Surat : સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવતા સાવધાન! યુવકને યુવતીએ મળવા બોલાવી લૂંટી લીધો
- ફેસબુકમાં મિત્રતા કેળવી યુવકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ
- સુરતના એક યુવકને રિયાસિંહ નામની યુવતીએ લૂંટી લીધો
- મહિલા અને યુવક બન્ને દમણ ફરવા ગયા બાદમાં હોટેલમાં રોકાયા
- આરોપી મહિલા યુવકને કેફી પદાર્થ પીવડાવી દાગીના લઈને ફરાર
સુરતના એક લહેરી લાલાએ ફેસ બુક ઉપર થયેલી મિત્રતા બાદ તે મહિલા સાથે દમણ ફરવા આવી હોટલમાં રોકાયા બાદ મહિલા મિત્રને કેફી પદાર્થ પીવડાવી આ લહેરી લાલાને ઘેનમાં નાખી તેના સોનાના ઘરેણા લઈ પલાયન થઈ ગયાની ઘટના પ્રકાસમાં આવતા દમણ પોલીસ એક્સન માં આવી હતી તપાસમાં પોલીસે આ સોશિયલ મીડિયા ઉપર મિત્રતા કેળવી તેને વિશ્વાસ લીધા બાદ દાગીના ચોરી લેતી ગેંગની બે મહિલા સહિત ત્રણ લોકો નીધરપકડ કરી છે.
ચોરીનો માલ લેનાર વેપારીની પણ ધરપકડ
દમણ ખાતે 19/05/2025 ના રોજ ગુજરાતના સુરતના રહેવાસી એવા એક ફરિયાદી દ્વારા કોસ્ટલ પોલીસ સ્ટેશન કડૈયામાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે લગભગ 20-25 દિવસ પહેલા તેણે ફેસબુક દ્વારા રિયા સિંહ નામની મહિલા સાથે મિત્રતા કરી હતી. નિયમિત વાતચીત પછી, 14/05/2025 ના રોજ તે રિયા સિંહ અને તેની બીજી મિત્ર લાલી સાથે તેની ખાનગી કારમાં સુરતથી દમણ આવ્યો હતો. દમણના દેવકા સી-ફેસ રોડ પર ફર્યા પછી, તેઓ એક હોટલમાં રોકાયા હતા.રાત્રે રાત્રિભોજન કર્યા પછી, ફરિયાદી સૂઈ ગયો. જ્યારે તે સવારે ૪:૧૫ વાગ્યે જાગ્યો ત્યારે તેણે જોયું કે બંને મહિલાઓ રૂમમાંથી ગાયબ હતી. અને તેની સોનાની ચેઈન, બ્રેસલેટ અને મોબાઈલ ફોન પણ ચોરાઈ ગયો હતો. પોલીસે કેસની પ્રાથમિક તપાસ બાદ, મળેલી ફરિયાદના આધારે, કોસ્ટલ પોલીસ સ્ટેશન, કડૈયા ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી.. પોલીસ દ્વારા તપાસ કરી બે મહિલાઓને ધરપકડ કરવામાં આવી છે સાથે જ મહિલાઓએ અંકલેશ્વર ખાતે સોનાના વેપારીને ત્યાં સોનું વેચ્યું હતું તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
મહિલા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી
આરોપીઓને પકડવા માટે તપાસ દરમિયાન, સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી અને ટેકનિકલ વિશ્લેષણના સંકલન દ્વારા આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. અને તેમની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવી હતી. એવું જાણવા મળ્યું હતું કે, ઘટના પછી, આરોપીઓ સતત તેમનું સ્થાન બદલતા રહ્યા હતા જેના કારણે ધરપકડની પ્રક્રિયા પડકારજનક બની હતી. પોલીસ ટીમની સતર્કતા, સમજદારી અને સતત પ્રયાસોના પરિણામે, આખરે બંને મહિલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
કેતન બંસલ (દમણ એસ પી)
આ પણ વાંચોઃ Surat : માંડવીમાં મહિલાને લગ્નની લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ, ફરિયાદ નોંધાતા આરોપી ફરાર
પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરી
પોલીસ દ્વારા બંનેની પૂછપરછ કરતા મહિલાઓએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા દ્વારા આ બંને મહિલાઓ યુવકોને ફસાવતા હતા અને આવી રીતે પાર્ટી કરવાના બહાને યુવકોને દારૂ પીવડાવી અથવા કેફી પીણું પીવડાવી બેભાન કરી તેમને લૂંટી લેતા હતા વધુ પૂછપરછ દરમિયાન, તેણે ગુનો કબૂલ્યો અને ખુલાસો કર્યો કે, તેણે ચોરેલી મિલકત ગુજરાતના અંકલેશ્વર જિલ્લા ના ભરૂચમાં એક સ્થાનિક દુકાનમાં વેચી હતી.આ માહિતીના આધારે, પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને પૂછપરછ દરમિયાન ચોરેલી વસ્તુ ખરીદવાની કબૂલાત કરી હતી અને દુકાનમાંથી ચોરાયેલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.પોલીસ એ ત્રણ આરોપી ની ધરપકડ કરી હતી.. પોલીસે તમામ આરોપીઓની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે આ સાથે જ પોલીસ દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે આ પ્રકારના ગુના બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જેથી કરીને પોલીસ આવા આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી છે.
આ પણ વાંચોઃ VADODARA : બિયાસ કુંડ ટ્રેકિંગ, દિકરીએ નાની ઉંમરે બહાદુરી દાખવી શિખર સર કર્યો