Ambaji મંદિરમાં યુવતીની છેડતી કરતા યુવક ધોલાઈ : દર્શન પથ પર પકડાયા પછી માફી મંગાવી
- Ambaji મંદિરમાં યુવતીની છેડતી કરતા યુવક ધોલાઈ : દર્શન પથ પર પકડાયા પછી માફી મંગાવી, પોલીસે ધરપકડ
- લગેજ કાઉન્ટર પાસે યુવતી પર છેડતી પ્રયાસ: અંબાજીમાં વિકૃતને લોકોએ મારીને માફી મંગાવી, પોલીસ કાર્યવાહીમાં
- અંબાજી દર્શન પથ પર વિકૃતની પકડ: યુવતીની છેડતી કરતા આરોપીને ધોલાઈ, વાયરલ વીડિયો પછી પોલીસે કેસ નોંધ્યો
- મંદિર વિસ્તારમાં મહિલા પર અતિપ્રાકૃતિક: અંબાજીમાં વિકૃતને લોકોએ પકડીને માર્યો, તાત્કાલિક પોલીસ કાર્યવાહી
- અંબાજીમાં દર્શનાર્થી યુવતી પર હુમલો: વિકૃતને માફી મંગાવી પોલીસને સોંપાયો, વીડિયો વાયરલ – કડક કાર્યવાહીની માંગ
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિર (Ambaji) ખાતે દર્શનાર્થીઓની ભીડ વચ્ચે એક વિકૃત વ્યક્તિએ યુવતીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો અને તે વ્યક્તિની ધોલાઈ કરીને માફી મંગાવવામાં આવી હતી. આ ઘટના મંદિરના લગેજ કાઉન્ટર પાસે દર્શન પથ પર બની હતી. જ્યાં યુવતી દર્શન માટે ઊભી હતી.
તે સમયે એક વિકૃત વ્યક્તિ દ્વારા યુવતીની છેડતી કરવાની કોશિશ કરવામાં આવી હતી. તે સમયે લોકોએ વ્યક્તિને પકડી લેવામાં આવ્યો અને મેથીપાક ચખાડવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં લોકો આવા તત્વો સામે કડક કાયદેસર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ ઘટના અંબાજી જેવા પવિત્ર તીર્થસ્થાન પર મહિલા સુરક્ષા અને કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરે છે.
અંબાજી મંદિરના લગેજ કાઉન્ટર પાસે દર્શન પથ પર ઊભી યુવતી પાસે એક વિકૃત વ્યક્તિએ અશ્લીલતા કરીને છેડતી કરવાનો પ્રયાસ કર્યો. આ દર્શનાર્થીઓની ભીડ વચ્ચે થયેલી ઘટના હતી. યુવતીની બૂમો સાંભળીને આસપાસના લોકો તેમની પાસે દોડી આવ્યા હતા. અન્ય દર્શનાર્થીઓ અને મંદિરમાં કામ કરતાં ગાર્ડો દ્વારા વિકૃત વ્યક્તિને પકડી લીધો અને તેને મારીને માફી મંગાવી હતી. તે પછી તેને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો.
અંબાજી પોલીસે તાત્કાલિક આરોપીને ધરપકડ કરીને ગુનો નોંધ્યો છે. આરોપીને પૂછપરછ માટે રીમાન્ડ પર લેવામાં આવ્યો, અને તપાસમાં તેના અગાઉના કેસો અને પૃષ્ઠભૂમિની તપાસ કરાઈ રહી છે. પોલીસે વીડિયોના આધારે સાક્ષીઓની પૂછપરછ કરી હતી. તો સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ પોલીસ તપાસ અર્થે લઈ શકે છે.
અંબાજી મંદિર જેવા પવિત્ર તીર્થસ્થાન પર આવી ઘટના મહિલા સુરક્ષા અને કાયદો વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે, અને આવા તત્વોની ઘટનાઓ વધુ વધે છે. સ્થાનિકો અને શ્રદ્ધાળુઓએ આવા વિકૃતો સામે કડક કાયદેસર કાર્યવાહીની માંગ કરી છે. મંદિર ટ્રસ્ટે પણ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત ઉભી થઈ છે.
આ પણ વાંચો- Unseasonal rain : રાજ્યના ખેડૂતો પર કુદરતનો પ્રકોપ, માવઠાથી પાક નિષ્ફળ ખેડૂતો પાયમાલ


