ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

YouTube ની આવક જાણીને મગજ ચકરાવે ચઢશે, બેંક ખુલે તેટલી કમાણી

YouTube Income : 2024 ના અહેવાલો અનુસાર, YouTube એ એક વર્ષમાં લગભગ $31 બિલિયન (લગભગ 2.5 લાખ કરોડ રૂપિયા) કમાયા છે
08:55 PM Aug 20, 2025 IST | PARTH PANDYA
YouTube Income : 2024 ના અહેવાલો અનુસાર, YouTube એ એક વર્ષમાં લગભગ $31 બિલિયન (લગભગ 2.5 લાખ કરોડ રૂપિયા) કમાયા છે

YouTube Income : આજના ઇન્ટરનેટ યુગમાં YouTube નું નામ દરેકના હોઠ પર છે. તે ફક્ત મનોરંજન પ્લેટફોર્મ નથી, પરંતુ લાખો લોકો માટે આવકનું સાધન પણ બની ગયું છે. ભારતથી અમેરિકા સુધી, દરેક દેશમાં એવા કન્ટેન્ટ ક્રિએટર્સ છે, જેઓ ફક્ત YouTube થી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે YouTube ના માલિક, એટલે કે Google (Alphabet Inc.), આ પ્લેટફોર્મ પરથી એક દિવસમાં કેટલી કમાણી કરે છે ? ચાલો જાણીએ. આ રકમ પોતાની ખુદની બેંક ખોલવા માટે પુરતી છે.

પૈસાનો એક હિસ્સો કન્ટેન્ટ ક્રિએટર્સને વહેંચે છે

YouTube નું બિઝનેસ મોડેલ ખૂબ જ સરળ છે, તે વિડિઓઝ પર દેખાતી જાહેરાતોમાંથી પૈસા કમાય છે. કંપનીઓ તેમના ઉત્પાદન અથવા સેવાને પ્રમોટ કરવા માટે YouTube ને ચૂકવણી કરે છે, અને YouTube તે પૈસાનો એક હિસ્સો કન્ટેન્ટ ક્રિએટર્સને વહેંચે છે. આ જ કારણે લાખો લોકો ઘરે બેઠા YouTube થી કમાણી કરી શકે છે.

પ્રિમિયમ અને મ્યુઝિકની અલગ કમાણી

Google ની પેરેન્ટ કંપની દર ક્વાર્ટરમાં તેની કમાણીના આંકડા જાહેર કરે છે. 2024 ના અહેવાલો અનુસાર, YouTube એ એક વર્ષમાં લગભગ $31 બિલિયન (લગભગ 2.5 લાખ કરોડ રૂપિયા) કમાયા છે. આ આંકડો ફક્ત જાહેરાતોમાંથી આવ્યો છે. આમાં, YouTube Premium અને YouTube Music ની કમાણી અલગ ગણવામાં આવે છે.

પ્લેટફોર્મ દરરોજ સેંકડો કરોડ રૂપિયા કમાય

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, YouTube ની પેરેન્ટ કંપની Google દરરોજ સરેરાશ 50 થી 70 મિલિયન ડોલર કમાય છે. આ આવક YouTube જાહેરાતોમાંથી આવે છે. જો કે, કંપની પાસે કમાણીના અન્ય રસ્તાઓ છે. હા, જે પ્લેટફોર્મ પરથી નાના અને મોટા YouTubers લાખો કમાય છે, તે જ પ્લેટફોર્મ દરરોજ સેંકડો કરોડ રૂપિયા કમાય છે.

લોકોનું જીવન બદલાયું

YouTube ની કમાણીનો મોટો હિસ્સો ક્રિએયર્સ જાય છે. સામાન્ય રીતે, YouTube જાહેરાતોમાંથી થતી કમાણીનો લગભગ 55% ક્રિએયર્સને જાય છે અને 45% YouTube દ્વારા રાખવામાં આવે છે. આ જ કારણ છે કે ભારત, અમેરિકા અને વિશ્વભરમાં લાખો લોકો YouTubers બનીને પોતાનું જીવન બદલી રહ્યા છે.

લાખો લોકોને રોજગાર આપ્યો

ભારત YouTube માટે સૌથી મોટું બજાર બની ગયું છે. દર મહિને, કરોડો લોકો YouTube પર વિડિઓ જુએ છે અને હજારો નવા ક્રિએટર્સ જોડાય છે. ભારતીય YouTubers સંગીત, ગેમિંગ, વ્લોગિંગ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં વિશ્વના ટોચના ક્રિએયર્સ શામેલ છે. યુટ્યુબે માત્ર મનોરંજન અને શીખવાની રીત જ બદલી નથી, પરંતુ લાખો લોકોને રોજગાર પણ આપ્યો છે. પરંતુ ખરી રમત તેના માલિકોના હાથમાં છે, જે દરરોજ અબજો રૂપિયા કમાઈ રહ્યા છે.

આ પણ વાંચો ----- Online Gaming : લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ રજૂ, જાણો શું છે ખાસ

Tags :
2024ReportCreatorEconomyCreatorPlatformEarningWellGujaratFirstgujaratfirstnewsincomeyoutubeYouTubeIncome
Next Article