Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Youtuber Abhinav Arora ની કાર પર ચારે બાજુથી હુમલો, પરિવારમાં દહેશત

Youtuber Abhinav Arora જોડે નાની વાતે મોટું સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે, અભિનવ અરોરાના પિતાએ વધુમાં કહ્યું કે, "હું મારી ભત્રીજીને તેના હોસ્ટેલમાં છોડીને પાછો ફરી રહ્યો હતો. મારી કાર એક મોટરસાઇકલને સહેજ સ્પર્શી ગઈ હતી. મોટરસાઇકલની સામે એક બાળક ઉભો હતો. બાળકની માતાને લાગ્યું કે, બાળક અમારી કારથી અથડાયું છે. જો કે, સીસીટીવીમાં હકીકત સામે આવી હતી
youtuber abhinav arora ની કાર પર ચારે બાજુથી હુમલો  પરિવારમાં દહેશત
Advertisement
  • Youtuber Abhinav Arora જોડે નાની વાતે મોટું સ્વરૂપ ધારણ કર્યું
  • કાર સહેજ અડી જતા સ્થાનિકોએ ભારે ઉત્પાચ મતાવ્યાનો આરોપ
  • હુમલાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે

Youtuber Abhinav Arora : દિલ્હીના તિલક નગર વિસ્તારમાં એક માર્ગ અકસ્માતની (Delhi Tilak Nagar - Accident) નાની ઘટટના બાદ મોટો વિવાદ થયો ઉભો થયો હતો. લોકોના એક જૂથે યુટ્યુબર અભિનવ અરોરાના પરિવાર પર હુમલો કર્યો હતો. ટોળાએ કારની બારીઓ તોડી નાખી હતી. બાદમાં અભિનવ અરોરાના પિતા તરુણ રાજ અરોરાએ ઘટનાનો સંપૂર્ણ અહેવાલ આપ્યો છે.

Youtuber Abhinav Arora, હથિયારો વડે હુમલો કર્યો

હુમલો થયેલી કારમાં અભિનવ અરોરાનો આખો પરિવાર સવાર હતો. અભિનવના પિતા તરુણે (Tarunraj Arora) જણાવ્યું કે, હુમલાખોરોએ આરોપ લગાવ્યો હતો કે, તેમની કારમાં એક બાળકના પગમાં ઈજા થઈ છે. બાદમાં તેમણે કાર પર હુમલો કર્યો, અને હથિયારોથી કારની બારીઓ તોડવાનું શરૂ કર્યું હતું. દરમિયાન પરિવારનો ગભરાટ અને આરોપીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાને દર્શાવતો એક વીડિયો સામે આવ્યો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો ----------- Nala Party : વાયરલ થવા ગંદકીથી ખદબદતા નાળામાં ડૂબકી લગાવીને કોલ્ડ ડ્રિંક ગટગટાવ્યું

Youtuber Abhinav Arora, બાળક અને કાર વચ્ચે અંતર હતું

અભિનવ અરોરાના પિતાએ વધુમાં કહ્યું કે, "હું મારી ભત્રીજીને તેના હોસ્ટેલમાં છોડીને પાછો ફરી રહ્યો હતો. મારી કાર એક મોટરસાઇકલને સહેજ સ્પર્શી ગઈ હતી. મોટરસાઇકલની સામે એક બાળક ઉભો હતો. બાળકની માતાને લાગ્યું કે, બાળક અમારી કારથી અથડાયું છે. જો કે, સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાય છે કે, કાર અને બાળક વચ્ચે લગભગ એક મીટરનું અંતર હતું. બાળકને કોઈ ઈજા થઈ નથી."

અમે ગભરાઇ ગયા હતા

તેમણે આગળ કહ્યું કે, “અચાનક, છ જણનો પરિવાર અમારી કાર પાસે દોડી આવ્યો હતો, તેઓ ખૂબ ગુસ્સામાં હતા, મહિલાએ અશ્લીલ ગાળો બોલવાની સાથે કારના હૂડ પર માર મારવાનું શરૂ કર્યું હતું. પછી તેઓએ બારીઓ તોડવાનું શરૂ કર્યું હતું. જેથી અમે ગભરાઈ ગયા અને કારની અંદર બેસી ગયા, દરવાજા બંધ કરી દીધા હતા.”

પરિસ્થિતી કાબુમાં કરવા સંઘર્ષ

પરિસ્થિતિ કાબુ બહાર જતી જોઈને, પરિવારે પોલીસને બોલાવી હતી. થોડી વારમાં એક PCR વાન આવી હતી, જેમાં બે અધિકારીઓ હાજર હતા, પરંતુ ભીડ ખૂબ જ આક્રમક બની ગઈ હતી. અધિકારીઓ પરિસ્થિતિને કાબુમાં લેવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.

અમે ક્યારે કોઇને નુકશાન પહોંચાડ્યું નથી

તરુણ રાજ અરોરાએ કહ્યું કે, પાછળથી તબીબી તપાસ કરવામાં આવી. તેમના રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે, તેમના લોહીમાં આલ્કોહોલનું સ્તર શૂન્ય હતું. બાળક પણ સુરક્ષિત હતું. તેમણે કહ્યું, “અમે ક્યારેય કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. છતાં, અમને આ ખોટા આરોપનો સામનો કરવો પડ્યો.”

આ પણ વાંચો ----------- Viral video: ટ્રેન કે ધોબીઘાટ? મુસાફરોએ ચાલુ ટ્રેનમાં કર્યો એવો જુગાડ કે રેલવે મંત્રી પણ ચોંકી જશે!

Tags :
Advertisement

.

×