટ સાથે રિલીઝની મંજૂરી આપી
- આ ફિલ્મ 7 નવેમ્બરે દેશ સહિત વિદેશમાં થશે રિલીઝ
યામી ગૌતમ અને ઈમરાન હાશ્મી અભિનીત આગામી ફિલ્મ "હક" ને ભારતીય સેન્સર બોર્ડ તરફથી મોટી રાહત મળી છે. આ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મને 'UA' (યુનિવર્સલ વિથ એડલ્ટ સુપરવિઝન) સર્ટિફિકેટ સાથે સિનેમાઘરોમાં રિલીઝ માટે મંજૂરી આપવામાં આવી છે, જેનો અર્થ છે કે 13 વર્ષથી વધુ ઉંમરના દર્શકો તેને જોઈ શકશે. આ મંજૂરી સાથે, દર્શકોનો ઉત્સાહ વધ્યા છે, કેમ કે આ ફિલ્મ 7 નવેમ્બરના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
Haq UA Certificate: હક ફિલ્મને સેન્સરબોર્ડની મળી મંજૂરી
જંગલી પિક્ચર્સના બેનર હેઠળ નિર્મિત અને સુપર્ણ એસ. વર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ ક્લીનચીટ મળી છે. ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ભારતમાં 28 ઓક્ટોબર, 2025ના રોજ 'UA 13+' સર્ટિફિકેટ મળ્યું છે. રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મને UAE, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને યુકે સહિતના દેશોના સેન્સર બોર્ડ તરફથી પણ મંજૂરી મળી છે અને તેને પરિવાર સાથે જોવા માટે યોગ્ય જાહેર કરવામાં આવી છે.
'HAQ' CLEARED IN INDIA, UAE, UK, AUSTRALIA, NEW ZEALAND... #JungleePictures' #Haq – starring #EmraanHashmi and #YamiGautamDhar – has received censor clearance in #India, #UAE, #UK, #Australia, and #NewZealand.
⭐️ #India: Certified UA 13+ by CBFC on 28 Oct 2025.
⭐️ #UAE:… pic.twitter.com/CaVeom53DY— taran adarsh (@taran_adarsh) November 4, 2025
Haq UA Certificate: હક ફિલ્મને લઇને યામી ગૌતમે આપ્યું આ નિવેદન
અભિનેત્રી યામી ગૌતમે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી હતી કે, ફિલ્મને કોઈપણ દેશમાં એક પણ કટ મળ્યો નથી. તેણીએ કહ્યું કે, "જો વિદેશમાં કોઈ સમુદાયને કોઈ વાંધો નથી, તો ભારતમાં પણ કોઈ ચિંતા ન હોવી જોઈએ." યામીના મતે, આ ફિલ્મ કોઈ ધર્મ કે વિચારધારા વિરુદ્ધ નથી, પરંતુ સમાજમાં સ્વસ્થ ચર્ચાની જરૂરિયાત પર ભાર મૂકે છે. UAEમાં તેને 'PG 15' અને અન્ય દેશોમાં 'PG' રેટિંગ મળ્યું છે, જે તેની સાર્વત્રિક સ્વીકૃતિ દર્શાવે છે.
આ ફિલ્મ UCC સહિત કલમ 125ની જોગવાઇ પર આધારિત
"હક" ફિલ્મની વાર્તા ભારતીય બંધારણની કલમ 44 (સમાન નાગરિક સંહિતા - UCC) અને ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 125 માં સમાવિષ્ટ જોગવાઈઓથી પ્રેરિત છે. આ ફિલ્મ એક એવી માતાના સંઘર્ષને રજૂ કરે છે જે પોતાના અને પોતાના બાળકોના અધિકારો (હક) માટે ન્યાય મેળવવા કોર્ટમાં લડે છે. ફિલ્મ ધર્મ, પરિવાર, ઓળખ અને ન્યાય જેવા સંવેદનશીલ અને ગંભીર મુદ્દાઓને બહુ જ સંવેદનશીલ રીતે સ્પર્શે છે.યામી ગૌતમ અને ઈમરાન હાશ્મી ઉપરાંત, આ ફિલ્મમાં શીબા ચઢ્ઢા, વર્તિકા સિંહ, દાનિશ હુસૈન અને અસીમ હટ્ટંગડી જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જંગલી પિક્ચર્સની સાથે ઈન્સોમ્નિયા ફિલ્મ્સ અને બાવેજા સ્ટુડિયોએ પણ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે.
આ પણ વાંચો: 'તમે સાડીમાં સારા લાગો છો' કહેવુ એક્ટરને પડ્યુ ભારે, મહિલાએ સ્ક્રિનશોર્ટ્સ વાયરલ કરીને લગાવ્યા ગંભીર આરોપ


