Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : દરીયાઈ માર્ગથી નજીક આવેલ ફલ્લા ગામ ટેકનોલોજીનો ઉપયોગ કરી સુરક્ષા મુદ્દે આત્મનિર્ભર

ભારત-પાક. તણાવ વચ્ચે ફલ્લા ગામ સુરક્ષા મુદ્દે આત્મનિર્ભર બન્યું છે. યુવાઓએ ટેકનોલોજીનો ઉપયોગ કરી ગામને સ્માર્ટ બનાવ્યું.
jamnagar   દરીયાઈ માર્ગથી નજીક આવેલ ફલ્લા ગામ ટેકનોલોજીનો ઉપયોગ કરી સુરક્ષા મુદ્દે આત્મનિર્ભર
Advertisement
  • ભારત પાક. તણાવ વચ્ચે ફલ્લા ગામ સુરક્ષા મુદ્દે બન્યું આત્મનિર્ભર
  • ટેકનોલોજીનો ઉપયોગ કરી ગામ જિલ્લાનું સૌથી સ્માર્ટ ગામ બન્યું
  • યુવાનોએ ટેકનોલોજીનો ઉપયોગ કરી ગામને સ્માર્ટ બનાવ્યું
  • ફલ્લા ગામ 2018થી સંપૂર્ણ રીતે CCTV કેમેરાથી સજ્જ

જામનગર જિલ્લા (Jamnagar District)ના આવેલ ફલ્લા ગામ (Falla Village) પહેલેથી પોતાની ઓળખ ધરાવે છે. ફલ્લા ગ્રામપંચાયત (Falla Gram Panchayat) નું સંચાલન યુવાનો કરી રહ્યા છે. અને યુવાનો આજની ટેકનોલોજી (Technology)નો ભરપૂર ઉપયોગ કરી ફલ્લા ગામ (Falla Village)ને સમાર્ટ ગામ (Smart Village) બનાવ્યું છે. ફલ્લા ગામ (Falla Village)માં 2018 થી સમગ્ર ગામ સંપૂર્ણ પણે સીસીટીવી કેમેરાથી સજ્જ છે. તેમજ ફલ્લા ગામ (Falla Village) ના છેવાડાના લોકોને ગ્રામપંચાયત દ્વારા આપવામાં આવતી સૂચના મળી રહે તે માટે આખા ગામમાં માઇક સિસ્ટમ લગાવામાં આવી છે. ગ્રામ પંચાયત  (Falla Gram Panchayat)દ્વારા અપાતી સુચનાઓ એથી સાથે સંપૂર્ણ ગ્રામજનોને મળી જાય છે. કોરોના વાવાઝોડા ભૂકંપ જેવી પરિસ્થિતિમાં લોકોને લોકોને તમામ પ્રકારની સૂચનાઓની  આપલે  કરવામાં આવી હતી.

Advertisement

ગામમાં 5 વર્ષથી 20 સીસીસીટી કાર્યરત

ફલ્લામાં અંદાજે 6 હજારથી વધુની વસ્તી છે. જે જામનગર (jamnagar)થી નજીક આવેલુ છે. ભૌગોલિક રીતે પાકિસ્તાન સાથે દરીયાઈ માર્ગે નજીક હોવાથી તેમજ સેનાના ત્રણ મથકો જામનગર (jamnagar)માં આવેલા હોવાથી આસપાસના ગામમાં સતર્કતા વધુ જરૂરી હોય છે. જેના ધ્યાને લઈને ગામ (Falla Gram Panchayat) ના તલાટી રીયાંશીબેન ભોગાયતા અને માજી સરપંચ લલીતાબેન કમલેશ ધમાસાણિયા બંન્ને સાથે મળીને યુધ્ધ જેવી સ્થિતી ધ્યાને રાખીને આધુનિક ઉપકરણોનો ઉપયોગ વધાર્યો છે. જેમાં ગામમાં 5 વર્ષથી 20 સીસીસીટી કાર્યરત છે. ઉપરાંત ગામમાં લાઉડસ્પીકર છેલ્લા 8 વર્ષથી કાર્યરત છે. જે શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત છે. હાલ તાજેતરમાં એક દિવસ બ્લેકઆઉટ (Black Out) થતા હવેથી 6 વોકીટોકીનો સેટ પણ રાખીને ગામને સુરક્ષા મુદે આત્મનિર્ભર બન્યુ છે.

Advertisement

આ પણ વાંચોઃ Surat : પેસેન્જરના સ્વાંગમાં વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી ગેંગના મુખ્ય આરોપી સહિત એક મહિલાની ધરપકડ

ગામમાં વિવિધ વિસ્તારમાં 3 સાયરન લગાવવામાં આવ્યા

જો યુધ્ધ જેવી સ્થિતિ થાય તો ગામમાં શહેરમાં વિવિધ વિસ્તારમાં 3 સાયરન લગાવામાં આવ્યા છે. જો બ્લેકઆઉટ વખતે વીજળી ગુલ થાય તો વોકીટોકીથી સ્વયંસેવકો વિવિધ વિસ્તારમાં કાર્યરત રહી શકે. ફલ્લામાં ગામમાં સેવાભાવિ સંસ્થાના આર્થિક સહયોગથી અંદાજે 1 લાખના ખર્ચથી વોકીટોકીનો સેટ અને સાયરન ઈન્વેટર સાથે તેમજ લાઉડ સ્પીકરનો વધારો કર્યો છે. તમામ વોકીટોકી સુભાષ ધમસાણિયાની નેતૃત્વમાં છ સ્વયંસેવકો અલગ-અલગ વિસ્તારમાં સેવા બજાવશે. સાયરન અને લાઉડસ્પીકરની સંચાલનની જવાબદારી ગોવિંદ ભરવાડને આપવામાં આવી છે. ફલ્લા ગામની જેમ અન્ય સરહદી વિસ્તારના ગામોએ પણ આ પ્રકારે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી યુદ્ધી જેવી સ્થિતિમાં એક બીજાને મદદરૂપ થવા પ્રયાસ કરવો જોઇએ.

આ પણ વાંચોઃ Gujarat Cyclone Alert : હવામાન નિષ્ણાંતોની કડાકા-ભડાકા સાથેની વરસાદની આગાહી, ગુજરાતમાં કેટલાક ભાગોમાં જળમગ્ન થશે

Tags :
Advertisement

.

×