ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વલસાડના ધરમપુરમાં લો લેવલ બ્રિજ પરથી યુવક તણાયો : બાઈક મળ્યું પરંતુ યુવકનો પત્તો નહીં

વલસાડના ધરમપુરમાં નદીના પ્રવાહમાં યુવક તણાયો: બાઈક મળ્યું, NDRFનું સર્ચ ઓપરેશન ચાલુ
05:36 PM Aug 24, 2025 IST | Mujahid Tunvar
વલસાડના ધરમપુરમાં નદીના પ્રવાહમાં યુવક તણાયો: બાઈક મળ્યું, NDRFનું સર્ચ ઓપરેશન ચાલુ

વલસાડ : વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં શેરીમાળ અને કાંગવી ગામને જોડતા લો લેવલ બ્રિજ પરથી એક યુવક તણાઈ જવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. ભારે વરસાદને કારણે ગતરોજ નદીઓ બે કાંઠે વહેતી હતી, જેના લીધે અનેક લો લેવલ બ્રિજ અને કોઝવે પર પાણી ફરી વળ્યું હતું. આ ઘટનામાં સાવરમાળ ગામના પ્રિતેશ ગામીત નામના યુવકનું બાઈક નદીમાંથી મળી આવ્યું છે, પરંતુ યુવકનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. NDRF અને સ્થાનિક તરવૈયાઓની ટીમો યુવકની શોધખોળમાં લાગેલી છે.

ગતરોજ ધરમપુરમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીનો પ્રવાહ ઝડપી બન્યો હતો. શેરીમાળ અને કાંગવીને જોડતા લો લેવલ બ્રિજ પરથી પસાર થતી વખતે પ્રિતેશ ગામીત નામનો યુવક નદીના પ્રવાહમાં તણાઈ ગયો. સ્થાનિક લોકોએ તાત્કાલિક વહીવટી તંત્ર, NDRF અને સ્થાનિક તરવૈયાઓને જાણ કરી છે. મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું પરંતુ યુવકનો પત્તો લાગ્યો નહીં.

આ પણ વાંચો- વડોદરા : ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના વિવાદિત નિવેદન સામે જશપાલસિંહ પઢિયારનો વળતો પ્રહાર

વહેલી સવારે NDRF અને સ્થાનિક તરવૈયાઓની ટીમોએ ફરીથી શોધખોળ શરૂ કરી છે. નદીનું વહેણ ઓછું થતાં બપોરના સમયે યુવકનું બાઈક નદીમાંથી મળી આવ્યું. યુવકના પિતા દિનેશ ગામીત અને પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા અને બાઈકની ઓળખ કરી જે પ્રિતેશ ગામીતનું હોવાનું કબૂલ્યું હતું.

NDRF અને સ્થાનિક તરવૈયાઓની ટીમો હાલ પણ યુવકની શોધખોળમાં લાગેલી છે. નદીના પ્રવાહમાં યુવક દૂર સુધી તણાઈ ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વહીવટી તંત્રે નજીકના ગામોને સાવચેતીના ભાગરૂપે નદી કાંઠેથી દૂર રહેવાની સૂચના આપી છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વધુ એલર્ટ જાહેર કરાયું છે, કારણ કે નદીનો પ્રવાહ ફરીથી વધી શકે છે.

આ ઘટનાએ ધરમપુર અને આસપાસના વિસ્તારોમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે. સ્થાનિક લોકોએ વહીવટી તંત્ર પર લો લેવલ બ્રિજ પર સલામતીના પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો છે. ઘણા લોકોનું કહેવું છે કે આવા બ્રિજો પર વરસાદ દરમિયાન વાહનોની અવરજવર બંધ કરવી જોઈએ અથવા ચેતવણીના બોર્ડ મૂકવા જોઈએ.

આ પણ વાંચો- સાબરકાંઠામાં હરણાવ જળાશયમાંથી પાણી છોડાયું: ભારે વરસાદ બાદ 17 ગામોને એલર્ટ

Tags :
#DharampurDisaster#HarnaoRiver#NDRFSearchOperation#PriteshGamitheavyrainValsadNews
Next Article