Vadodra : 21 જૂન વિશ્વ યોગ દિવસ પહેલા પ્રિ-યોગ શિબિરનું આયોજન, યોગ શિબિરમાં યોગનું મહત્વ સમજાવ્યું
- વડોદરા શહેરમાં યોગ શિબિરનું આયોજન
- 21 જૂન વિશ્વ યોગ દિવસ પેહલા પ્રિ-યોગ શિબિરનું આયોજન
- નવલખી મેદાન ખાતે કરવામાં આવ્યું છે આયોજન
વડોદરા શહેરમાં વિશ્વ યોગ દિવસ પહેલા પ્રિ-યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા ખાતે આવેલ નવલખી મેદાન ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ શિબિર દ્વારા લોકોને જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું હતું. આ યોગ શિબિરમાં વડોદરા શહેર પ્રમુખ, ડે. મેયર તેમજ કોર્પોરેટર અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો યોગ શિબિરમાં ભાગ લેવા પહોંચ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, વડોદરા મનપા, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
યોગનું મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુંઃ શિશપાલ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલે જણાવ્યું હતું કે, યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લીધે 21 જૂને વિશ્વ યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે. જે ભારતીયો માટે ગૌરવની વાત છે. ગુજરાત સરકારે પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે. ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં યોગ બોર્ડ કાર્યરત કર્યું છે. મુખ્યમંત્રી દ્વારા ઘોષણા કરવામાં આવી છે કે 2025 નું વર્ષ સ્વસ્થ ગુજરાત મેદસ્વી મુક્ત ગુજરાતનું અભિયાન આખુ વર્ષ ચલાવીશું. એ અભિયાન અંતર્ગત આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા શહેરમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગનું મહાકુંભનું આયોજન થયું હતું. જેમાં દસ હજારથી વધુ લોકો જોડાયા છે.
આ પણ વાંચોઃ જામનગરમાં પ્રથમ સરકારી ઇંગ્લિશ મીડિયમ શાળાનો શુભારંભ, બાળકો માટે આશીર્વાદ
વડાપ્રધાન પહેલેથી જ યોગ સાથે જોડાયેલા છેઃ જયપ્રકાશ સોની
વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સમગ્ર વિશ્વમાં 21 જૂન 2015 ના રોજ પ્રારંભ થયો હતો. વડાપ્રધાન પહેલેથી જ યોગ સાથે જોડાયેલા છે. પરંતું તેમને એવું લાગ્યું કે વિશ્વ કલ્યાણ માટે જે આપણી ભારતીય સંસ્કૃતિ છે. જો આપણે વિશ્વ કલ્યાણની ભાવના રાખતા હોઈએ તો વિશ્વને પણ આપણું જે યોગદાન છે યોગ બાબતનું એ સૌને જાણકારી આપવી જોઈએ. સંદર્ભમાં 21 જૂન 2015 થી દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાત આયોગ યોગ બોર્ડ દ્વારા નવલખી મેદાન ખાતે ખૂબ મોટો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને યોગનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ 11 Years of Modi Government : આખું પુસ્તક લખી શકાય એટલી PM મોદીની સિદ્ધિઓ છે - C.R. Patil