ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Lasya Nandita: BRS ના ધારાસભ્ય લસ્યા નંદિતાને નડ્યો અકસ્માત, સારવાર દરમિયાન થયું મોત

BRS MLA Lasya Nandita: સિકંદરાબાદથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સિકંદરાબાદ કેન્ટના BRS ધારાસભ્ય લસ્યા નંદિતા (Lasya Nandita) નું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. મળતી વિગતો પ્રમાણે તેઓ પોતાના કારમાં યાત્રા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની કારને અકસ્માત...
09:14 AM Feb 23, 2024 IST | VIMAL PRAJAPATI
BRS MLA Lasya Nandita: સિકંદરાબાદથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સિકંદરાબાદ કેન્ટના BRS ધારાસભ્ય લસ્યા નંદિતા (Lasya Nandita) નું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. મળતી વિગતો પ્રમાણે તેઓ પોતાના કારમાં યાત્રા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની કારને અકસ્માત...
Lasya Nandita

BRS MLA Lasya Nandita: સિકંદરાબાદથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સિકંદરાબાદ કેન્ટના BRS ધારાસભ્ય લસ્યા નંદિતા (Lasya Nandita) નું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. મળતી વિગતો પ્રમાણે તેઓ પોતાના કારમાં યાત્રા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની કારને અકસ્માત નડ્યો હતો. સંગારેડ્ડીના અમીનપુર મંડળ વિસ્તારમાં સુલતાનપુર આઉટર રીંગ રોડ પર તેમની કાર બેકાબુ થઈ જતા ડિવાઈડર સાથે ટકરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ત્યાર બાદ તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડમાં આવ્યા હતાં.

લસ્યા નંદિતાનું સારવાર દરમિયાન મોત થયું

મળતી વિગતો બાદ અકસ્માત બાદ તેમની નજીકની હોસ્પિટમાં લઈ જવામાં આવ્યા હતાં. માર્ગ અકસ્માતમાં ધારાસભ્ય લસ્યા નંદિતા (Lasya Nandita) ને ગંભીર ઈજા થઈ હતી અને સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. આ માર્ગ દૂર્ઘટનામાં તેમને કાર ડ્રાઈવર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. જેની અત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

લસ્યા નંદિતાની અણધારી વિદાયથી અત્યારે પાર્ટીમાં શોકનો મોહોલ છે. આથી બીઆરએસ પ્રમુખ કેસીઆરે પણ આ લસ્યા નંદિતાના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, એક યુવા ધારાસભ્ય જે પોતાના કામ માટે ખુબ જાણીતા હતા એવા લસ્યા નંદિતાનું માર્ગ અકસ્માતમાં મૃત્યું થયું તેનાથી ખુબ જ દૂઃખી છું. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર સાથે છે.

મુખ્યમંત્રી રેવંતી રેડ્ડીએ પણ સંવેદના વ્યક્ત કરી

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંતી રેડ્ડીએ યુવા ધારાસભ્યના મૃત્યુ પર પોતાના સંવેદન વ્યક્ત કરતા સોશિયલમ મીડિયા પર લખ્યું કે, ‘કેન્ટના ધારાસભ્ય લસ્યા નંદિતાના અકાળે અવસાનથી મને ખૂબ જ આઘાત લાગ્યો છે. નંદિતાના પિતાજી. સાયના સાથે મારો ગાઢ સંબંધ હતો. ગયા વર્ષે આ જ મહિનામાં તેમનું અવસાન થયું… તે ખૂબ જ દુઃખની વાત છે કે આ જ મહિનામાં અચાનક નંદિતાનું પણ અવસાન થયું. હું તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું... હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ તેમના આત્માને શાંતિ આપે.’

આ પણ વાંચો: Lasya Nandita: BRS ના ધારાસભ્ય લસ્યા નંદિતાને નડ્યો અકસ્માત, સારવાર દરમિયાન થયું મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BRS MLABRS MLA Lasya NanditaLasya Nanditanational newspolitical newsVimal Prajapati
Next Article